Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘ઝીરો પેન્શન’ કર્મચારીઓની વિગતો મંગાવી:રાજ્ય સરકારે શરૂ કરી ખાસ કવાયત, નિવૃત્તિ બાદ કોઈપણ પ્રકારનું પેન્શન ન મળતા કર્મચારીઓનો ડેટા એકત્ર થશે

    11 hours ago

    રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં સેવા આપ્યા બાદ નિવૃત્ત થયેલા પરંતુ કોઈપણ પ્રકારનું પેન્શન ન મળતા કર્મચારીઓની વિગતો એકત્ર કરવા પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામક કચેરીએ રાજ્યવ્યાપી કવાયત હાથ ધરી છે. આ અંગે પરિપત્ર જાહેર કરીને તમામ વિભાગો, કચેરીઓ અને સંસ્થાઓને જરૂરી માહિતી મોકલવા સૂચના આપવામાં આવી છે. ‘ઝીરો પેન્શન’ ધરાવતા કર્મચારીઓની માહિતી એકત્ર કરવાનો નિર્ણય લીધો પરિપત્ર મુજબ, ગુજરાત મુલકી સેવા (પેન્શન) નિયમો-2002 હેઠળ નિવૃત્ત કર્મચારીઓને પેન્શન મળવાપાત્ર હોય છે. જોકે, કેટલાક કિસ્સાઓમાં અધિકારી કર્મચારીઓને વય નિવૃતિ સુધી વહીવટી કારણોસર, કોર્ટે કેસ, ખાતાકીય તપાસના કારણોસર નિયમિત પેન્શન મંજૂર થઈ શક્યું ના હોય તો ગુજરાત મુલકી સેવા (પેન્શન) નિયમો 2002 ના નિયમ 142 મુજબ કામચલાઉ પેન્શન મંજૂર કરવાની જે-તે કચેરીની જવાબદારી હોય છે છતાં પેન્શન મંજૂર ન થયું હોય તેવી સ્થિતિમાં ‘ઝીરો પેન્શન’ ધરાવતા કર્મચારીઓની વાસ્તવિક સંખ્યા અને પરિસ્થિતિ જાણવા માટે રાજ્ય સરકાર દ્વારા માહિતી એકત્ર કરવાનો નિર્ણય લેવાયો છે. કર્મચારીઓની માહિતી ગૂગલ ફોર્મ અને QR કોડ મારફતે મોકલવામાં આવે પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ વિભાગે ખાસ કરીને એવા કર્મચારીઓની વિગતો માંગાવી છે, જેમને નિવૃત્તિ બાદ કોઈપણ પ્રકારનું પેન્શન મળતું નથી. આમાં હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓ, અખિલ ભારતીય સેવાના અધિકારીઓ, સબઓર્ડિનેટ જ્યુડિશિયરીના ન્યાયિક અધિકારીઓ અને કાયદા અધિકારીઓ, રાજ્યપત્રિત તથા બિન-રાજ્યપત્રિત કર્મચારીઓ, વર્કચાર્જ્ડ કર્મચારીઓ, જિલ્લા પંચાયત કર્મચારીઓ અને પંચાયતના પ્રાથમિક શિક્ષકો, રોજમદાર કર્મચારીઓ, ગ્રાન્ટ-ઇન-એડ સંસ્થાના શિક્ષણ અને બિનશિક્ષણ કર્મચારીઓ, એબ્સોર્બ્ડ પેન્શનધારકો તેમજ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શિક્ષકોના સેવા ગાળાના પેન્શન સંબંધિત વર્ગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિભાગે તમામ વડા કચેરીઓ અને વિભાગીય અધિકારીઓને સૂચના આપી છે કે, તેમના તાબા હેઠળના ‘ઝીરો પેન્શન’ ધરાવતા કર્મચારીઓની માહિતી નિર્ધારિત ગૂગલ ફોર્મ અને ક્યૂઆર કોડ મારફતે મોકલવામાં આવે. આ અભિયાનનો હેતુ પેન્શનથી વંચિત રહેલા કર્મચારીઓની સ્થિતિનું મૂલ્યાંકન કરીને ભવિષ્યમાં જરૂરી નીતિગત નિર્ણય માટે આધારભૂત માહિતી મેળવવાનો હોવાનું જણાવાયું છે. રાજ્ય સરકારના આ પગલાને નિવૃત્ત કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે, કારણ કે પ્રથમ વખત રાજ્યવ્યાપી સ્તરે પેન્શનથી વંચિત રહેલા વિવિધ વર્ગોના કર્મચારીઓની માહિતી એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    દાહોદમાં 1.46 કરોડની લૂંટનો કેસ ઉકેલાયો:પોલીસે 4 આરોપી ઝડપીને 1.35 કરોડ રિકવર કર્યા; અન્ય 4 ફરાર
    Next Article
    વૃદ્ધાનો કાન કાપી સોનાના દાગીના લૂંટનાર ગેંગના સાગરીતો ઝડપાયા:સોની વેપારીને છેતરી 27,000 રૂપિયામાં વેચી દીધી લૂંટની બુટ્ટી, વૃદ્ધાને કાનમાં આવ્યા હતા 7 ટાંકા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment