Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉત્પલ પટેલને દુબઈથી લાવવા રેડ કોર્નર નોટિસ જાહેર થશે:શૂટ સ્પેસ કૌભાંડ ₹300 કરોડે પહોંચવાની આશંકા

    1 सप्ताह पहले

    ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ડેટા સ્ટોરેજ સ્પેસ ભાડે આપવાના નામે આચરેલા કરોડો રૂપિયાના મહાકૌભાંડમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે SIT ને એક બહુ મોટી સફળતા મળી છે. SIT દ્વારા ઇસ્યૂ કરવામાં આવેલી રેડ કોર્નર નોટિસના આધારે દુબઈથી પરત ફરેલી આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ઉત્પલ પટેલની પત્ની ભૂમિ પટેલની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે તેના કુટુંબી સાળા અને ક્લાઉડ કંપનીના ડાયરેક્ટર ધ્રુવ ચૌધરીને પણ દબોચી લીધો છે. શરૂઆતના તબક્કે આ છેતરપિંડી માત્ર પાંચ કરોડ રૂપિયાની લાગતી હતી, પરંતુ એએસપી આયુષ જૈનના નેતૃત્વમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કરતા આ કૌભાંડનો આંકડો ત્રણસો કરોડ રૂપિયા સુધી વિસ્તરેલો હોવાની આશંકા સેવાઈ રહી છે. આ કેસમાં ભૂમિ પટેલના 5 દિવસના અને ધ્રુવના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. નાણાકીય વ્યવહારોની તપાસ માટે પોલીસે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રોક્યા પોલીસની પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી પચાસ કરોડ રૂપિયાનું રોકાણ સામે આવ્યું છે અને આ આટલી મોટી રકમ ક્યાં ક્યાં વાપરવામાં આવી તેમજ કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવામાં આવી, તેની ઊંડી તપાસ માટે એક સીએ એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને હાયર કરવામાં આવ્યા છે. આ સીએ દ્વારા અત્યારે કંપનીના તમામ રેકોર્ડની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે, જેથી આગામી એક અઠવાડિયા કે દસ દિવસની અંદર આ કૌભાંડ અંગેની વધુ ચોંકાવનારી માહિતી સામે આવશે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલમાં મધ્યરાત્રિએ કમોસમી વરસાદ:ગોધરા સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો, ખેડૂતો ચિંતિત
    Next Article
    Vaibhav Sooryavanshi Sent 'Test Cricket' Message By Dale Steyn: "No Bigger Advertisement"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment