Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આર્થિક ભીંસથી કંટાળી ફરસાણના ધંધાર્થીનો ઝેર પી આપઘાત:'કોઈનો વાંક નથી, મારી મરજીથી જાવ છું, પરિવારને હેરાન ન કરતા' સ્યુસાઈડ નોટ લખી

    9 hours ago

    રાજકોટ શહેરમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. શહેરના સંત કબીર રોડ પર આવેલી ભગીરથ સોસાયટીમાં રહેતા ફરસાણના ધંધાર્થીએ દેવામાં ડૂબી જતા ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પોલીસ તપાસ દરમિયાન એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી જેમાં 'કોઈનો વાંક નથી, મારી મરજીથી જાવ છું, પરિવારને હેરાન ન કરતા' લખ્યું હોવાથી પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં શોકનો માહોલ રાજકોટ શહેરના સંત કબીર રોડ ઉપર આવેલી ભગીરથ સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ જીવરાજભાઈ કારેણા (ઉ.વ.36) નામનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે સાંજના 7.30 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકની ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગર નીવડે તે પહેલા જ યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. તપાસ દરમિયાન એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી આ બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસ સ્ટાફ હોસ્પિટલ પહોંચી મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક ભાવેશભાઈ બે ભાઈ ત્રણ બહેનમાં નાનો હતો અને તેને સંતાનમાં એક પુત્ર છે. મૃતક ભાવેશભાઈ ફરસાણનો ધંધો કરતા હતા. પોલીસ તપાસ દરમિયાન એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી જેમાં દેવું વધી જતાં આત્મઘાતી પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલ પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢમાં એક મહિનામાં ફરી એકને કચડતા લોકોએ ડમ્પર સળગાવ્યું:વંથલીમાં બેફામ વાહને મહિલાનો ભોગ લીધો, સ્થાનિકોનો પોલીસે ચાલકને ભગાડવા અને નેતાઓ પર હપ્તાખોરીના આક્ષેપ
    Next Article
    ટ્રાફિક પોલીસની NH-48, એક્સપ્રેસ વે પર અકસ્માતો ઘટાડવા વિશેષ ઝુંબેશ:ગેરકાયદે પાર્કિંગ બદલ રૂ.71,000નો દંડ વસૂલ્યો, રેડિયમ પટ્ટી લગાવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment