Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેયરે પ્રી-મોન્સૂન કામગીરીની મુલાકાત લીધી:મોરબીના કુબેર નવલખી ફાટક પાસે વોટરલોગિંગ અટકાવવા માટે કચરો હટાવવા સૂચના આપી

    8 hours ago

    મોરબી મહાનગરપાલિકાની નવી ટીમે ચોમાસા પહેલાં વોટરલોગિંગ અટકાવવા માટે પ્રી-મોન્સૂન કામગીરીની ચકાસણી શરૂ કરી છે. આજરોજ મેયર ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા અને દંડક જયેશભાઈ દેસાઈએ કુબેર નવલખી ફાટક પાસે ચાલી રહેલી કામગીરીની અચાનક મુલાકાત લીધી હતી. આ દરમિયાન કચરો તાત્કાલિક હટાવવા અને કામ ઝડપથી પૂર્ણ કરવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી.પદાધિકારીઓએ સ્થળ પર પહોંચીને વોંકળાની સફાઈ અને તેની કામગીરીનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં વારંવાર પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોવાથી, વોંકળાની ઊંડાઈ અને સફાઈ યોગ્ય રીતે થઈ છે કે નહીં તેની જાતે ચકાસણી કરવામાં આવી હતી.નિરીક્ષણ દરમિયાન વોંકળામાંથી કાઢવામાં આવેલો કચરો અને માટી સ્થળ પર જ પડેલી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. મેયર ઉત્તમભાઈ સુરાણીએ તેને તાત્કાલિક ડમ્પિંગ સાઇટ પર ખસેડવાની કડક સૂચના આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વરસાદ પહેલાં કચરો દૂર ન કરવામાં આવે તો તે ફરી પાણીમાં વહી જઈને સમસ્યા ઊભી કરી શકે છે.પદાધિકારીઓએ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને ચોમાસું શરૂ થાય તે પહેલાં જ તમામ કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા તાકીદ કરી હતી. તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે કામમાં કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં.મેયર ઉત્તમભાઈ સુરાણીએ જણાવ્યું હતું કે, “મોરબીના નાગરિકોની સુવિધા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર નહીં પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર અસરકારક રીતે થાય તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.”
    Click here to Read More
    Previous Article
    નર્મદામાં વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી:જનજાગૃતિ રેલી દ્વારા તમાકુ મુક્તિનો સંદેશ અપાયો
    Next Article
    IPL final in Ahmedabad | અમદાવાદમાં IPLની ફાઈનલ, AMTS દ્વારા વિશેષ બસ સેવા | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment