Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદમાં 1.46 કરોડની લૂંટનો કેસ ઉકેલાયો:પોલીસે 4 આરોપી ઝડપીને 1.35 કરોડ રિકવર કર્યા; અન્ય 4 ફરાર

    12 hours ago

    દાહોદમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ સાથે થયેલી રૂ. 1.46 કરોડની લૂંટનો પોલીસે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો છે. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં ચાર આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી રૂ. 1.35 કરોડની રોકડ રકમ અને લૂંટમાં વપરાયેલ બાઇક જપ્ત કરી છે. અન્ય ચાર આરોપીઓ હજુ ફરાર છે. આ ઘટના ગત 26 મેના રોજ બપોરે 5 વાગ્યે દાહોદના અનાજ માર્કેટ યાર્ડ વિસ્તારમાં બની હતી. પટેલ બાબુલાલ કાંતિલાલ આંગડિયા પેઢીના કર્મચારીઓ રાજુ પટેલ અને નરેન્દ્ર સોલંકી ઓફિસથી રોકડ અને પાર્સલ લઈને જઈ રહ્યા હતા. તે સમયે બે મોટરસાયકલ પર આવેલા લૂંટારાઓએ તેમની મોપેડને આંતરીને દંડા વડે હુમલો કર્યો હતો. લૂંટારાઓ રૂ. 1.41 કરોડ રોકડા અને રૂ. 5 લાખના સોનાના દાગીના સહિત કુલ રૂ. 1.46 કરોડની મત્તા લૂંટીને ફરાર થઈ ગયા હતા. પોલીસને માહિતી મળી હતી કે લૂંટારાઓ પલ્સર બાઇક પર મંડાવાવ ધામરડા રોડ તરફ જઈ રહ્યા છે. પોલીસે તેમનો પીછો કરતા લૂંટારાઓએ પોલીસની ગાડી સાથે અકસ્માત સર્જ્યો હતો, જેમાં તેઓ પકડાઈ ગયા હતા. ઈજાગ્રસ્ત આરોપીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસની પકડમાં આવેલા આરોપીઓમાં અતુલ ભુરિયા, પરમેશ્વર પલાસ, ગોવિંદ મોહનિયા અને રેકી કરનાર અલ્પેશ પણદાનો સમાવેશ થાય છે. આ લૂંટમાં સામેલ અન્ય ચાર આરોપીઓ અંજુન અમલિયાર, અવચિલ પલાસ, જીગ્નેશ હઠીલા અને ધરમ પલાસ હજુ ફરાર છે, જેમને ઝડપી પાડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓએ કર્મચારીઓની હિલચાલ પર નજર રાખીને પૂર્વ આયોજિત કાવતરું ઘડી આ લૂંટને અંજામ આપ્યો હતો. પકડાયેલા આરોપીઓ પૈકી અતુલ ભુરિયા અને પરમેશ્વર પલાસ સામે અગાઉ પણ લૂંટ અને ચોરી જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
    Click here to Read More
    Previous Article
    નિવૃત્ત શિક્ષકે સફાઈકર્મીઓને ગરમીમાં શરબત પીવડાવ્યું:સુરેન્દ્રનગરમાં 50 થી વધુ કર્મચારીઓને વરિયાળી શરબતનું વિતરણ
    Next Article
    ‘ઝીરો પેન્શન’ કર્મચારીઓની વિગતો મંગાવી:રાજ્ય સરકારે શરૂ કરી ખાસ કવાયત, નિવૃત્તિ બાદ કોઈપણ પ્રકારનું પેન્શન ન મળતા કર્મચારીઓનો ડેટા એકત્ર થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment