Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં 'લા મિલાનો'ના પિઝામાંથી નીકળી જીવાત:ગ્રાહકે અડધો પિઝા ખાધા પછી નજર પડી, સ્ટોર સંચાલકોએ કહ્યું- "ભૂલ થઈ ગઈ, રિફંડ લઈ લો"

    9 hours ago

    સ્માર્ટ સિટી અમદાવાદમાં ખાવા-પીવાની ચીજવસ્તુઓની ગુણવત્તા અને સ્વચ્છતા સામે ફરી એકવાર મોટા સવાલો ઊભા થયા છે. શહેરમાં ખાસ કરીને આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની ફૂડ બ્રાન્ડ્સના આઉટલેટ્સમાં અવારનવાર જીવાતો નીકળવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. આવો જ એક આઘાતજનક કિસ્સો નિકોલ વિસ્તારમાંથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પ્રખ્યાત પિઝા આઉટલેટ 'લા મિલાનો પિઝેરિયા' (La Milano Pizzeria) માંથી ઓનલાઇન મંગાવવામાં આવેલા પિઝામાંથી જીવાત નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો છે. ઓનલાઇન એપ્લિકેશનથી મંગાવ્યો હતો ઓર્ડર ઘટનાની વિગતો મુજબ અમદાવાદના નિકોલ વિસ્તારમાં રસપાન ચાર રસ્તા પાસે 'લા મિલાનો પિઝેરિયા'નો સ્ટોર આવેલો છે. સ્થાનિક યુવક ધ્રુવિલ સોજીત્રાએ આ પિઝા સ્ટોરની સત્તાવાર એપ્લિકેશન પરથી ગાર્લિક બ્રેડ, પિઝા અને કોલ્ડ્રિંક્સ (કોક)નો ઓનલાઇન ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર ડિલિવર થયા બાદ જ્યારે ધ્રુવિલે ભોજન શરૂ કર્યું અને પિઝાનો એક ટુકડો અડધો ખાધો, ત્યારે અચાનક તેની નજર પિઝાના બેઝ પર પડી હતી. અડધો પિઝા ખાધા બાદ જીવાત પર નજર પડી ધ્રુવિલે પિઝાને ધ્યાનથી જોતા તેના પર એક શંકાસ્પદ મરેલી જીવાત ચોંટેલી જોવા મળી હતી. જાણીતી બ્રાન્ડના પિઝામાં આ પ્રકારની ગંદકી જોઈને ગ્રાહક સ્તબ્ધ થઈ ગયો હતો. પિઝામાં જીવાત હોવાની ખાતરી થતાં જ તેણે તુરંત જ આ બાબતે નિકોલ સ્થિત લા મિલાનો પિઝેરિયાના સ્ટોર પર ફોન કરીને કડક શબ્દોમાં ફરિયાદ નોંધાવી હતી. "ભૂલ થઈ ગઈ, રિફંડ આપી દઈએ" - સ્ટોરનો ઉદ્ધત જવાબ જ્યારે પીડિત ગ્રાહકે જીવાત અંગે સ્ટોર પર હાજર કર્મચારીને જાણ કરી, ત્યારે જવાબદાર વ્યક્તિએ પોતાની ગંભીર બેદરકારી છુપાવવા માટે અત્યંત બેજવાબદાર વલણ અપનાવ્યું હતું. સ્ટોરના કર્મચારીએ ગ્રાહકના સ્વાસ્થ્યની ચિંતા કરવાને બદલે માત્ર એટલું જ કહ્યું કે, "સર, અમારાથી ભૂલ થઈ ગઈ છે, અમે તમને આ ઓર્ડરનું રિફંડ (પૈસા પાછા) આપી દઈએ છીએ." આ સાંભળી ગ્રાહક ધ્રુવિલ વધુ રોષે ભરાયો હતો અને આક્રોશપૂર્વક પૂછ્યું હતું કે, "જો આ પિઝા કોઈ નાનું બાળક કે અન્ય વ્યક્તિ અંધારામાં આખો ખાઈ ગયું હોત અને તેની તબિયત બગડી હોત તો તેની જવાબદારી કોણ લેત? શું રિફંડ આપવાથી તમારી જવાબદારી પૂરી થઈ જાય છે?" કોર્પોરેશનના ફૂડ વિભાગમાં થશે સત્તાવાર ફરિયાદ ગ્રાહક ધ્રુવિલ સોજીત્રાને તે જ સમયે તાકીદના કામ અર્થે તાત્કાલિક બહારગામ જવાનું હોવાથી, તેમણે તે નશાકારક અને દૂષિત ખોરાકને ફેંકી દીધો હતો. જોકે, તેમણે મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરી છે કે આ પ્રકારની બ્રાન્ડ્સ ગ્રાહકોના જીવ સાથે રમત રમી રહી છે અને તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફૂડ વિભાગમાં આ સ્ટોર વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવા માટે સત્તાવાર ઓનલાઇન ફરિયાદ નોંધાવશે, જેથી અન્ય નાગરિકોના આરોગ્યનું રક્ષણ થઈ શકે. આ સમાચાર પણ વાંચો અમદાવાદના 'MOCHA Cafe'ની કોફીમાંથી જીવાત નીકળી 28 મે, 2026: અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલા મોકા કાફે (MOCHA Cafe) માં કોફી અને ખાવા પીવાની ચીજ વસ્તુમાંથી જીવજંતુ નીકળ્યા હોવા અંગેની ઘટના સામે આવી છે. ગ્રાહક મોકા કાફેમાં કોફી પીવા અને જમવા માટે ગયા હતા. દરમિયાન કોફીમાંથી જીવજંતુઓ નીકળ્યા હતા. ગ્રાહકે ત્યાં હાજર સ્ટાફને આ બાબતે ફરિયાદ કરી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર અમદાવાદમાં ‘છાશવાલા’ના કાજુ અંજીર મિલ્કશેકમાંથી જીવજંતુ નીકળ્યું 25 મે, 2026: શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતી ખાણીપીણીની બ્રાન્ડ્સ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. શહેરના પોલિટેકનિક ચાર રસ્તા પાસે, IIM રોડ પર આવેલા જાણીતા આઉટલેટ 'છાશવાલા' માંથી ખરીદાયેલા મિલ્કશેકમાંથી જીવજંતુ નીકળવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ મામલે AMCના ફૂડ વિભાગે ત્વરિત કાર્યવાહી કરીને રૂ. 25,000ની પેનલ્ટી ફટકારી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર અમદાવાદના 'Komo by Kaffa'ની ગાર્લિક બ્રેડમાંથી મરેલી માખી નીકળી 17 માર્ચ, 2026: અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પરનું જાણીતું અને મોંઘીદાટ 'Komo by Kaffa' નામના કેફેમાં એક ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. ગ્રાહકે જમવામાં પાસ્તા વિથ ગાર્લિક બ્રેડ મંગાવી હતી, જેમાં ગાર્લિક બ્રેડમાંથી મરેલી માખી નીકળી હતી. ગ્રાહકે આ અંગે કેફેમાં ફરિયાદ કરતા બિલ ન આપીને કોમ્પ્લીમેન્ટ્રી પેસ્ટ્રી આપી વાત પૂરી કરી દેવામાં આવી હતી. ગ્રાહકે આ અંગે AMCને પણ ફરિયાદ કરી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર-મોરબીમાં ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું:રાજકોટ રેન્જ ટીમે 4.60 કરોડનો મુદ્દામાલ સીઝ કર્યો
    Next Article
    મોરબીમાં સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળની માંગ:શૈક્ષણિક સત્ર સમયસર શરૂ થાય, ઓફલાઈન શિક્ષણને પ્રાથમિકતા મળે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment