Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    "તારી પત્ની હજુ પણ મારા પતિને મેસેજ કરે છે":રાજકોટમાં પત્નીના અનૈતિક સબંધોથી કંટાળી કરિયાણાની દુકાન ધરાવતા વેપારીએ હથોડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી

    12 hours ago

    રાજકોટ શહેરમાં ગઈકાલે થયેલ હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી પતિની જૂનાગઢના વંથલી નજીક ટોલનાકા પાસેથી ધરપકડ કરવામાં આવી છે. રૈયા ટેલિફોન એક્સચેન્જ પાછળ શિવાલિક બિલ્ડિંગમાં પતિ અલ્તાફ લાલાણી દ્વારા પત્ની શિલ્પાને માથાના ભાગે હથોડીના ઘા મારી હત્યા નિપજાવવામાં આવી હતી કારણ કે છેલ્લા 15 દિવસથી પતિ-પત્ની વચ્ચે અનૈતિક સંબંધોને લઇ માથાકૂટ થતી હતી ગઈકાલે ફરી આ બાબતે ઝઘડો થતા ઉશ્કેરાઈ હત્યા નિપજાવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. રાજકોટ એસીપી ક્રાઇમ ભરત બસિયાએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાજકોટ શહેરના યુનિવર્સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રૈયા ટેલિફોન એક્સચેન્જ પાછળ શિવાલિક બિલ્ડિંગમાં પહેલા માળે 40 વર્ષીય પરિણીતાની હત્યાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં શિલ્પાબેન અલ્તાફભાઈ લાલાણી (ઉ.વ.40)ને સિવિલ હોસ્પિટલ ખસેડતા તેને તપાસી તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવમાં આરોપી અલ્તાફ લાલાણી હત્યા નિપજાવી નાસી છૂટ્યો હતો જેને ઝડપી પાડવા માટે પોલીસે અલગ અલગ ટિમો બનાવી તપાસ શરૂ કરી હતી જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસ આરોપી અલ્તાફને જૂનાગઢના વંથલી નજીક ટોલનાકા પાસેથી ઝડપી પાડી યુનિવર્સીટી પોલીસને સોંપવામાં આવ્યો છે. આરોપી અલ્તાફ લાલાણીની પોલીસે ધરપકડ કર્યા બાદ યુનિવરિસ્ટી પોલીસને સોંપતા પોલીસે આરોપીની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપી વિરુધ્ધ અગાઉ બે ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત આરોપીની પ્રાથમિક પુછપરછમાં પણ તેને પત્નીના અનૈતિક સંબંધોના કારણે જ હત્યા નિપજાવી હોવાનું જણાવ્યું હતું. બનાવ અંગે મૃતક શિલ્પાબેનના બહેનની દીકરી નાયબ રહીમભાઈ જીયાણીએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું કે, તે 3 વર્ષથી રાજકોટમાં માસી શિલ્પાબેન અને માસા અલ્તાફભાઈ સાથે તેમના ફ્લેટમાં રહે છે. ગઈકાલે સવારે વહેલા 5 વાગ્યે માસા પોતાની દુકાને જતા રહ્યા હતા અને સવારે 9 વાગ્યે પરત ઘરે આવી માસી સાથે બોલાચાલી કરી હતી. થોડીવાર પછી માસા હાથમાં વિમલનો થેલો લઈને ઘરે આવ્યા હતા અને મારા માસી સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. માસાએ માસીને હોલમાં આવ મારે તને મારી નાખવી છે કહેતા માસીએ કહ્યું તમે રૂમમાં આવી મને મારી નાખો. આ પછી અમે માસી ભાણેજ બને હોલમાં ગયા હતા ત્યારે મારા માસના હાથમાં હથોડો હતો તેને માસીને માથામાં મારી હત્યા નિપજાવી છે. ઉલ્લેખનીય છે કે ગત 13.05.2026ના રોજ બપોરે ઘરે આવી આરોપી અલ્તાફએ પત્ની શિલ્પાને કહ્યું હતું કે જીતુભાઇ સાથે તારે શું સબંધ છે ત્યારે શિલ્પાએ કહ્યું હતું કે મારે તેમની સાથે સબંધ છે જેથી તેઓ વચ્ચે બોલાચાલી થઇ હતી. આ પછી અવારનવાર તેઓને બોલાચાલી થતી હતી અને છેલ્લા 15 દિવસથી બન્ને પતિ પત્ની વચ્ચે ઘરમાં ઝઘડા ચાલતા હતા. દરમિયાન ગઈકાલે સવારે જીતુભાઈના પત્ની ભાનુબેન અલ્તાફભાઈની દુકાને પહોંચ્યા હતા અને જો તારી ઘરવાળી હજુ પણ મારા ઘરવાળાને મેસેજ કરે છે તેમ કહીને બંને વચ્ચે થયેલી ચેટ બતાવી હતી. આ પછી અલ્તાફભાઈ ઉપર ખૂન સવાર થઈ ગયું હતું અને દુકાનેથી હથોડી લઈને ઘરે પહોંચ્યો હતો. મૃતકને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે જે બહારગામ રહીને અભ્યાસ કરે છે. જ્યારે અલ્તાફભાઈ રૈયાધાર ખાતે કરિયાણાની દુકાન ચલાવતો હોવાનું સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલી જિલ્લાને તમાકુ નિયંત્રણમાં રાજ્ય કક્ષાનો એવોર્ડ:“ઓવરઓલ એક્સેલન્સ” એવોર્ડથી સન્માનિત કરાયું
    Next Article
    વઢવાણમાં શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞની પૂર્ણાહુતિ:આવતીકાલે સંસ્કૃત પાઠશાળાના ઉત્કર્ષ અર્થે આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment