Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૃદ્ધાનો કાન કાપી સોનાના દાગીના લૂંટનાર ગેંગના સાગરીતો ઝડપાયા:સોની વેપારીને છેતરી 27,000 રૂપિયામાં વેચી દીધી લૂંટની બુટ્ટી, વૃદ્ધાને કાનમાં આવ્યા હતા 7 ટાંકા

    10 hours ago

    સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચોક્કસ ગેંગ અને ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વો નિર્દોષ નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે. ખાસ કરીને હાઇવે અને આઉટર વિસ્તારોમાં સક્રિય એવી 'મિયાણી ગેંગ' અને તેના સાગરીતોની મોડસ ઓપરેન્ડી અત્યંત ક્રૂર જોવા મળી છે. આ ગેંગના સભ્યો રિક્ષા અથવા અન્ય વાહનો દ્વારા જનતાને, ખાસ કરીને એકલવાઈ મહિલાઓ અને વયોવૃદ્ધને લિફ્ટ આપવાના બહાને બેસાડે છે.ત્યારબાદ અવાવરૂ જગ્યાએ લઈ જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી લૂંટ ચલાવે છે.તાજેતરમાં વેલંજા વિસ્તારમાં વૃદ્ધા સાથે બનેલી કાન કાપી લેવાની ઘટનામાં પણ આ જ ગેંગની ક્રૂરતા સામે આવી છે.જેમાં સુરત શહેર ક્રાઈમ બ્રાંચે આરોપીઓને દબોચી લીધા છે. બળજબરીથી બુટ્ટી આંચકી લેતા વૃદ્ધાનો કાન કપાઈ ગયો આ ચકચારી ઘટના 26 મે,2026ના રોજ સવારના આશરે 10:30 વાગ્યાની આસપાસ બની હતી. વેલંજાથી કેટેલાઇઝર સ્કૂલ તરફ જતા રસ્તા પર એક અજાણ્યા રિક્ષા ચાલકે તેની રિક્ષામાં બેઠેલા વયોવૃદ્ધ મહિલાને અચાનક ઉતરી જવા કહ્યું હતું.એટલું જ નહીં, આરોપીએ વૃદ્ધાને જાનથી મારી નાખવાની ધમકી આપી અને કાનમાં પહેરેલી સોનાની બુટ્ટી માંગી હતી. ગભરાઈ ગયેલા વૃદ્ધા રિક્ષામાંથી ઉતરીને ચાલવા લાગ્યા ત્યારે રિક્ષા ચાલકે પાછળથી આવીને ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી. તેણે વૃદ્ધાના ડાબા કાનમાંથી 3 ગ્રામ વજનની અને રૂપિયા 15,000 ની કિંમતની સોનાની બુટ્ટી બળપૂર્વક આંચકી લીધી હતી. આ ઝાટકાને કારણે વૃદ્ધાનો કાન કપાઈ ગયો હતો અને લોહીલુહાણ હાલતમાં આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ મામલે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાંચનો એક્શન પ્લાન અને ટેકનિકલ સર્વેલન્સ ભોગ બનનાર વૃદ્ધાના કાનના ભાગે એટલી ગંભીર ઈજા થઈ હતી કે તેમને હોસ્પિટલમાં સારવાર દરમિયાન 7 જેટલા ટાંકા લેવા પડ્યા હતા. આ ઘટનાની ગંભીરતા જોઈને સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ક્રાઇમ બ્રાંચને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા.પોલીસ ઈન્સ્પેક્ટર ક્રાઇમ બ્રાંચ ઝોન-02ની ટીમે અલગ-અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.આધુનિક ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જાણવા મળ્યું કે આરોપીઓ સુરત છોડીને સૌરાષ્ટ્ર તરફ ભાગી ગયા છે.ચોક્કસ લોકેશન મળતા જ ક્રાઇમ બ્રાંચની ટીમે સુરેન્દ્રનગરના સાયલા અને માળિયા ખાતે દરોડા પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ અને તેમની ગુનાહિત પ્રોફાઇલ પોલીસે આ ગુનામાં સંડોવાયેલા બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે.રૂતીક કાવીઠીયા (ઉંમર 26), રહેવાસી. મફતીયાપરા-1, તા. ચોટીલા(આરોપી સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના કોરડા ગામથી ઝડપાયો હતો) અને કાજલ શર્મા (ઉંમર વર્ષ 27) જે માળિયા (મિયાણા) ખાતેથી ઝડપાઈ હતી. આરોપી રૂતીક કાવીઠીયાનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે, જેમાં તેની સામે અગાઉ ચોટીલા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023 માં પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)બી, 85 મુજબનો ગુનો અને અમરોલી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2018 માં આઇ.પી.સી. કલમ 283 મુજબનો ગુનો નોંધાઇ ચૂક્યો છે. આરોપીઓની કબૂલાત, ચોરીના દાગીના 27,000માં વેચ્યા ધરપકડ બાદ આરોપી રૂતીક કાવીઠીયાએ પોલીસ પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેણે જણાવ્યું કે તેની પાસે રૂપિયા ન હોવાથી તે કામધંધો કરવા માટે કાજલબેન સાથે ઓટો રિક્ષા લઈને ચોટીલાથી સુરત આવ્યો હતો. સુરતમાં ભાડાની રૂમ ન મળતાં તેઓ અલગ-અલગ વિસ્તારમાં ખુલ્લામાં રહેતા હતા. તેઓ કામરેજ અને કઠોર વિસ્તારમાં રિક્ષા ચલાવતા હતા. 26 મેના સવારે વેલંજાથી આ વૃદ્ધાને રિક્ષામાં બેસાડી થોડે આગળ ગયા બાદ લૂંટનો પ્લાન બનાવ્યો હતો. લૂંટ કર્યા પછી તેઓ નાના વરાછા ઢાળ પાસે આવેલી ભીડભંજન સોસાયટીમાં એક સોનીની દુકાને ગયા હતા. ત્યાં સોનીને એવું જૂઠું કીધું કે "આ બુટ્ટી મારા દાદીમાની છે અને અમો બંને ભાઈઓના ભાગે એક-એક આવી છે, અમને રૂપિયાની જરૂર છે." તેમ કહી આ બુટ્ટી રૂપિયા 27,000 માં વેચી દીધી હતી. ત્યારબાદ તેઓ ચોટીલા થઈને કોરડા ગામે માતાજીના મઢે છુપાયા હતા જેમાંથી ઝડપાઈ ગયા. લૂંટનો માલ ખરીદનાર સામે કાર્યવાહી થઈ શકે સુરત ક્રાઇમ બ્રાંચે બંને આરોપીઓની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેમને ઉત્રાણ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ ગુના સંદર્ભે ઉત્રાણ પોલીસ સ્ટેશન ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. લૂંટનો માલ ખરીદનાર સોની વેપારી સામે પણ કાયદેસરના પગલાં લેવાય તેવી પૂરી શક્યતા છે. ક્રાઇમ બ્રાંચની આ ત્વરિત કામગીરીથી સુરતની જનતાએ રાહતનો શ્વાસ લીધો છે.
    Click here to Read More
    Previous Article
    ‘ઝીરો પેન્શન’ કર્મચારીઓની વિગતો મંગાવી:રાજ્ય સરકારે શરૂ કરી ખાસ કવાયત, નિવૃત્તિ બાદ કોઈપણ પ્રકારનું પેન્શન ન મળતા કર્મચારીઓનો ડેટા એકત્ર થશે
    Next Article
    સિવિલમાં 3.60 કરોડના ખર્ચે બનશે અત્યાધુનિક PM સેન્ટર:હવે અહીં જ 'પોસ્ટમોર્ટમ એક્સ-રે'ની વિશેષ સુવિધા શરૂ કરાશે, PGના વિદ્યાર્થીઓને રિસર્ચમાં મોટી મદદ મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment