Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ​જૂનાગઢ અને વિસાવદરમાં ગૌ પ્રેમીઓ ઉમટ્યા:ગૌહત્યા વિરોધી કડક કાયદો બનાવવા અને ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવા કલેક્ટરને અપાયું પ્રાર્થના પત્ર

    7 hours ago

    ​સમગ્ર ભારતમાં ગૌ સન્માન આહ્વાન અભિયાનની ગુંજ સંભળાઈ રહી છે, જેના ભાગરૂપે આજે જૂનાગઢ અને વિસાવદર ખાતે માલધારી સમાજ અને ગૌ પ્રેમીઓ દ્વારા એક ભવ્ય રેલી અને આવેદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રની ધરા પરથી ગૌમાતાને રાષ્ટ્રીય પ્રતીક અને 'રાષ્ટ્રમાતા'નો દરજ્જો આપવાની પ્રબળ માંગ ઉઠી છે. વિસાવદર તાલુકાના સમસ્ત માલધારી સમાજ અને જૂનાગઢના ગૌ સેવકોએ એકઠા થઈને વહીવટી તંત્રને પોતાની લાગણીઓ પહોંચાડી હતી. માલધારી સમાજ માટે ગાય માત્ર એક પશુ નથી, જીવનનો આધાર ​વિસાવદર ખાતે સમસ્ત માલધારી સમાજ દ્વારા મામલતદારને પાઠવવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, ગાય એ ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને અર્થતંત્રનું અવિનાશી પ્રતીક છે. માલધારી સમાજ માટે ગાય માત્ર એક પશુ નથી પરંતુ જીવનનો આધાર છે. પત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે વેદો અને પુરાણોમાં ગાયને પૂજનીય માનવામાં આવી છે અને દેશના ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા માટે ગૌ વંશનું જતન અનિવાર્ય છે. આ તકે ગૌ સંરક્ષણ માટે વિશેષ રાષ્ટ્રીય નીતિ અને વંશીય સુધારણા કાર્યક્રમો શરૂ કરવાની પણ માંગ કરવામાં આવી હતી. સનાતન ધર્મમાં ગૌહત્યા ક્યારેય સ્વીકાર્ય નથી ​આ અભિયાનમાં મહિલા શક્તિ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી. જેમાં હેમાબેન રુપારેલિયાએ જણાવ્યું હતું કે, એક મહિલા અને દેશના જાગૃત નાગરિક તરીકે તેઓ આજે કલેક્ટર કચેરીએ કોઈ સામાન્ય આવેદનપત્ર આપવા નથી આવ્યા પરંતુ, આ એક 'પ્રાર્થના પત્ર' છે. તેમણે સરકારને સવાલ કર્યો હતો કે, સનાતન ધર્મમાં ગૌહત્યા ક્યારેય સ્વીકાર્ય નથી, તો પછી સરકાર આ માટે કડક કાયદો કેમ બનાવતી નથી? તેમણે માંગણી કરી હતી કે ગૌહત્યા સદંતર બંધ થાય અને ગૌમાતાને 'રાષ્ટ્રમાતા'નું સન્માનજનક બિરુદ જલ્દીથી આપવામાં આવે. ​મામલતદારને પ્રાર્થના પત્ર આપીને ગૌ ભક્તોએ પોતાની શક્તિનો પરિચય આપ્યો ધીરુભાઈએ જણાવ્યું હતું કે સમગ્ર ભારતના સાધુ-સંતોએ મળીને 'ગૌ સન્માન આહ્વાન અભિયાન' શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ દેશભરમાંથી અંદાજે સવા પાંચ કરોડ લોકોની સહીઓ એકત્ર કરવામાં આવી છે. આ સહીઓ સાથેનું પ્રાર્થના પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને અર્પણ કરવામાં આવનાર છે. ગુજરાતમાં લોકશાહીના પર્વ એટલે કે ચૂંટણીને કારણે આ કાર્યક્રમ થોડો મોડો યોજાયો હતો, પરંતુ આજે ગુજરાતના તમામ તાલુકાઓમાં મામલતદારને પ્રાર્થના પત્ર આપીને ગૌ ભક્તોએ પોતાની શક્તિનો પરિચય આપ્યો છે. ​ધીરુભાઈએ જણાવ્યું હતું કે, અમારી મુખ્ય માંગણીઓમાં સમગ્ર દેશમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકતો કેન્દ્રીય કાયદો લાવવાની વાત છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારમાં અલગથી 'ગૌ મંત્રાલય'ની સ્થાપના કરવામાં આવે અને દરેક ગામમાં ગૌશાળાઓ તથા નંદીશાળાઓનું નિર્માણ કરવામાં આવે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. ગાયના પંચગવ્ય એટલે કે દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર અને છાણ પર વૈજ્ઞાનિક સંશોધન થાય તે માટે વિશેષ કેન્દ્રો સ્થાપવાની પણ રજૂઆત કરવામાં આવી છે. ​ગૌમાતાને તેમનો હક અને સન્માન નહીં મળે ત્યાં સુધી આંદોલન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને લખાયેલા પત્રમાં ગૌ ભક્તોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જે રીતે સરકાર દ્વારા રામ મંદિરનું નિર્માણ અને કલમ 370 નાબૂદ કરવા જેવા ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે, તે જ રીતે ગૌમાતાને રાષ્ટ્રીય દરજ્જો આપીને સાંસ્કૃતિક પુનરુત્થાનના કાર્યને પૂર્ણ કરવામાં આવશે. "આત્મનિર્ભર ભારત" ના સપનાને સાકાર કરવા માટે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ હોવાનું અગ્રણીઓએ જણાવ્યું હતું. વિસાવદર લીના માલધારી અને જૂનાગઢના ગૌ પ્રેમીઓએ ચીમકી ઉચ્ચારી હતી કે, જ્યાં સુધી ગૌમાતાને તેમનો હક અને સન્માન નહીં મળે ત્યાં સુધી આ આંદોલન અને લોકજાગૃતિનું અભિયાન અટકશે નહીં.
    Click here to Read More
    Previous Article
    દહેજમાં પોલીસકર્મી 60 હજારની લાંચ લેતા ઝડપાયો:અકસ્માત મોતના દસ્તાવેજો માટે લાંચ માંગતા ACBએ રંગેહાથ ઝડપી લીધો
    Next Article
    Governor Dissolves Bengal Assembly After Mamata Banerjee Refuses To Resign

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment