Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં દારૂની હેરાફેરીનો નવો કીમિયો નિષ્ફળ:બોલેરો પીકઅપના ‘ચોર ખાના’માંથી વિદેશી દારૂના 432 ચપટા ઝડપાયા

    13 hours ago

    ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન ડ્રાઇવ (નશાબંધી અભિયાન) દરમિયાન પોલીસે એક મોટી સફળતા મેળવી છે. બાતમીના આધારે સપાટો બોલાવીને પોલીસે એક બોલેરો પીકઅપ ગાડીમાં અત્યંત શાતિરતાપૂર્વક બનાવાયેલા ‘ચોર ખાના’માંથી ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જોકે, પોલીસ કાફલાને જોઈને ગાડીનો ચાલક અને મુખ્ય આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે વિદેશી દારૂ અને ગાડી મળી કુલ ₹5.60 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાહેર રોડ પર શંકાસ્પદ હાલતમાં પડેલી બોલેરોમાંથી મળ્યું 'ચોર ખાનું' પ્રાપ્ત વિગતો અનુસાર, ગઈકાલ તારીખ 29 મેના રોજ રાત્રિના સમયે બોરતળાવ પોલીસનો કાફલો વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન હાદાનગર આગળ અક્ષરપાર્ક ગરનાળા પાસેથી પસાર થતી વેળાએ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ચૌહાણને ચોક્કસ બાતમી મળી હતી કે, અક્ષરપાર્ક રાણી લક્ષ્મીબાઈ સ્કૂલની પાછળ, સાઈનાથ પાનના ગલ્લાની સામે જાહેર રોડ પર એક બોલેરો પીકઅપ ગાડી શંકાસ્પદ હાલતમાં પાર્ક કરેલી છે. પોલીસે તુરંત પંચોને સાથે રાખીને નંબર GJ-04-AW-6272 ધરાવતી બોલેરો પીકઅપની તલાશી લીધી હતી. પ્રાથમિક તપાસમાં ગાડીના પાછળના ડાલાના સાઈડના પડખામાં લોખંડના પતરા પર રીવેટ મારીને દારૂ છુપાવવા માટે ખાસ 'ચોર ખાનું' બનાવેલું હોવાનું સામે આવ્યું હતું. ગ્રાઇન્ડરથી પતરાં કાપતાં અંદરથી દારૂનો જથ્થો નીકળ્યો બહારથી સામાન્ય દેખાતી આ ગાડીમાં ગુપ્ત ખાનું હોવાની પુષ્ટિ થતાં જ, પોલીસે વાહનને ક્રેઈન દ્વારા ગઢેચી પોલીસ ચોકી ખાતે ખસેડ્યું હતું. ત્યાં કટર, ગ્રાઇન્ડર અને અન્ય વ્યાવસાયિક સાધનોની મદદથી લોખંડના પતરાના રીવેટ તોડીને જોતા અંદરથી અખબારમાં વ્યવસ્થિત રીતે વિંટાળેલી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે અંદરથી વ્હાઇટ મિસ્ચીફ/વ્હીસ્કીના 180 ML ના કુલ 432 સીલપેક ક્વાર્ટર (ચપટા) જપ્ત કર્યા હતા, જેની બજાર કિંમત ₹60,912 થાય છે. આ સાથે ₹5,00,000 ની કિંમતની બોલેરો ગાડી મળી કુલ ₹5,60,912 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. બુટલેગર વિરુદ્ધ ગુનો દાખલ, પકડવાના ચક્રો ગતિમાન પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ ગેરકાયદેસર નશાના કારોબાર અને ગુનામાં સ્થાનિક બુટલેગર મુકેશ ઉર્ફે જોન્ટી ઉધમશીભાઈ મહેરા (રહે. અક્ષરપાર્ક, રાણી લક્ષ્મીબાઈ સ્કૂલની પાછળની શેરીમાં, ભાવનગર) સંડોવાયેલો છે. બોરતળાવ પોલીસે ફરાર આરોપી મુકેશ ઉર્ફે જોન્ટી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ,ઇ), 116(બી) અને 98(2) મુજબ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલી પ્રમુખ દક્ષાબેન જિલ્લા ભાજપ પ્રમુખનું નામ ભૂલ્યા:પદગ્રહણ બાદ મીડિયા સાથે વાતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
    Next Article
    એક્ટિવા ધીમે ચલાવવાનું કહેતા બે ભાઈ પર છરીથી હુમલો:હેડુવા રાજગરમાં પિતા-પુત્રએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી, બંન્ને સામે યુવકની પોલીસ ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment