Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રાફિક પોલીસની NH-48, એક્સપ્રેસ વે પર અકસ્માતો ઘટાડવા વિશેષ ઝુંબેશ:ગેરકાયદે પાર્કિંગ બદલ રૂ.71,000નો દંડ વસૂલ્યો, રેડિયમ પટ્ટી લગાવાઈ

    10 hours ago

    નવસારી જિલ્લા ટ્રાફિક પોલીસે નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે પર અકસ્માતો ઘટાડવા વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય વાહનચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને ટ્રાફિક અવરોધ દૂર કરવાનો છે. આ ઝુંબેશ અંતર્ગત, NH-48 પર બોરિયાચ ટોલનાકા અને એક્સપ્રેસ વે પર ખારેલ ટોલનાકા આસપાસ સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે નો-પાર્કિંગ ઝોનમાં ઊભેલા વાહનોને હટાવ્યા હતા. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો પાસેથી કુલ રૂ. 71,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો. રાત્રિના સમયે અકસ્માતો અટકાવવા માટે ટ્રાફિક પોલીસે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. હાઈવે પર ઊભેલા અને પસાર થતા વાહનો પર રેડિયમ પટ્ટીઓ (રિફ્લેક્ટર્સ) લગાવવામાં આવી હતી. આનાથી રાત્રિના અંધારામાં વાહનો સ્પષ્ટ દેખાઈ શકે અને પાછળથી આવતા વાહનો અથડાતા અટકાવી શકાય. દંડ વસૂલવા ઉપરાંત, પોલીસે વાહનચાલકોને ટ્રાફિક નિયમો અંગે જાગૃત કરવા કાઉન્સેલિંગ પણ કર્યું હતું. ખાસ કરીને ટ્રક ચાલકોને નિર્ધારિત લેનમાં વાહન ચલાવવા, ગેરકાયદેસર પાર્કિંગ ટાળવા અને રાત્રિના સમયે ઇન્ડિકેટર તથા પાર્કિંગ લાઇટ ચાલુ રાખવા જેવા નિયમો સમજાવવામાં આવ્યા હતા. આ કાર્યવાહીથી હાઈવે પર ગેરકાયદેસર પાર્કિંગ કરતા વાહનચાલકોમાં નિયમપાલન પ્રત્યે ગંભીરતા આવી છે.
    Click here to Read More
    Previous Article
    આર્થિક ભીંસથી કંટાળી ફરસાણના ધંધાર્થીનો ઝેર પી આપઘાત:'કોઈનો વાંક નથી, મારી મરજીથી જાવ છું, પરિવારને હેરાન ન કરતા' સ્યુસાઈડ નોટ લખી
    Next Article
    મોરબી મેયરની ઓચિંતી મુલાકાતથી તંત્રમાં દોડધામ:પાલિકા કચેરી અને સિવિલ હોસ્પિટલની કામગીરીનું નિરીક્ષણ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment