Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલી જિલ્લાને તમાકુ નિયંત્રણમાં રાજ્ય કક્ષાનો એવોર્ડ:“ઓવરઓલ એક્સેલન્સ” એવોર્ડથી સન્માનિત કરાયું

    13 hours ago

    અમરેલી જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ (DTCC) ને રાજ્ય કક્ષાનો પ્રતિષ્ઠિત “ઓવરઓલ એક્સેલન્સ” એવોર્ડ મળ્યો છે. 79મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે તમાકુ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ ઉત્કૃષ્ટ સેવા અને સમર્પણ બદલ આ સન્માન પ્રાપ્ત થયું છે. આ પ્રસંગે તમાકુ નિયંત્રણ સેલના કર્મચારીઓને પણ વિશેષરૂપે સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જિલ્લામાં નાગરિકો વ્યસનમુક્તિ મેળવીને તંદુરસ્ત જીવનશૈલી અપનાવે તે માટે વર્ષભર વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત, “સ્મોક ફ્રી વિલેજ” (ધૂમ્રપાન મુક્ત ગામ) ના લક્ષ્ય સાથે જિલ્લાની 603 ગ્રામ પંચાયતોમાં ગ્રામસભામાં સત્તાવાર ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. તમાકુના દૂષણ સામે લોકજાગૃતિ લાવવા માટે કુલ 11 તમાકુ નિષેધ રેલીઓ યોજાઈ હતી, જેમાં 665 લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સામુદાયિક સ્તરે ઊંડાણપૂર્વક સમજણ આપવા માટે 50 ફોકસ ગૃપ ડિસ્કશન (FGD)/શિબિરોનું આયોજન કરાયું હતું, જેમાં 1,953 નાગરિકો સહભાગી બન્યા હતા. તમાકુ મુક્તિ માટે જિલ્લામાં રેકોર્ડબ્રેક 314 તમાકુ નિષેધ સંકલ્પ કાર્યક્રમો યોજીને 5,942 લોકોને વ્યસનમુક્તિના શપથ લેવડાવવામાં આવ્યા હતા. ગ્રામ્ય વિસ્તારના કુલ 18 હજાર લોકો આ ખાસ અભિયાનમાં જોડાયા હતા, જેના પરિણામે 2,849 લોકોને તમાકુનું વ્યસન છોડીને તંદુરસ્ત જીવન જીવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા. યુવા પેઢી અને બાળકોને તમાકુના ઝેરી પ્રભાવથી બચાવવા માટે શૈક્ષણિક સંસ્થાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. જિલ્લાની કુલ 778 શૈક્ષણિક સંસ્થાઓ (સરકારી, અર્ધ-સરકારી, ખાનગી પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજો) માં “તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થા” (ToFEI) ના નવ મુદ્દાઓ કડક રીતે લાગુ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ચિત્ર સ્પર્ધા અને સાઈનેજ બેનરોના પ્રદર્શન દ્વારા પણ જનજાગૃતિ વધારવામાં આવી હતી. માત્ર સમજાવટ જ નહીં, પરંતુ કાયદાનું કડક પાલન કરાવીને પણ વહીવટી તંત્ર દ્વારા શિસ્ત લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તમાકુ નિયંત્રણ અધિનિયમ-2003 (COTPA) ની વિવિધ કલમો હેઠળ જાહેરમાં ધૂમ્રપાન કરનારા કે, નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કુલ 1,532 કેસો દાખલ કરવામાં આવ્યા હતા. કુલ રૂપિયા 1,50,255નો દંડ વસૂલ કરી કાયદાનું પાલન કરાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા જિલ્લાના કુલ 2,849 લોકોને તમાકુનું વ્યસન હંમેશા માટે ત્યજીને તંદુરસ્ત જીવન જીવવા માટે પ્રોફેશનલ કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવ્યું છે. શાળા-કોલેજના બાળકો આ કુટેવથી દૂર રહે તે માટે શૈક્ષણિક સંસ્થાઓમાં 187 વ્યક્તિગત સંપરામર્શ અને જૂથ ચર્ચાઓ યોજવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ફર્નિચર સહિતના સામાનની તોડફોડ કરીને મંદિરમાથી ચોરી કરી:શેરથામાં બેંકે હરાજી કરેલા મકાનમાં ગેરકાયદેસર ઘુસ્યો, અડાલજમાં ફરિયાદ નોંધાઈ
    Next Article
    "તારી પત્ની હજુ પણ મારા પતિને મેસેજ કરે છે":રાજકોટમાં પત્નીના અનૈતિક સબંધોથી કંટાળી કરિયાણાની દુકાન ધરાવતા વેપારીએ હથોડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment