Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલી પ્રમુખ દક્ષાબેન જિલ્લા ભાજપ પ્રમુખનું નામ ભૂલ્યા:પદગ્રહણ બાદ મીડિયા સાથે વાતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

    11 hours ago

    અમરેલી જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ દક્ષાબેન ચોડવડીને પદભાર સંભાળતા જ જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીનું નામ યાદ કરવામાં ઘણી મહેનત કરવી પડી છે. પદગ્રહણના પ્રથમ દિવસે જ તેમણે જિલ્લા ભાજપ પ્રમુખનું નામ ભૂલી જતાં આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. દક્ષાબેન ચોડવડીયા અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખની કચેરી ખાતે ચાર્જ સંભાળવા મોટી સંખ્યામાં આગેવાનો અને પરિવારજનો સાથે ઉપસ્થિત રહ્યા હતા. પદગ્રહણ બાદ મીડિયા સાથે વાતચીત કરતી વખતે તેમને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીનું નામ યાદ નહોતું આવ્યું. સ્થાનિક લોકોએ તેમને નામ યાદ કરાવ્યા બાદ પણ બીજી વખત બોલવામાં તેમને મુશ્કેલી પડી હતી અને તેઓ અટકી ગયા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો ઝડપથી સોશિયલ મીડિયામાં ફેલાઈ ગયો છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. દક્ષાબેન ચોડવડીયા ધોરણ 10 સુધીનો અભ્યાસ ધરાવે છે. પ્રમુખ બનતા પહેલા તેઓ જીરા ગામના સરપંચ તરીકે સેવા આપી ચૂક્યા છે. અગાઉ તેમણે રેતી માફિયાઓ સામે પણ મોરચો માંડ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરતની 12 વર્ષીય માન્યાનો શ્રીલંકામાં વાગ્યો ડંકો:કોમનવેલ્થ 2026માં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને માત આપી જીત્યા ત્રણ મેડલ, ગ્રાન્ડમાસ્ટર ગુકેશ અને પ્રજ્ઞાનાનંદા બનવાનું સપનું
    Next Article
    ભાવનગરમાં દારૂની હેરાફેરીનો નવો કીમિયો નિષ્ફળ:બોલેરો પીકઅપના ‘ચોર ખાના’માંથી વિદેશી દારૂના 432 ચપટા ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment