Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ ટ્રાફિક પોલીસનો હેલ્મેટ જાગૃત્તિનો નવો પ્રયોગ કર્યો:જ્યોતિગ્રામ સર્કલ ખાતે વાહનચાલકોને દંડને બદલે પોસ્ટરો વંચાવ્યા, હેલ્મેટના ફાયદા- ન પહેરવાના નુકસાનથી જાગૃત કરાયા

    8 hours ago

    બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસે માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ લાવવા માટે એક નવતર પ્રયોગ કર્યો છે. શહેરના જ્યોતિગ્રામ સર્કલ ખાતે હેલ્મેટ વગર વાહન ચલાવતા ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવાને બદલે તેમને કાયદા અને સુરક્ષાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત, ટ્રાફિક પોલીસે હેલ્મેટ પહેરવાના ફાયદા અને ન પહેરવાના ગેરફાયદા દર્શાવતા માહિતીસભર પોસ્ટરો તૈયાર કર્યા હતા. હેલ્મેટ વગર ઝડપાયેલા વાહનચાલકોને દંડ ફટકારવાને બદલે આ પોસ્ટરોનું વાચન કરાવી માર્ગ સુરક્ષાના નિયમોની જાણકારી આપવામાં આવી હતી. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વાહનચાલકોને માત્ર કાયદાના ભયથી નહીં, પરંતુ પોતાની અને તેમના પરિવારની સુરક્ષા માટે હેલ્મેટના મહત્વને સમજાવવાનો હતો. આનાથી લોકોમાં સ્વૈચ્છિક રીતે નિયમોનું પાલન કરવાની ભાવના જાગૃત થાય. બોટાદ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ એ. એમ. રાવલે તમામ દ્વિચક્રી વાહનચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા અને માર્ગ સુરક્ષાના નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે દંડ કરતાં સમજણ વધુ અસરકારક છે. ટ્રાફિક પોલીસની આ જાગૃતિમૂલક કામગીરીને વાહનચાલકો અને સ્થાનિક લોકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો છે. લોકોનું માનવું છે કે આવા પ્રયોગો દંડ કરતાં વધુ અસરકારક રીતે માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    સુપરહીરો દાદા એલિયન્સને ઊભી પૂંછડીયે ભગાવશે!:'ધ ગ્રેટ ગ્રાન્ડ સુપરહીરો'માં જેકી શ્રોફ અને બાળકોની ધમાચકડી; ખડખડાટ હાસ્ય અને ગંભીર મેસેજનો સંગમ
    Next Article
    રાજકોટમાં ફરી રહસ્યમય માનવ કંકાલ મળતા ખળભળાટ:ગવરીદળની સીમમાંથી હાડકા અને ખોપડી મળ્યા, દિલ્હીની સ્કૂલનું ટી-શર્ટ પહેરેલું હતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment