Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરમાં ગેરકાયદે હોર્ડિંગ્સ સામે મનપાની લાલ આંખ:તમામ ઝોનમાંથી 6,038 બિનઅધિકૃત જાહેરાતના માધ્યમો-બોર્ડ દૂર કરાયા, 24 સામે પોલીસ ફરિયાદ

    10 hours ago

    સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેર રસ્તાઓ, સરકારી જમીનો અને પાલિકાની મિલ્કતો પર વિવિધ સંસ્થાઓ, એજન્સીઓ તથા ખાનગી વ્યક્તિઓ દ્વારા મનસ્વી રીતે લગાડી દેવામાં આવતા બિનઅધિકૃત જાહેરાતના માધ્યમો સામે તંત્રએ યુદ્ધના ધોરણે ઝુંબેશ શરૂ કરી છે. સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર એમ. નાગરાજન સીધા માર્ગદર્શન અને નિયમિત મોનીટરીંગ હેઠળ શહેરના તમામ ઝોન વિસ્તારોમાં સામૂહિક સફાયો બોલાવવામાં આવ્યો છે. આ વિશેષ ડ્રાઇવ અંતર્ગત અત્યાર સુધીમાં 6,038 ગેરકાયદે જાહેરાતના માધ્યમો અને બોર્ડ દૂર કરી અથવા જપ્ત કરી લેવામાં આવ્યા છે, જ્યારે નિયમભંગ કરનારાઓ સામે 24 જેટલી પોલીસ ફરિયાદો પણ દાખલ કરવામાં આવી છે. મંજૂરી કે નિયત ફી ભર્યા વિના બોર્ડ લગાવી દીધા હતા મળતી માહિતી અનુસાર, સુરત મહાનગરપાલિકાના તમામ ઝોન વિસ્તારના જાહેર રસ્તાઓ કે સરકારી મિલ્કતો પર જાહેરાત પ્રદર્શિત કરવાના કે તેના માધ્યમો (જેવા કે હોર્ડિંગ્સ, કિયોસ્ક, બેનરો) ઊભા કરવાના કાનૂની હક્કો સંબંધિત ઝોન કચેરી દ્વારા જ નિયમોનુસાર ફાળવવામાં આવતા હોય છે. આમ છતાં, ઘણી એજન્સીઓ અને સ્થાનિક તત્વો પાલિકાની પૂર્વ મંજૂરી લીધા વિના કે નિયત ફી ભર્યા વિના મનસ્વી રીતે ગેરકાયદે બોર્ડ લગાવી દેતા હોય છે. સ્વચ્છ સુરત અભિયાનની છબી પર વિપરીત અસર થતી હતી આ બિનઅધિકૃત પ્રવૃત્તિના કારણે સુરત મહાનગરપાલિકાને દર વર્ષે લાખો રૂપિયાનું આર્થિક નુકસાન ભોગવવું પડતું હતું. તદુપરાંત, આડેધડ લગાડવામાં આવેલા આ જાહેરાતના સાધનો મુખ્ય માર્ગો પર ટ્રાફિકને ભારે અડચણરૂપ સાબિત થતા હતા. વાહનચાલકોનું ધ્યાન ભટકવાને કારણે ગંભીર અકસ્માતો થવાની શક્યતા પણ સતત રહેતી હતી.આ ઉપરાંત, શહેરને વૈશ્વિક સ્તરે મોખરાનું સ્થાન અપાવવા માટે ચાલી રહેલા સલામત અને સ્વચ્છ સુરત અભિયાનની છબીને પણ આવા કદરૂપા ગેરકાયદેસર હોર્ડિંગ્સથી વિપરીત અસર પહોંચતી હતી. આ તમામ બાબતોને ગંભીરતાથી લઈને કમિશ્નર દ્વારા કડક હાથે કામ લેવાના આદેશો જારી કરાયા હતા. સૌથી વધુ ગેરકાયદે બોર્ડ વરાછા, અઠવામાંથી હટાવાયા મહાનગરપાલિકાની ઝોનલ ટીમો દ્વારા જાહેર રસ્તાઓ પર ઊભા કરાયેલા લોખંડના માળખા, હોર્ડિંગ્સ, દિવાલો અને લાઈટપોલ પર લગાડેલા બોર્ડ તેમજ યાંત્રિક કે બિનયાંત્રિક વાહનો (મોબાઈલ એડવર્ટાઈઝિંગ વેન વગેરે) મારફતે થતી બિનઅધિકૃત જાહેરાતોને પણ ઝુંબેશ સ્વરૂપે ટાર્ગેટ કરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી દરમિયાન અંદાજે 21,717 ચોરસ ફૂટ જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલા જાહેરાતના માધ્યમોને કાયમી ધોરણે હટાવી દેવામાં આવ્યા છે અથવા તો જપ્ત કરી લેવાયા છે.પાલિકાના તમામ નવ ઝોનની ટીમોએ એકસાથે આ આક્રમક કામગીરી હાથ ધરી હતી, જેમાં સૌથી વધુ ગેરકાયદેસર બોર્ડ ઈસ્ટ ઝોન-એ (વરાછા-1) અને સાઉથ વેસ્ટ ઝોન (અઠવા) વિસ્તારમાંથી ઝડપાયા છે. તમામ ઝોનની વિગતો 51,500નો દંડ વસૂલ કરવામાં આવ્યો તમામ ઝોનનો મેળવીને કુલ આંકડો 6,038 પર પહોંચ્યો છે, જે દર્શાવે છે કે પાલિકા આ મુદ્દે કોઈ પણ પ્રકારની શિથિલતા ચલાવી લેવાના મૂડમાં નથી. માત્ર ગેરકાયદેસર માળખાઓ દૂર કરીને પાલિકા અટકી નથી, પરંતુ નિયમભંગ કરનારા તત્વોની આર્થિક કમર તોડવા માટે શિક્ષાત્મક કાર્યવાહી પણ તેજ કરવામાં આવી છે.આ ઝુંબેશ દરમિયાન અત્યાર સુધીમાં તંત્ર દ્વારા બિનઅધિકૃત જાહેરાત કરનારાઓ પાસેથી કુલ રૂ. 51,500ની રોકડ પેનલ્ટી (દંડ) વસૂલ કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં 24 પોલીસ ફરિયાદ કરવામાં આવી સૌથી મહત્વની બાબત એ છે કે, વારંવાર સૂચના આપવા છતાં જાહેર જમીનો કે પાલિકાની મિલ્કતો પર દબાણ ઊભું કરનારા અને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડનારા અસામાજિક કે વ્યાપારી તત્વો સામે દાખલારૂપ કાનૂની પગલાં ભરવામાં આવ્યા છે. પાલિકાની મિલકતોને નુકસાન પહોંચાડવા અને જાહેર જનતાની સલામતી જોખમમાં મૂકવા બદલ શહેરમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં આજદિન સુધીમાં કુલ 24 જેટલી ફરિયાદો નોંધાવવામાં આવી છે. પોલીસ ફરિયાદની આ કાર્યવાહીથી બિનઅધિકૃત એજન્સીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સુરત મહાનગરપાલિકાના વહીવટી વડા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ કોઈ એક-બે દિવસીય પ્રક્રિયા નથી. કમિશ્નર પોતે આ સમગ્ર ઝુંબેશનું સીધું મોનીટરીંગ કરી રહ્યા છે અને દરરોજ ઝોન વાઇઝ રીપોર્ટ મેળવી રહ્યા છે. આગામી દિવસોમાં પણ જાહેર રસ્તાઓ, ફૂટપાથો, મધ્યસ્થ વિભાજકો (ડિવાઈડર્સ) અને સરકારી જમીનોને બિનઅધિકૃત દબાણો અને કદરૂપી જાહેરાતોથી મુક્ત રાખવા માટે આ કડક અને સઘન કામગીરી અવિરતપણે ચાલુ રાખવામાં આવશે. શહેરીજનો અને વ્યાપારી સંસ્થાઓને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ માત્ર સત્તાવાર મંજૂરી મેળવીને જ નિયત સ્થળોએ જાહેરાતો પ્રદર્શિત કરે, અન્યથા ભારે દંડ અને ફોજદારી કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં ફરી રહસ્યમય માનવ કંકાલ મળતા ખળભળાટ:ગવરીદળની સીમમાંથી હાડકા અને ખોપડી મળ્યા, દિલ્હીની સ્કૂલનું ટી-શર્ટ પહેરેલું હતું
    Next Article
    Dhirendra Krishna Shastri | ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમન પહેલા પડકાર પર પડકાર | Rajkot | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment