Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1.20 કરોડના દારૂ ઝડપ્યાનો કેસ:કન્ટેનર ચાલક 8 મે સુધી રિમાન્ડ પર, આરોપી દારુની પેટીઓ વડોદરા ઉતારવાનો હતો

    9 hours ago

    રાજસ્થાનના હનુમાન રામ ચૌધરી સામે નિકોલ પોલીસ મથકે પ્રોહેબિશન એક્ટ અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેને પોલીસે અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. તેના 8 જૂન સુધીના રીમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે વોચ ગોઠવીને દારુનું કન્ટેનર રોક્યું હતું કેસને વિગતે જોતા પેટ્રોલિંગ ઉપર રહેલી પોલીસે બાતમી મળી હતી કે, હરિયાણા પાસિંગનું એક ટાટા કંપનીનું કન્ટેનર રાજસ્થાનથી આવી રહ્યું છે. જે બરોડા એક્સપ્રેસ ઉપર જવાનું છે. જેની અંદર દારુની બોટલો ભરેલી છે. પોલીસે ઉપરોક્ત બાતમીના આધારે કન્ટેનરને રોક્યું હતું, જેને ચેક કરતા તેની અંદરથી 749 જેટલી દારુની પેટી જેમાં 22,268 જેટલી દારુની બોટલો મળી આવી હતી. આ મુદ્દા માલની કિંમત 1.20 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. ઉદયપુપરથી મળેલા ઓર્ડર મુજબ દારુ વડોદરા પહોંચાડવાનો હતો આરોપી હનુમંતરામ ચૌધરીને મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરતા સરકારી વકીલ તુષાર.એલ.બારોટે કોર્ટ સમક્ષ રિમાન્ડ માંગતા રજૂઆત કરી હતી કે, આરોપી ઉદયપુરના રવિભાઈના કહેવાથી આ જથ્થો વડોદરા પહોંચાડી રહ્યો હતો. ત્યાં વડોદરામાં કોને આ જથ્થો આપવાનો હતો તે જાણવાનું છે. તેને કન્ટેનરમાં દારુ કોણે ભરાવી આપ્યો તે જાણવાનું છે. ટ્રાન્સપોર્ટેશન માટે તેણે જે ખોટા કાગળિયા બનાવ્યા તે ક્યાં અને કોની મદદથી બનાવ્યા તે જાણવાનું છે. આરોપીને સાથે રાખીને રસ્તાના CCTV ફૂટેજની તપાસ કરવાની છે. ગુજરાત રાજ્યમાં દારુ ઘુસાડવા માટે કોઈ રેકેટ ચાલી રહ્યું છે કે કેમ તેની તપાસ કરવાની છે? આરોપી સાથે બીજા કોઈ ગુન્હેગારો સંકળાયેલા છે કે કેમ તે પણ તપાસ કરવાની છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં શ્વાનના મોઢામાં નવજાતનો મૃતદેહ મળ્યો:તાજા જન્મેલા બાળકનો ત્યજી દેવાયેલો મૃતદેહ, પોલીસે તપાસ શરૂ કરી
    Next Article
    ડેરીના પાર્લરમાં ભીષણ આગ:મોતીબાગ ગેટ પાસે મધર ડેરીના પાર્લરમાં આગથી દોડધામ, મનપા ફાયર ફાઇટરોએ આગ પર કાબૂ મેળવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment