Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડેરીના પાર્લરમાં ભીષણ આગ:મોતીબાગ ગેટ પાસે મધર ડેરીના પાર્લરમાં આગથી દોડધામ, મનપા ફાયર ફાઇટરોએ આગ પર કાબૂ મેળવ્યો

    9 hours ago

    જૂનાગઢ શહેરના વ્યસ્ત ગણાતા મોતીબાગ વિસ્તારમાં આજે એક આગનો બનાવ સામે આવ્યો છે. મોતીબાગ ગેટ નંબર 2 પાસે આવેલા મધર ડેરી મિલ્ક પાર્લરની કેબિનમાં અચાનક જ કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. દૂધ વિક્રેતાની કેબિનમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળાઓ નીકળતી જોઈને આસપાસના લોકો તેમજ રાહદારીઓમાં દોડધામ મચી ગઈ હતી. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો ​આ આગ અંગે સ્થાનિક જાગૃત દ્વારા તાત્કાલિક જૂનાગઢ મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને મનપા ફાયર ફાઇટરોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આશરે 5000 લીટર જેટલા પાણીનો સતત મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આગનું કારણ અકબંધ, કોઈ જાનહાનિ નહીં ફાયર ફાઇટરોની સમયસૂચકતા અને ત્વરિત કામગીરીને કારણે આગ વધુ પ્રસરે તે પહેલાં જ તેના પર કાબૂ મેળવી લેવાયો હતો. સદનસીબે આ આગની દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી, જેને પગલે તંત્ર અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે, આ આગ કયા કારણોસર લાગી તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાલમાં મધર ડેરીની કેબિનમાં આગ લાગવા પાછળનું સાચું કારણ જાણવા માટે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    1.20 કરોડના દારૂ ઝડપ્યાનો કેસ:કન્ટેનર ચાલક 8 મે સુધી રિમાન્ડ પર, આરોપી દારુની પેટીઓ વડોદરા ઉતારવાનો હતો
    Next Article
    પોક્સો કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદ:લુણાવાડા કોર્ટનો ચુકાદો, પીડિતાને ₹3 લાખ વળતર ચૂકવવા આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment