Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળની માંગ:શૈક્ષણિક સત્ર સમયસર શરૂ થાય, ઓફલાઈન શિક્ષણને પ્રાથમિકતા મળે

    8 hours ago

    મોરબીમાં નવા શૈક્ષણિક સત્ર પહેલા સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે સરકાર અને શિક્ષણ વિભાગ સમક્ષ મહત્વની માંગ કરી છે. મહામંડળે શાળાઓ સમયસર શરૂ કરવા અને વિદ્યાર્થીઓ માટે પ્રત્યક્ષ (ઓફલાઈન) શિક્ષણને પ્રાથમિકતા આપવાની અપીલ કરી છે. કોરોના કાળ દરમિયાન ઓનલાઈન શિક્ષણથી વિદ્યાર્થીઓને થયેલા શૈક્ષણિક અને માનસિક નુકસાનની અસર હજુ પણ વર્તાઈ રહી હોવાનું મહામંડળનું માનવું છે. મહામંડળના જણાવ્યા અનુસાર, કોરોના મહામારીને કારણે લાંબા સમય સુધી શાળાઓ બંધ રહેતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર પડી હતી. ઓનલાઈન શિક્ષણ માત્ર એક વૈકલ્પિક વ્યવસ્થા હતી અને તે પ્રત્યક્ષ શિક્ષણનું સ્થાન લઈ શક્યું નહોતું. ખાસ કરીને પ્રાથમિક અને માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીઓમાં લેખન ક્ષમતા, એકાગ્રતા, શિસ્ત અને સામાજિક સંવાદ જેવી બાબતોમાં ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત, કોરોના કાળમાં માસ પ્રમોશનથી પાસ થયેલા ઘણા વિદ્યાર્થીઓને હવે ઉચ્ચ અભ્યાસક્રમોમાં વિષયની મૂળભૂત સમજણમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી ફેબ્રુઆરી-2027માં યોજાનારી બોર્ડ પરીક્ષાઓને ધ્યાનમાં રાખતા, સમયસર અભ્યાસક્રમ પૂર્ણ કરવો શાળાઓ માટે પડકારરૂપ બનશે. મહામંડળ માને છે કે જો શૈક્ષણિક સત્ર મોડું શરૂ થશે, તો વિદ્યાર્થીઓ પર અભ્યાસનો વધારાનો બોજો આવશે અને પુનરાવર્તન માટે પૂરતો સમય મળશે નહીં. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, ગુણવત્તાસભર શિક્ષણ અને માનસિક સ્વસ્થતા માટે સમયસર શાળાઓ શરૂ કરીને ઓફલાઈન શિક્ષણને પ્રાથમિકતા આપવા માટે સરકાર સમક્ષ પુનરાવર્તિત માંગ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં 'લા મિલાનો'ના પિઝામાંથી નીકળી જીવાત:ગ્રાહકે અડધો પિઝા ખાધા પછી નજર પડી, સ્ટોર સંચાલકોએ કહ્યું- "ભૂલ થઈ ગઈ, રિફંડ લઈ લો"
    Next Article
    Gujarat Breaking New | ગુજરાતના 6 વાગ્યા સુધીના સૌથી મોટા સમાચાર | Weather Update | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment