Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદામાં વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી:જનજાગૃતિ રેલી દ્વારા તમાકુ મુક્તિનો સંદેશ અપાયો

    9 hours ago

    નર્મદા જિલ્લામાં વિશ્વ તમાકુ નિષેધ દિન-2026 ની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે તમાકુના સેવનથી થતા દુષ્પરિણામો અંગે જનજાગૃતિ ફેલાવવા રાજપીપળામાં એક રેલીનું આયોજન કરાયું હતું. આ રેલી વેલનેસ સેન્ટર સહ અર્બન હેલ્થ પોલીક્લિનિક, જૂની સિવિલ હોસ્પિટલથી શરૂ થઈ ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ખાતે સમાપ્ત થઈ હતી. રેલીને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. મેડિકલ વિદ્યાર્થીઓ અને આરોગ્ય કર્મચારીઓ પોસ્ટર-બેનરો સાથે રેલીમાં જોડાયા હતા. તેમણે “તમાકુ મુક્ત સ્કૂલ” અને “તમાકુ મુક્ત ગામ” જેવા સૂત્રોચ્ચારો કરીને નાગરિકોને તમાકુનું સેવન ન કરવા સંદેશ આપ્યો હતો. રાજપીપળા વિસ્તારમાં પસાર થયેલી આ રેલી દ્વારા તમાકુની હાનિકારક અસરો વિશે લોકોને જાગૃત કરાયા હતા. આ પ્રસંગે નાંદોદ તાલુકા હેલ્થ અધિકારી ડૉ. નટવરસિંહ બારજોડે જણાવ્યું હતું કે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ આ જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું. તેમણે તમાકુના સેવનથી થતા કેન્સર, હૃદયરોગ અને શ્વસન સંબંધિત ગંભીર બીમારીઓ જેવી અનેક આરોગ્ય સમસ્યાઓ વિશે માહિતી આપી હતી. ડૉ. બારજોડે સમાજને તમાકુના વ્યસનથી મુક્ત રાખવા સૌને સંકલ્પબદ્ધ બનવા અપીલ કરી હતી. તેમણે નર્મદા જિલ્લાના નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવી તમાકુથી દૂર રહેવા જણાવ્યું હતું. આ રેલીમાં નાંદોદ તાલુકા હેલ્થ અધિકારી ડૉ. નટવરસિંહ બારજોડ, અર્બન હેલ્થ સેન્ટર રાજપીપળાના મેડિકલ ઓફિસર ડૉ. પરિંદ વસાવા, જિલ્લા સુપરવાઈઝર સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને મેડિકલ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    સિંહોના શંકાસ્પદ મોત બાદ ગિરનાર વન વિભાગ હાઈ એલર્ટ પર:ગિરનાર અભયારણ્યમાં 24 કલાક સઘન મોનિટરિંગ, સિંહો માટે ડી-વોર્મિંગ અને ડી-ટીકિંગની કામગીરી શરૂ
    Next Article
    મેયરે પ્રી-મોન્સૂન કામગીરીની મુલાકાત લીધી:મોરબીના કુબેર નવલખી ફાટક પાસે વોટરલોગિંગ અટકાવવા માટે કચરો હટાવવા સૂચના આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment