Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાનગી સ્કૂલની જાહેરાત કરતો વિશાળ ટાવર ધરાશાયી:ભારે પવન ફૂંકાવાને લીધે રણજીતસાગર રોડ ઉભો કરાયેલો ટાવર ધરાશાયી, મોટી જાનહાનિ ટળી

    9 hours ago

    જામનગરના વ્યસ્ત રણજીતસાગર રોડ પર આજે બપોરના સમયે આ ઘટના બની હતી. ખાનગી સ્કૂલની જાહેરાત માટે ઊભો કરાયેલો આ ટાવર પવનના જોરદાર ઝાટકા સહન ન કરી શકતા રસ્તા પર તૂટી પડ્યો હતો. ટાવર પડવાના અવાજથી આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે ગભરાટનો માહોલ સર્જાયો હતો. જોકે, આ ઘટના બપોરના સમયે બની હોવાથી વાહનવ્યવહાર પ્રમાણમાં ઓછો હતો, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક કોર્પોરેટર પાર્થ કોટડિયા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને ટાવરને રસ્તા પરથી હટાવવાની કામગીરી શરૂ કરાવી હતી. આ ઉપરાંત, જામનગર ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને નિયંત્રણમાં લઈ ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરવામાં મદદ કરી હતી. હાલમાં તંત્ર દ્વારા રસ્તા પરથી કાટમાળ હટાવી લેવામાં આવ્યો છે. જોકે, આ ઘટનાએ જાહેરાતના બોર્ડ અને ટાવરોની મજબૂતી તેમજ તેમની મંજૂરી પ્રક્રિયા સામે અનેક સવાલો ઊભા કર્યા છે. આ ટાવર માટે યોગ્ય મંજૂરી લેવાઈ હતી કે કેમ અને તેનું સ્ટ્રક્ચર મજબૂત હતું કે નહીં, તે તપાસનો વિષય છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહત અનુભવી છે.
    Click here to Read More
    Previous Article
    IPL ફાઈનલની ટિકિટ લેવા મોદી સ્ટેડિયમ બહાર ફેન્સનો જમાવડો:RCBની ટીમે પ્રેક્ટિસ કરી, અરવિંદ વેગડા ક્લોઝિંગ સેરેમનીમાં ગુજરાતી ગીતો ગાઈને ડોલાવશે
    Next Article
    CVD હીરાના ઉત્પાદન નામે રૂ. 3.50 કરોડની છેતરપિંડી:'અમે બજારના બહુ મોટા વેપારી છીએ' કહી કેતન પટેલ સાથે ઠગાઈ કરનાર અંકુશ નાકરાણી અને સંદીપ જશાણી જેલભેગા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment