Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિવિલમાં 3.60 કરોડના ખર્ચે બનશે અત્યાધુનિક PM સેન્ટર:હવે અહીં જ 'પોસ્ટમોર્ટમ એક્સ-રે'ની વિશેષ સુવિધા શરૂ કરાશે, PGના વિદ્યાર્થીઓને રિસર્ચમાં મોટી મદદ મળશે

    9 hours ago

    સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં દક્ષિણ ગુજરાતના ફોરેન્સિક અને તબીબી ક્ષેત્રે ક્રાંતિકારી બદલાવ આવવા જઈ રહ્યો છે. હોસ્પિટલ ખાતે હવે નેશનલ મેડિકલ કમિશન (NMC) અને આંતરરાષ્ટ્રીય મેડિકલ નોમ્સ મુજબનું અદ્યતન હાઈટેક પોસ્ટમોર્ટમ સેન્ટર આકાર લેશે. તબીબી તપાસ અને શૈક્ષણિક પ્રક્રિયાને વધુ વેગવંતી તેમજ સચોટ બનાવવા માટે હોસ્પિટલ પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કિડની બિલ્ડિંગ ગેટ અને પાર્કિંગ નજીક અંદાજે 3.60 કરોડના માતબર ખર્ચે નિર્માણ પામનાર આ અદ્યતન સંકુલનું આજે મેડિકલ કોલેજના ડીન ડો. જયેશ બ્રહ્મભટ્ટ, ઈન્ચાર્જ તબીબી અધિક્ષક ડો. પારૂલ વડગામા, RMO ડો. કેતન નાયક અને આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ ઈકબાલ કડીવાલાના વરદ હસ્તે વિધિવત ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. આરોગ્ય મંત્રીના સપ્રાઈઝ ચેકિંગ બાદ પ્રોજેક્ટને મળી લીલી ઝંડી થોડા દિવસો પહેલાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ સિવિલ હોસ્પિટલની સપ્રાઈઝ વિઝીટ લીધી હતી. આ દરમિયાન તેમણે પીએમ રૂમની સુવિધાઓ વધારવા અને તેને મેડિકલ ગાઈડલાઈન્સ મુજબ હાઈટેક બનાવવાના કડક આદેશ આપ્યા હતા. મંત્રીની આ મુલાકાત બાદ વહીવટી તંત્ર સફાળું જાગ્યું હતું અને 3.60 કરોડના ખર્ચે આ નવું ભવન બનાવવાની મંજૂરી મેળવી કામગીરી શરૂ કરાઈ છે. આ નવું ભવન માત્ર સુરત જ નહીં, પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગુનાહિત અને જટિલ કેસોની તપાસમાં માઇલસ્ટોન સાબિત થશે. બહારથી આવતા ફોરેન્સિક એક્સપર્ટ્સ અને તબીબો માટે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવા અદ્યતન સંકુલને સંપૂર્ણપણે મેડિકલ ગાઈડલાઈન્સ અનુસાર ડિઝાઇન કરવામાં આવ્યું છે. જેમાં સુવિધા યુક્ત તબીબી રૂમ, હાઈટેક લેક્ચર હોલ તેમજ દેશ-વિદેશના ફોરેન્સિક એક્સપર્ટ્સ માટેની ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં ઘણી વખત જટિલ, હાઈ-પ્રોફાઈલ કે સંવેદનશીલ કેસોના પોસ્ટમોર્ટમ માટે રાજ્ય અને દેશના અન્ય ખૂણેથી પણ ટોચના ફોરેન્સિક એક્સપર્ટ્સ બોલાવવામાં આવતા હોય છે. આ નિષ્ણાતો માટે જૂની સિસ્ટમમાં બેસવા કે ચર્ચા કરવાની યોગ્ય જગ્યા નહોતી, પરંતુ આ નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમના માટે ખૂબ આશીર્વાદરૂપ સાબિત થશે. એકસાથે 250થી વધુ MBBS વિદ્યાર્થીઓ લાઈવ પીએમ પ્રક્રિયા નિહાળી શકશે આ નવું સેન્ટર માત્ર કાયદાકીય તપાસ પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ દક્ષિણ ગુજરાતના મેડિકલ શિક્ષણ માટે પણ મોટું હબ બનશે. નવા સેન્ટરમાં ખાસ એમ્ફીથિયેટર ટાઈપ સ્પેસ અથવા વિશાળ ગેલેરી બનાવવામાં આવશે, જ્યાં એકસાથે 250થી વધુ MBBS ના વિદ્યાર્થીઓ બેસીને લાઈવ પોસ્ટમોર્ટમ પ્રક્રિયા નિહાળી શકશે. આનાથી મેડિકલના વિદ્યાર્થીઓને થિયરીની સાથે ઉત્કૃષ્ટ પ્રેક્ટિકલ જ્ઞાન મેળવવામાં મોટી મદદ મળશે. નવા હાઈટેક સેન્ટરની 4 સૌથી મોટી વિશેષતાઓ મૃતદેહને બહાર મોકલવાની પળોજણનો અંત ઘણા સંવેદનશીલ કેસોમાં (જેમ કે શંકાસ્પદ મોત, ફાયરિંગ કે ગંભીર અકસ્માત) મૃતદેહના એક્સ-રે કરાવવા અત્યંત ફરજિયાત હોય છે. અત્યાર સુધી સિવિલમાં આવી કોઈ અલગ વ્યવસ્થા ન હોવાથી ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ સમસ્યાના કાયમી ઉકેલ રૂપે નવા સેન્ટરમાં જ ઇન-હાઉસ ‘પોસ્ટમોર્ટમ એક્સ-રે’ ની વિશેષ સુવિધા શરૂ કરવામાં આવશે. જેથી પીએમ ટેબલ પર જ તબીબો કાયદાકીય પુરાવાઓ એકત્રિત કરી શકશે અને તપાસ પ્રક્રિયા વધુ સચોટ બનશે. દુર્ઘટના સમયે આ વ્યવસ્થા આશીર્વાદરૂપ સાબિત થશે આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ સુરત નવી સિવિલ હોસ્પિટલ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સૌથી આધુનિક પોસ્ટમોર્ટમ અને એકસાથે 75 મૃતદેહ સંભાળની ક્ષમતા ધરાવતી પ્રથમ અને અગ્રણી સરકારી હોસ્પિટલ બની જશે. હોસ્પિટલ પ્રશાસનના જણાવ્યા મુજબ, આ નવી વ્યવસ્થા માત્ર સામાન્ય દિવસો પૂરતી મર્યાદિત નથી, પરંતુ ભવિષ્યમાં કોઈ મોટી ઔદ્યોગિક કે માર્ગ દુર્ઘટના, કુદરતી આપત્તિ અથવા સામૂહિક જાનહાનિ જેવી કટોકટીની સ્થિતિમાં જ્યારે એકસાથે મોટી સંખ્યામાં મૃતદેહો સિવિલ લાવવામાં આવે, ત્યારે પાયાની વ્યવસ્થા જાળવી રાખવામાં ખૂબ ઉપયોગી સાબિત થશે. અજાણ્યા મૃતદેહો DNA ટેસ્ટિંગ માટે 90 દિવસ સુધી સુરક્ષિત રખાશે નવા હાઈટેક સેન્ટરની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં મૃતદેહોને લાંબા સમય સુધી બગડ્યા વિના સુરક્ષિત રાખી શકાશે. આ માટે અહીં માઈનસ 6 ડિગ્રી (-6°C) સેલ્સિયસ તાપમાન ધરાવતી સ્પેશિયલ ડીપ-ફ્રીઝ કોલ્ડ સ્ટોરેજ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવશે. આ વ્યવસ્થા હેઠળ કોઈ પણ મૃતદેહને અંદાજે 90 દિવસ (3 મહિના) સુધી સુરક્ષિત રાખી શકાશે. સામાન્ય રીતે અજાણ્યા અને બિનવારસી મૃતદેહોના કિસ્સામાં ઓળખ વિધિ લાંબી ચાલે છે, અથવા કાયદાકીય તપાસ, ફોરેન્સિક પ્રક્રિયા અને ડીએનએ ટેસ્ટિંગના રિપોર્ટ આવવામાં ઘણો વિલંબ થતો હોય છે. તેવી કાનૂની ગૂંચવણોના સમયે આ માઈનસ ડિગ્રી તાપમાનવાળી સિસ્ટમ પોલીસ અને મેડિકલ ટીમ માટે અત્યંત આશીર્વાદરૂપ પૂરવાર થશે.
    Click here to Read More
    Previous Article
    વૃદ્ધાનો કાન કાપી સોનાના દાગીના લૂંટનાર ગેંગના સાગરીતો ઝડપાયા:સોની વેપારીને છેતરી 27,000 રૂપિયામાં વેચી દીધી લૂંટની બુટ્ટી, વૃદ્ધાને કાનમાં આવ્યા હતા 7 ટાંકા
    Next Article
    રોડ પર સપોર્ટ વગર ઊભેલો LED હોર્ડિંગ ગેટ ધરાશાયી! VIDEO:બાઈક સવારોના શ્વાસ અધ્ધર થયાં; બેનર લગાવનાર સ્કૂલ કે જામનગર મનપાની બેદરકારી 4ના જીવ લઈ લેત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment