Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક્ટિવા ધીમે ચલાવવાનું કહેતા બે ભાઈ પર છરીથી હુમલો:હેડુવા રાજગરમાં પિતા-પુત્રએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી, બંન્ને સામે યુવકની પોલીસ ફરિયાદ

    13 hours ago

    મહેસાણા તાલુકાના હેડુવા રાજગર ગામમાં રહેતા 24 વર્ષીય ભાવેશ ચાવડા 28 મેના રોજ રાત્રે ગામની પ્રાથમિક શાળા પાસે આંટો મારવા નીકળ્યા હતા. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવેલા એક એક્ટિવા ચાલકે તેમને અડફેટે લેતાં-લેતાં વાહન હંકારી મૂક્યું હતું. આથી ભાવેશે એક્ટિવા ચાલક હેત પટેલને 'જોઈને ચલાવ, મને વાગતા રહી ગયું' તેમ કહ્યું હતું. આ સાંભળીને હેત ઉશ્કેરાઈ ગયો હતો અને ભાવેશને જાતિ વિષયક અપમાનિત શબ્દો કહી ગાળાગાળી કરી માર મારવાનું શરૂ કર્યું હતું. આરોપીએ ઉશ્કેરાઈને બે ભાઈને છરી મારી દીધી ઝઘડો વધતાં હેતે અચાનક એક્ટિવાની ડીકીમાંથી છરો કાઢી ભાવેશના કપાળના ભાગે ઝીંકી દીધો હતો. જેથી તે લોહીલુહાણ થઈને નીચે પડી ગયો હતો. આ સમયે ભાવેશનો મોટો ભાઈ સતીષ ત્યાં આવી પહોંચતા હુમલાખોરે તેના પર પણ છરો ફેરવ્યો હતો, જે સતીષને કાનની પાછળના ભાગે વાગ્યો હતો. બૂમાબૂમ થતાં જ પુત્રોને છોડાવવા વચ્ચે પડેલા પિતા ભીખાભાઈ પર આરોપી હેતના પિતા રમેશ પટેલે લાકડાના ધોકા વડે હુમલો કરી દીધો હતો. યુવકે પિતા-પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવી આજુબાજુથી ગ્રામજનો એકઠા થઈ જતાં બંને આરોપી પિતા-પુત્ર 'જો એકલા મળશો તો જાનથી મારી નાખીશું' તેવી ધમકી આપીને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત બંને ભાઈઓને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં હાલ ભાવેશ ચાવડા સર્જીકલ વોર્ડમાં સારવાર હેઠળ છે. મહેસાણા તાલુકા પોલીસે ભાવેશની ફરિયાદના આધારે પટેલ હેત અને રમેશભાઈ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં દારૂની હેરાફેરીનો નવો કીમિયો નિષ્ફળ:બોલેરો પીકઅપના ‘ચોર ખાના’માંથી વિદેશી દારૂના 432 ચપટા ઝડપાયા
    Next Article
    ક્લાસ 1-2ના અધિકારીઓએ વડોદરા ન છોડવા આદેશ:ચોમાસાને લઈને વડોદરા મનપા એક્શન મોડમાં, 1 જૂનથી સેન્ટ્રલ કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment