Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દહેજમાં પોલીસકર્મી 60 હજારની લાંચ લેતા ઝડપાયો:અકસ્માત મોતના દસ્તાવેજો માટે લાંચ માંગતા ACBએ રંગેહાથ ઝડપી લીધો

    8 hours ago

    ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કિરપાલસિંહ જગદીશભાઈ સોલંકીને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. એક જાગૃત નાગરિકે ACBમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, દહેજની એક ખાનગી કંપનીમાં કામ દરમિયાન એક કર્મચારીનું હાર્ટ એટેકથી મોત થયું હતું. આ મામલે દહેજ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો નોંધાયો હતો, જેની તપાસ કિરપાલસિંહ સોલંકી કરી રહ્યા હતા. મૃતકના પરિવારજનોને ગ્રામ પંચાયતમાંથી મૃત્યુનો દાખલો મેળવવા માટે અકસ્માત મોતની જાહેરાત અને પોસ્ટમોર્ટમ નોટની નકલની જરૂર હતી. આ દસ્તાવેજો આપવા બદલ આરોપી પોલીસકર્મીએ શરૂઆતમાં ₹1 લાખની લાંચની માંગણી કરી હતી. રકઝકના અંતે ₹70 હજાર નક્કી થયા હતા. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે ACB ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. શિંદેના માર્ગદર્શન હેઠળ ટીમે ટ્રેપ ગોઠવ્યો હતો. ટ્રેપ દરમિયાન આરોપીએ ફરીથી ₹70 હજારની માંગણી કરી હતી, જોકે અંતે ₹60 હજાર સ્વીકારતા ACBની ટીમે તેને દહેજ પોલીસ સ્ટેશનના “વડદલા બીટ”ની ચેમ્બરમાંથી રંગેહાથ ઝડપી પાડ્યો હતો. ACBએ આરોપી પાસેથી ₹60 હજારની લાંચની રકમ કબજે કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મૃત્યુઆંક 2 પર પહોંચ્યો, 11 લોકો થયા'તા ઈજાગ્રસ્ત:રાજકોટના કાળીપાટ નજીક ​દૂધ ભરેલી મિનિટ્રક પલ્ટી જવાની ઘટનામાં વધુ એક યુવાને સારવાર દરમિયાન દમ તોડ્યો
    Next Article
    ​જૂનાગઢ અને વિસાવદરમાં ગૌ પ્રેમીઓ ઉમટ્યા:ગૌહત્યા વિરોધી કડક કાયદો બનાવવા અને ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવા કલેક્ટરને અપાયું પ્રાર્થના પત્ર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment