Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં શ્વાનના મોઢામાં નવજાતનો મૃતદેહ મળ્યો:તાજા જન્મેલા બાળકનો ત્યજી દેવાયેલો મૃતદેહ, પોલીસે તપાસ શરૂ કરી

    8 hours ago

    ભરૂચ શહેરમાં એક કરુણ ઘટના સામે આવી છે, જ્યાં રોટરી ક્લબ પાછળ આવેલા મારવાડી ટેકરા ચોક વિસ્તારમાંથી તાજા જન્મેલા નવજાત બાળકનો ત્યજી દેવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગતરોજ સાંજે ધોળીકુઈ બજાર રાવળીયાવાડ ટેકરા ખાતે રહેતા અને મારવાડી ટેકરા ચોક પાસે જનરલ સ્ટોર ચલાવતા મુનાફ અબ્દુલ રહેમાન સૈયદ પોતાના ધંધા પર હાજર હતા. તે દરમિયાન તેમણે એક શ્વાનને તેના મોઢામાં કંઈક લઈને રોટરી ક્લબ તરફથી આવતા જોયો. શ્વાન નજીક આવતા વેપારીની નજર પડતાં તેમણે શ્વાનને ભગાડ્યો. ત્યારબાદ જોતા તેમને જાણ થઈ કે શ્વાનના મોઢામાં તાજું જન્મેલું નવજાત બાળક હતું. આ નવજાત બાળક અર્ધવિકસિત હાલતમાં મૃત હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને નિર્દોષ જીવને જન્મ મળતાંની સાથે જ ત્યજી દેવાયો હોવાની આશંકાએ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, જેના પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે નવજાતના મૃતદેહનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં કોઈ અજાણ્યા મહિલા કે પુરુષ દ્વારા નવજાતના મૃતદેહને છુપાવવા અથવા તેનો નિકાલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે અજાણ્યા મહિલા-પુરુષ વિરુદ્ધ ગુનો નોંધી સમગ્ર મામલે સઘન તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    11 જિલ્લામાં વરસાદની આગાહી:અમદાવાદ, સુરત, રાજકોટમાં નવી TP મંજૂર, સિંહોનાં મોતથી સરકાર એલર્ટ મોડમાં, IPLની ફાઇનલ પહેલા ક્રિકેટ ફીવર
    Next Article
    1.20 કરોડના દારૂ ઝડપ્યાનો કેસ:કન્ટેનર ચાલક 8 મે સુધી રિમાન્ડ પર, આરોપી દારુની પેટીઓ વડોદરા ઉતારવાનો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment