Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPL ફાઈનલની ટિકિટ લેવા મોદી સ્ટેડિયમ બહાર ફેન્સનો જમાવડો:RCBની ટીમે પ્રેક્ટિસ કરી, અરવિંદ વેગડા ક્લોઝિંગ સેરેમનીમાં ગુજરાતી ગીતો ગાઈને ડોલાવશે

    14 hours ago

    આગામી 31 મે, 2026ના રોજ અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે IPLની ફાઈનલ મેચ રમવાની છે. ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ફાઈનલ મેચ રમવાની છે. જેને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ મેચ જોવા માટે અત્યારથી જ દેશભરના લોકો મોટી સંખ્યામાં અમદાવાદ પહોંચી રહ્યા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ટિકિટ લેવા માટે પહોંચી રહ્યા છે. અસહ્ય ગરમી હોવા છતાં લાઇનમાં કલાકો સુધી રાહ જોઈને ટિકિટ લેવા માટે ક્રિકેટ રસિકો મજબૂર બન્યા છે. કેટલાક લોકોને ટિકિટ મળી જતા તેમના ચેહરા પર ખુશી જોવા મળી રહી છે તો કેટલાક લોકોને હજુ સુધી મેચની ટિકિટ ન મળતા નિરાશ જોવા મળ્યા હતા. બીજી તરફ RCBના દિગ્ગજ ખેલાડી અને બરોડિયન બોય એવો કૃણાલ પંડ્યા રૂપાલના વરદાયિની માતાના દર્શન કરવા પહોંચ્યો હતો. જ્યાં તેણે પત્ની અને બાળક સાથે પૂજા કરી માતાજીના આશીર્વાદ લીધા હતા. રાજસ્થાન રોયલ્સની ટીમને હરાવી ગુજરાત ટાઈટન્સની ટીમ ફાઈનલ માટે આજે અમદાવાદ એરપોર્ટ પરથી સીધી જ આઈટીસી નર્મદા ખાતે પહોંચશે.હોટલ દ્વારા ટીમના કેપ્ટન સહિતના ખેલાડીઓને વેલકમ કરવા ખાસ પ્રકારની વસ્તુઓ તૈયાર કરવામાં આવી રહી છે. મોદી સ્ટેડિયમની ટિકિટ બારી પર જે લોકોએ ઓનલાઈન ટિકિટ બુક કરાવી હતી તેને ફિઝિકલ ટિકિટ આપવામાં આવી રહી છે. આ ટિકિટ લેવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો સ્ટેડિયમ બહાર પહોંચ્યા છે. જે પણ લોકોએ ટિકિટ ઓનલાઈન બુક કરાવી છે તે તમામને આધારકાર્ડની ઝેરોક્ષ સાથે આવવા સૂચના અપાઈ હતી. જેથી આધારકાર્ડની ઝેરોક્ષ ચેક કર્યા બાદ તે લોકોને ફિઝિકલ ટિકિટ આપવામાં આવી રહી છે. ક્રિકેટ રસિકો પણ અત્યારથી ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટી શર્ટ ખરીદી કરી રહ્યા છે. જો કે કેટલાક લોકોએ ઑનલાઇન ડિસ્ટ્રિક્ટ એપ્લિકેશન પર ટિકિટ બુક કરાવી છતાં તેમને મુશ્કેલી પડી રહી છે. એપ્લિકેશન પર ઓનલાઇન ટિકિટ બુક થયેલી બતાવી રહી છે તો જ્યારે તે લોકો સ્ટેડિયમ પહોંચ્યા ત્યારે એમને એવું કહેવામાં આવ્યું કે તમારી ટિકિટ બુક થઈ નથી પરંતુ તેમના ખાતામાંથી પૈસા પણ કપાઈ ગયા છે.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:મનપાએ નાસિરનગરમાં 100થી વધુ પરિવારનો આશરો છીનવ્યો, KBCના નામે પાકિસ્તાનથી ચાલતું સાયબર ફ્રોડ, બેની ધરપકડ
    Next Article
    ખાનગી સ્કૂલની જાહેરાત કરતો વિશાળ ટાવર ધરાશાયી:ભારે પવન ફૂંકાવાને લીધે રણજીતસાગર રોડ ઉભો કરાયેલો ટાવર ધરાશાયી, મોટી જાનહાનિ ટળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment