Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોડ પર સપોર્ટ વગર ઊભેલો LED હોર્ડિંગ ગેટ ધરાશાયી! VIDEO:બાઈક સવારોના શ્વાસ અધ્ધર થયાં; બેનર લગાવનાર સ્કૂલ કે જામનગર મનપાની બેદરકારી 4ના જીવ લઈ લેત

    10 hours ago

    જામનગરમાં રોડ પર સપોર્ટ વગર ઊભો કરવામાં આવેલો એક વિશાળ લોખંડનો LED હોર્ડિંગ ગેટ અચાનક ધરાશાયી થયો હતો. આ દરમિયાન માર્ગ પરથી પસાર થઈ રહેલા બે બાઈક સવારોના શ્વાસ અધ્ધર થયા હતા. બેનર લગાવનારી સ્કૂલ કે જામનગર મનપાની બેદરકારી આજે 4 લોકોના જીવ લઈ લેત તેવી ચર્ચાએ હાલ જોર પકડ્યું છે. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં તમામે રાહતનો શ્વાસ લીધો છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં પણ કેદ થઈ છે. શું દેખાઈ રહ્યું છે એક મિનિટના CCTVમાં? આ ઘટનાના સામે આવેલા સીસીટીવી વીડિયોમાં જોઈ શકાય છે કે, જામનગરમાં રણજીતસાગર રોડ પર ભરચક ટ્રાફિક વચ્ચે રસ્તાની વચ્ચે લાગેલો 'બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ'નો વિશાળ એલ્યુમિનિયમ LED હોર્ડિંગ ગેટ અચાનક ધરાશાયી થયો હતો. બરાબર એ જ સેકન્ડે ત્યાંથી બે મોટરસાયકલ સવારો પસાર થઈ રહ્યા હતા. ગેટ નીચે પડતાં જ બન્ને બાઇક ચાલકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જો કે, સદનસીબે સેકન્ડોમાં તેઓ આ લોખંડના માળખાની લપેટમાં આવતા બચી ગયા હતા અને તેમનો આબાદ બચાવ થયો હતો. જો આ ગેટ બાઇક સવારો પર પડ્યો હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત. CCTV ફૂટેજે અનેક સવાલો ઉભા કર્યાં CCTV ધ્યાનથી જોતા એવું લાગી રહ્યું છે કે, હોડિંગ્સનું આ સ્ટ્રક્ચર કોઈપણ સપોર્ટ વગર ઉભુ કરી દેવામાં આવ્યું હતું. જે થોડી પવનની ગતિ થતાં જ ધરાશાયી થયું હતું. આ બાબતે એસ્ટેટ વિભાગના અધિકારીએ 'સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ'ની જવાબદારી જે તે સંબંધિત પક્ષની હોય તેમ કહી લુલો બચાવ કર્યો હતો. ત્યારે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે, સ્ટ્રક્ચર સર્ટિફિકેટ ચેક કર્યા વગર કેવી રીતે મંજૂરી મળી? ઊંડાણપૂર્વક તપાસ બાદ જ સમગ્ર હકિકિત સામે આવશે. હોર્ડિંગ લગાવવા માટે મંજૂરી લેવાઈ હતી આ મામલે દિવ્ય ભાસ્કર ડિજિટલે એસ્ટેટ વિભાગના અધિકારી કેતન કટેશીયા સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું કે, આ હોડિંગ લગાવવા માટે 01-04-2026 થી 31-05-2026 સુધી બે મહિના સુધીની મંજૂરી આપી હતી. ચાર્જ લઈને અને વસૂલાતની શરતોને આધીન આ મંજૂરી આપવામાં આવી હતી. જો કોઈ નિયમોનું ઉલ્લંઘન થયું હશે તો એ મુજબ તપાસ કરી અને જે જવાબદાર હશે એની સામે કાર્યવાહી કરવામાં આવશે. 'સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ'અંગે તપાસ થશે વધુમાં જણાવ્યું કે, બાંધકામની મજબૂતી અને તેની સલામતી માટે જરૂરી એવા 'સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ'અંગે તપાસ ચાલી રહી છે. શરતો મુજબ આ સર્ટિફિકેટ લેવાની જવાબદારી જે-તે સંબંધિત પક્ષની હતી, જે અંતર્ગત હાલ કાર્યવાહી પ્રગતિમાં છે. પ્રાથમિક દ્રષ્ટિએ દુર્ઘટનાનું ચોક્કસ કારણ શું હોઈ શકે તે અત્યારે કહી શકાય તેમ નથી. ટેકનિકલી બધી બાબતો ચકાસ્યા બાદ જ સાચું કારણ સામે આવશે. હાલમાં સ્ટ્રક્ચરની ડિઝાઈન, તેને મંજૂરી આપતી વખતે કઈ શરતો રાખવામાં આવી હતી અને તેમાં કઈ રીતે કામગીરી કરવાની સૂચના આપવામાં આવી હતી, તે તમામ પાસાઓની ટેકનિકલ તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસનો રિપોર્ટ આવ્યા બાદ જે કોઈ પણ જવાબદાર હશે તેની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે. ફાયર વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, પ્રાથમિક દ્રષ્ટિએ ભારે પવનના કારણે આ હોર્ડિંગ નીચે પડ્યું હોય તેવું લાગી રહ્યું છે. બાંધકામની ગુણવત્તા પણ ચકાસવી પડે. આ હોર્ડિંગનું મજબૂતાઈથી યોગ્ય બાંધકામ કરવામાં આવ્યું ન હતું. જો તેને યોગ્ય સપોર્ટ વગર એમજ રાખવામાં આવ્યું હોય, તો આવી ઘટના બનવાની પૂરી શક્યતા રહે છે. હોર્ડિંગના નીચેના ભાગમાં કદાચ નાના પૈડાં હોઈ શકે છે, જેના કારણે તેનું બેલેન્સ બગડ્યું હોવાની પણ આશંકા છે. રોડ પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો આ ઘટના ભાનુ પેટ્રોલિયમ સામે બની હતી. ગેટ પડવાને કારણે રોડ પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ કંટ્રોલ રૂમને થતાં જ ફાયર સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. તેમણે પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને રસ્તા પર પડેલા વિશાળ ગેટને કારણે સર્જાયેલા ટ્રાફિકને જોતાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી. હોર્ડિંગના ભાગોને કાપી રોડની બાજુમાં ખસેડવાની કામગીરી કરાઈ ફાયર સ્ટાફે કટરનો ઉપયોગ કરીને હોર્ડિંગના ભાગોને કાપીને સલામત રીતે રોડની બાજુમાં ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. તેમની સમયસરની અને સઘન કામગીરીને કારણે સમગ્ર રોડ પરથી અવરોધ દૂર થયો અને વાહનવ્યવહાર ફરીથી સામાન્ય બન્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી. જાહેર અને ખાનગી મિલકતને પણ નુકસાન થયું નથી. ફાયર ટીમે સફળતાપૂર્વક કામગીરી પૂર્ણ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    સિવિલમાં 3.60 કરોડના ખર્ચે બનશે અત્યાધુનિક PM સેન્ટર:હવે અહીં જ 'પોસ્ટમોર્ટમ એક્સ-રે'ની વિશેષ સુવિધા શરૂ કરાશે, PGના વિદ્યાર્થીઓને રિસર્ચમાં મોટી મદદ મળશે
    Next Article
    Ambalal Patel Rain Forecast | અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી મોટી આગાહી | Weather Updates | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment