Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં ફરી રહસ્યમય માનવ કંકાલ મળતા ખળભળાટ:ગવરીદળની સીમમાંથી હાડકા અને ખોપડી મળ્યા, દિલ્હીની સ્કૂલનું ટી-શર્ટ પહેરેલું હતું

    9 hours ago

    રાજકોટના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોરબી રોડ પર હાઇવે પર ગવરીદળ ગામની સીમમાંથી વેરવિખેર હાલતમાં એક ભેદી અને રહસ્યમય માનવ કંકાલ તેમજ અસ્થિઓ મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ખેતર નજીક અસ્થિઓ પડ્યા હોવાની જાણ સ્થાનિક લોકો દ્વારા ગામના સરપંચને કરવામાં આવી હતી. તેણે તુરંત કુવાડવા પોલીસને આ અંગે માહિતગાર કર્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ત્રણ મહિના અગાઉ પણ અહીથી માનવકંકાલ મળ્યું હતું સ્થળનું નિરીક્ષણ કરી અલગ-અલગ ટુકડાઓમાં વહેંચાયેલા આ અસ્થિ-કંકાલનો કબજો મેળવી ફોરેન્સિક પોસમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 3 મહિના અગાઉ પણ માલિયાસણ નજીકથી માનવ કંકાલ મળી આવ્યું હતું જે બાદ ફરી કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બીજું માનવ કંકાલ મળી આવતા દોડધામ મચી જવા પામી છે. પોલીસને કંકાલ પાસેથી દિલ્હીની સ્કૂલનું ટી-શર્ટ મળ્યું હતું રાજકોટ શહેર કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં એક જાણવા જોગ દાખલ કરવામાં આવી છે જેમાં જાહેરાત આપનાર મનિષભાઇ રણછોડભાઇ અજાણી કે જે ગવરીદળ ગામના સરપંચ છે તેમને આજ રોજ 11 વાગ્યા આસપાસ ગવરીદળ ગામ કાળિધાર વાળા રોડ ઉપર વિરજીભાઇ ભાંભરની વાડીની બાજુમાં ખરાબાની જગ્યામાં માનવ કંકાલ જેવા લાગતા હાડકા તથા ખોપડીના ભાગ જોવામાં આવે છે. પોલીસ જગ્યાએ પહોંચી તપાસ કરતા માનવ ખોપડી તથા હાડકા તેમજ કપડા મળ્યા જેમા લીલા કલરનું ટી-શર્ટ મળી આવ્યું છે તેમાં અગ્રેજીમાં LAXMI PUBLIC SCHOOL EAST GOKAL DELHI 110094 તથા INDIRA HOUSE લખેલ હતું. પોલીસે કંકાલ ફોરેન્સિક પીએમ અર્થે મોકલી સબંધિત લોકોને કુવાડવા પોલીસનો સંપર્ક કરવા જાણ કરવામાં આવી છે. FSL રિપોર્ટ આવ્યા બાદ આગળ કાર્યવાહી હાથ ધરાશે FSL અને વૈજ્ઞાનિક તપાસ દ્વારા આ અસ્થિઓ સ્ત્રીના છે કે પુરુષના, અને તેના પર કોઈ તીક્ષ્ણ હથિયારના કે ઈજાના નિશાન છે કે નહીં તે સહિતની તમામ સચોટ વિગતો મેળવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. ફોરેન્સિક લેબોરેટરીનો સત્તાવાર પ્રાથમિક રિપોર્ટ આવ્યા બાદ જ આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ રહસ્યમય ઘટનાને કારણે ગવરીદળ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ચર્ચાઓ અને આશંકાઓ વહેતી થઈ છે. ઉલ્લેખનીય છે કે કુવાડવા પોલીસની હદમાં આ પ્રકારની આ બીજી ઘટના સામે આવી છે. આ અગાઉ 3 મહિના પહેલા, એટલે કે 20મી ફેબ્રુઆરીના રોજ માલિયાસણ ગામ પાસે આવેલા આઇઓસી ગેસ પ્લાન્ટની પાછળના મેદાનમાંથી પણ આવું જ એક અજાણ્યું માનવ કંકાલ મળી આવ્યું હતું. તે સમયે તત્કાલીન પીઆઈ બી. પી. રઝીયા, ક્રાઈમ બ્રાંચ અને એફએસએલની ટીમોએ તપાસ હાથ ધરી હતી, જેમાં તે કંકાલ પુરુષનું હોવાનું ખૂલ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    બોટાદ ટ્રાફિક પોલીસનો હેલ્મેટ જાગૃત્તિનો નવો પ્રયોગ કર્યો:જ્યોતિગ્રામ સર્કલ ખાતે વાહનચાલકોને દંડને બદલે પોસ્ટરો વંચાવ્યા, હેલ્મેટના ફાયદા- ન પહેરવાના નુકસાનથી જાગૃત કરાયા
    Next Article
    શહેરમાં ગેરકાયદે હોર્ડિંગ્સ સામે મનપાની લાલ આંખ:તમામ ઝોનમાંથી 6,038 બિનઅધિકૃત જાહેરાતના માધ્યમો-બોર્ડ દૂર કરાયા, 24 સામે પોલીસ ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment