Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોક્સો કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદ:લુણાવાડા કોર્ટનો ચુકાદો, પીડિતાને ₹3 લાખ વળતર ચૂકવવા આદેશ

    8 hours ago

    મહીસાગર જિલ્લાના કોઠંબા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો કેસમાં લુણાવાડાની સ્પેશિયલ પોક્સો કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સગીરાનું અપહરણ કરી યૌન શોષણ કરનાર આરોપીને 20 વર્ષની સખત કેદ અને દંડની સજા ફટકારી છે. આ ઉપરાંત, પીડિતાને ₹3 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. લુણાવાડા ખાતેની એડિશનલ સેશન્સ જજ અને સ્પેશિયલ પોક્સો કોર્ટમાં આ ગંભીર કેસ ચાલી રહ્યો હતો. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નવાગામ નવી વસાહતના રહેવાસી પસવંતકુમાર વિનુભાઈ બારીઆએ વર્ષ 2024 દરમિયાન 15 વર્ષ 2 માસની સગીરાને લલચાવી, ફોસલાવીને ભગાડી જઈ તેના પર યૌન શોષણ કર્યું હતું. આ ઘટના અંગે કોઠંબા પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ તેમજ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં પહોંચ્યા બાદ, રજૂ થયેલા પુરાવાઓ અને સરકારી વકીલ જયવીરસિંહ જે. સોલંકીની દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપીને ગુનેગાર ઠેરવ્યો હતો. સ્પેશિયલ પોક્સો જજ તથા એડિશનલ સેશન્સ જજ એન. જી. દવેએ આરોપી પસવંતકુમાર વિનુભાઈ બારીઆને 20 વર્ષની સખત કેદ અને દંડની સજા સંભળાવી હતી. વધુમાં, પીડિતાને ન્યાય અને પુનર્વસન માટે મહીસાગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મારફતે ₹3 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કરાયો છે. આ ચુકાદાને બાળ સુરક્ષા અને પોક્સો કાયદાના અસરકારક અમલીકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ડેરીના પાર્લરમાં ભીષણ આગ:મોતીબાગ ગેટ પાસે મધર ડેરીના પાર્લરમાં આગથી દોડધામ, મનપા ફાયર ફાઇટરોએ આગ પર કાબૂ મેળવ્યો
    Next Article
    સુરેન્દ્રનગરમાં રબારી યુવા સંગઠન દ્વારા સન્માન સમારોહ:તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરાયું, સંતોએ આશીર્વાદ આપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment