Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણમાં શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞની પૂર્ણાહુતિ:આવતીકાલે સંસ્કૃત પાઠશાળાના ઉત્કર્ષ અર્થે આયોજન

    11 hours ago

    વઢવાણ ખાતે બ્રહ્મનારી સંગઠન દ્વારા સંચાલિત સંસ્કૃત પાઠશાળાના ઉત્કર્ષ અને પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો છે. આ ધાર્મિક મહોત્સવ 25 મેના રોજ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, બારી રોડ, વઢવાણ ખાતે શરૂ થયો હતો. આ કથા શ્રવણનો સમય દરરોજ સવારે 9.00 થી 12.00 અને બપોરે 3.30 થી 6.30 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. ભક્તિભાવ પૂર્વક ચાલી રહેલા આ જ્ઞાનયજ્ઞની પૂર્ણાહુતિ આગામી રવિવાર, તારીખ ૩૧ મે, ૨૦૨૬ના રોજ થશે. કથાના પ્રારંભે ભવાની માતાના મંદિરેથી ક્ષેમશંકર દાદા અને ગાયત્રી માતાના આશીર્વાદ સાથે ભવ્ય પોથીયાત્રા નીકળી હતી, જે બ્રાહ્મણની ભોજન શાળા ખાતે પહોંચી હતી. આ ધાર્મિક મહોત્સવના ભાગરૂપે દશાંશ નારાયણ યજ્ઞ અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન સંવત ૨૦2082ના અધિક જેઠ વદ એકમ, સોમવાર, તારીખ 1 જૂનના રોજ કરવામાં આવ્યું છે. આ કથાના મુખ્ય વક્તા આશિષભાઈ બળવંતભાઈ મહેતા પોતાની આગવી શૈલીમાં સંગીતમય સૂર સાથે કથામૃતનું રસપાન કરાવી રહ્યા છે. આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે બ્રહ્મનારી સંગઠન-વઢવાણના પ્રમુખ કવિતાબેન પી. શુક્લ, ઉપપ્રમુખ જયમાલાબેન એસ. મહેતા, મંત્રી જોલીબેન એસ. ભટ્ટ, તેમજ સલાહકાર ભાવનાબેન એસ. દવે સહિતના બહેનો અને કાર્યકરો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. સંગઠન દ્વારા સર્વે ધર્મપ્રેમી જનતાને આ કથા શ્રવણનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    "તારી પત્ની હજુ પણ મારા પતિને મેસેજ કરે છે":રાજકોટમાં પત્નીના અનૈતિક સબંધોથી કંટાળી કરિયાણાની દુકાન ધરાવતા વેપારીએ હથોડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી
    Next Article
    સુરેન્દ્રનગર-મોરબીમાં ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું:રાજકોટ રેન્જ ટીમે 4.60 કરોડનો મુદ્દામાલ સીઝ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment