Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CVD હીરાના ઉત્પાદન નામે રૂ. 3.50 કરોડની છેતરપિંડી:'અમે બજારના બહુ મોટા વેપારી છીએ' કહી કેતન પટેલ સાથે ઠગાઈ કરનાર અંકુશ નાકરાણી અને સંદીપ જશાણી જેલભેગા

    8 hours ago

    હીરા નગરી સુરતમાં લેબગ્રોન ડાયમંડના વેપાર અને ઉત્પાદનના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી એક મોટી લોભામણી ટોળકીનો પર્દાફાશ થયો છે. સુરત પોલીસની ઈકો સેલ ક્રાઈમ બ્રાન્ચે વ્યાપક તપાસ બાદ બે મુખ્ય આરોપીઓ અંકુશ મધુભાઈ નાકરાણી (ઉં.વ. 43) અને સંદીપભાઈ નાનજીભાઈ જશાણી (ઉં.વ. 31)ની ધરપકડ કરી લીધી છે. આ આખા ગુનાહિત કાવતરામાં પકડાયેલા બંને આરોપીઓ અને તેમની આખી ટોળકીની 'કામ કરવાની ખાસ પેટર્ન' સામે આવી છે. આરોપીઓ ડાયમંડ માર્કેટમાં પોતાની જાતને અબજોપતિ અને ખૂબ મોટા ગજાના વેપારી તરીકે રજૂ કરતા હતા. ભોગ બનનાર વેપારીઓનો વિશ્વાસ જીતવા માટે શરૂઆતમાં થોડા પૈસા પરત આપવાની અને ત્યારબાદ કરોડો રૂપિયા ઓળવી જઈને 'ગ્રોઈંગ ચાર્જ' જેવા ટેકનિકલ બહાના બતાવી રોકાણકારોને પાયમાલ કરવાની તેમની આ સુનિયોજિત પેટર્ન હતી, જેનો હવે પોલીસ દ્વારા ભાંડો ફોડવામાં આવ્યો છે. વરાછાના વેપારી કેતન પટેલ બન્યા ભયાનક કાવતરાનો ભોગ આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે વરાછા મેઈન રોડ પર આવેલા શ્રેયસ ડાયમંડ સેન્ટરમાં ફર્સ્ટ ફ્લોર પર ઓફિસ નંબર 9/F ધરાવતા અને "મનરોસો ઈમ્પેક્ષ પ્રાઈવેટ લિમિટેડ" નામે સીવીડી રફ ડાયમંડનો પ્રતિષ્ઠિત વ્યવસાય કરતા કેતનભાઈ ભીખાભાઈ પટેલે આ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ફેબ્રુઆરી 2023થી શરૂ થયેલા આ વ્યવહારમાં આરોપીઓએ કેતનભાઈને પોતાની માયાજાળમાં ફસાવ્યા હતા. આરોપીઓએ પીડિત વેપારીની સજ્જનતા અને ડાયમંડ ક્ષેત્રે આગળ વધવાની ઈચ્છાનો ગેરલાભ ઉઠાવીને કરોડો રૂપિયા પડાવવાનું પૂર્વયોજિત ષડયંત્ર રચ્યું હતું. 'અમે બજારના કિંગ છીએ' કહી લલચામણી વાતોથી જાળ બિછાવી કેતનભાઈ પટેલને પોતાની જાળમાં ફસાવવા માટે 'લેબગ્રોન ડાયમંડ LLP' ભાગીદારી પેઢીના ચાર ભાગીદારો - અંકુશ મધુભાઈ નાકરાણી, સંદીપભાઈ નાનજીભાઈ જશાણી, ઉમેશ કીરીટભાઈ નાકરાણી અને ઘનશ્યામભાઈ નાનજીભાઈ જસાણીએ ભેગા મળીને મોટું કાવતરૂં ઘડ્યું હતું. તેઓએ કેતનભાઈને એવો ભરોસો આપ્યો હતો કે, “જો તમારે લેબગ્રોન (CVD) મશીનો મૂકવા હોય તો અમે બજાર ભાવ કરતાં બહુ સસ્તા અને હાઈટેક મશીનો ગોઠવી આપીશું. અમે ડાયમંડ માર્કેટમાં ખૂબ મોટું નામ અને કામ ધરાવીએ છીએ. અમારી સાથે બિઝનેસ કરશો તો અઢળક કમાણી થશે અને પેમેન્ટ પણ માર્કેટના ધારાધોરણ મુજબ સમયસર વળતર સાથે ચૂકવી દઈશું.” મશીનરીના નામે રૂ. 4.50 કરોડનું તોતિંગ ઈન્વેસ્ટમેન્ટ કરાવ્યું આરોપીઓની લોભામણી અને અત્યંત વ્યાવસાયિક લાગતી વાતોમાં આવીને કેતનભાઈ પટેલે એશિયન લેબગ્રોન સીવીડી હીરાના ઉત્પાદન માટેના ખાસ મશીનોમાં કુલ રૂ. 4,50,00,000 જેવી માતબર રકમનું આંધળું રોકાણ કરી દીધું હતું. આરોપીઓએ કાગળ પર મોટી-મોટી ફેક્ટરીઓ અને મશીનરીના ચાર્ટ બતાવીને વેપારીને વિશ્વાસમાં લીધા હતા કે આ રોકાણથી થોડા જ મહિનાઓમાં કરોડો રૂપિયાનો ચોખ્ખો નફો થવા લાગશે. વિશ્વાસ જીતવા 1 કરોડ આપ્યા, બાકીના 3.50 કરોડ ઓળવી ગયા સુરત ક્રાઈમ બ્રાન્ચે ના એસીપી જી.એ. સરવૈયાના જણાવ્યા મુજબ, આરોપીઓની છેતરપિંડી કરવાની પેટર્ન અત્યન્ટ વ્યવસ્થિત હતી. રોકાણકારને કોઈ શંકા ન જાય તે માટે શરૂઆતમાં વિશ્વાસ સંપાદન કરવાના ભાગરૂપે આરોપીઓએ કેતનભાઈને 1 કરોડ રૂપિયા નફા અને વળતર સ્વરૂપે પરત કર્યા હતા. આનાથી કેતનભાઈનો ભરોસો વધુ દ્રઢ બન્યો. પરંતુ ત્યાર બાદ આરોપીઓએ અસલી રંગ બતાવ્યો અને બાકી રહેતા રૂ. 3,50,00,000 પોતાની પેઢીના અંગત ઉપયોગમાં વાપરી નાખ્યા અને હીરાનું ઉત્પાદન આપવાનું પણ બંધ કરી દીધું. પૈસા માંગતા જ 'લેબગ્રોન ગ્રો ઓછા થાય છે' કહી બહાનાબાજી શરૂ કરી જ્યારે ફરિયાદી કેતનભાઈ પટેલે વચન મુજબ હીરાનું ઉત્પાદન ન મળતા અને નફા બાબતે આરોપીઓ પાસે અવારનવાર ઉઘરાણી શરૂ કરી, ત્યારે આરોપીઓએ હીરા આપવાના બદલે ગૂંચવણભર્યા ટેકનિકલ બહાના કાઢવાનું શરૂ કર્યું હતું. આરોપીઓએ જણાવ્યું કે, “હજુ માર્કેટમાં તેજી માટે વધારે મશીનો લાવવાના બાકી છે. હાલના તબક્કે લેબગ્રોન ડાયમંડ ફેક્ટરીમાં ગ્રો ઓછા થઈ રહ્યા છે. આથી અમારે ઉલટાનો તમારી પાસેથી 'ગ્રોઈંગ ચાર્જ' લેવો પડશે.” આ પ્રકારની ગોળગોળ વાતો સાંભળીને આખરે વેપારીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. ચોકબજાર પોલીસ મથકે BNSની નવી કલમો હેઠળ ગુનો દાખલ પોતાની મૂડી ડૂબી જતાં આખરે ફરિયાદી કેતનભાઈ ભીખાભાઈ પટેલે સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ન્યાયની ગુહાર લગાવી હતી. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023ની કલમ 316(5) (ભરોસો તોડી આર્થિક નુકસાન પહોંચાડવું) અને કલમ 61 (ગુનાહિત કાવતરું) હેઠળ 27 મે 2026 ના રોજ ગુનો દાખલ કર્યો હતો. કેસની ગંભીરતા અને રકમ મોટી હોવાથી તાત્કાલિક ધોરણો પર આ કેસની તપાસ ઇકો સેલ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. અંકુશ નાકરાણી અને સંદીપ જશાણી ઝડપાયા ગુનો નોંધાતા જ એસીપી જી.એ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ ઈકો સેલની ટીમો એક્શનમાં આવી હતી. પોલીસે હ્યુમન ઈન્ટેલિજન્સ, બાતમીદારો અને ટેકનિકલ સોર્સિસ (મોબાઈલ લોકેશન અને બેંક ટ્રાન્ઝેક્શન)ના આધારે ચોક્કસ વર્કઆઉટ કરીને આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર એવા બે ભાગીદારોને ઝડપી લીધા હતા. આરોપી અંકુશનો ગુનાહિત ઇતિહાસ અને પોલીસની કડક ચેતવણી પોલીસ ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપી અંકુશ નાકરાણી વિરુદ્ધ અગાઉ પણ સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં આ પ્રકારની આર્થિક છેતરપિંડીનો ગુનો દાખલ થઈ ચૂક્યો છે. પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ટોળકીએ અગાઉ બજારના અન્ય કેટલા વેપારીઓને રોકાણના નામે ચૂનો લગાવ્યો છે. આ કેસમાં સંકળાયેલા અન્ય બે ભાગીદારો (ઉમેશ નાકરાણી અને ઘનશ્યામ જસાણી)ની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરાયા છે. સુરત ઈકો સેલે ડાયમંડ માર્કેટના તમામ નાના-મોટા વેપારીઓને પણ અપીલ કરી છે કે, સીવીડી કે અન્ય કોઈપણ વ્યવસાયમાં મોટી રકમનું રોકાણ કરતા પહેલા પેઢીની કાયદાકીય સ્થિતિ, દસ્તાવેજો અને બેકગ્રાઉન્ડની પૂરતી ચકાસણી અચૂક કરવી જેથી આવા ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમનો ભોગ બનતા બચી શકાય.
    Click here to Read More
    Previous Article
    ખાનગી સ્કૂલની જાહેરાત કરતો વિશાળ ટાવર ધરાશાયી:ભારે પવન ફૂંકાવાને લીધે રણજીતસાગર રોડ ઉભો કરાયેલો ટાવર ધરાશાયી, મોટી જાનહાનિ ટળી
    Next Article
    Sabarkantha Weather News | સાબરકાંઠામાં વાતાવરણમાં પલટો | Monsoon | Rains | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment