Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્લાસ 1-2ના અધિકારીઓએ વડોદરા ન છોડવા આદેશ:ચોમાસાને લઈને વડોદરા મનપા એક્શન મોડમાં, 1 જૂનથી સેન્ટ્રલ કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રહેશે

    14 hours ago

    આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા સંપૂર્ણપણે હરકતમાં આવી ગઈ છે. ચોમાસા દરમિયાન શહેરમાં પાણી ભરાવવાની સમસ્યા ન સર્જાય અને સંભવિત આપત્તિઓનો મજબૂતીથી સામનો કરી શકાય તે માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ ઝોન અને વહીવટી વિભાગોને કડક દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે. તંત્ર દ્વારા પ્રી-મોન્સૂન કામગીરીને આખરી ઓપ આપવા માટે કમર કસી લેવામાં આવી છે, જેના ભાગરૂપે આગામી 1 જૂનથી કોર્પોરેશનનો સેન્ટ્રલ કંટ્રોલ રૂમ 24 કલાક સતત કાર્યરત કરી દેવામાં આવશે. વરિષ્ઠ અધિકારીઓ માટે કડક આદેશ, માઇક્રો એક્શન પ્લાન પર કામ શરૂ ચોમાસા દરમિયાન સર્જાનારી કોઈપણ કટોકટીભરી પરિસ્થિતિને પહોંચી વળવા માટે વર્ગ-1 અને વર્ગ-2ના તમામ વરિષ્ઠ અધિકારીઓને સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજૂરી વિના હેડક્વાર્ટર (વડોદરા શહેર) ન છોડવા માટે કડક આદેશ કરવામાં આવ્યા છે, જેથી ઈમરજન્સીના સમયે ત્વરિત અને અસરકારક પગલાં લઈ શકાય. ભારે વરસાદ, પૂર કે વાવાઝોડા જેવી કુદરતી આફતો સામે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પાલિકા દ્વારા અલગ-અલગ વિસ્તારો માટે વિશિષ્ટ માઇક્રો એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. સંવેદનશીલ વિસ્તારોમાં ડિવોટરિંગ પંપ અને ગટર સફાઈ પર ભાર શહેરના જે નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાં અવારનવાર ભયજનક રીતે પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે, ત્યાં અત્યારથી જ આગોતરા આયોજનના ભાગરૂપે ડિવોટરિંગ પંપ ગોઠવી દેવાની સૂચના અપાઈ છે. આ સાથે જ શહેરની તમામ મુખ્ય ડ્રેનેજ લાઇન, મેનહોલ અને વરસાદી ગટરોની સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવાના આદેશ અપાયા છે, જેથી વરસાદી પાણીનો નિકાલ ઝડપથી થઈ શકે. જોખમી હોર્ડિંગ્સ-મકાનોનો સર્વે અને આશ્રય સ્થાનોની વ્યવસ્થા બીજી તરફ, વાવાઝોડા અને ભારે પવનના કારણે થનારું સંભવિત નુકસાન અટકાવવા માટે સમગ્ર વડોદરા શહેરમાં જોખમી મકાનો, ભયજનક વૃક્ષો (ટ્રી ટ્રિમિંગ) અને રસ્તાઓ પર લાગેલા મોટા હોર્ડિંગ્સનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. આવા જોખમી હોર્ડિંગ્સ સામે યોગ્ય કાનૂની અને સુરક્ષાત્મક પગલાં લેવામાં આવશે. ભારે વરસાદ કે વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિમાં જો નાગરિકોનું આકસ્મિક સ્થળાંતર કરવું પડે, તો તે માટેના આશ્રય સ્થાનો અત્યારથી જ ચિહ્નિત કરી લેવામાં આવ્યા છે, જ્યાં પીવાનું શુદ્ધ પાણી અને પ્રાથમિક આરોગ્ય સેવાઓ અગાઉથી જ ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત, ઈમરજન્સી સ્થિતિમાં મદદરૂપ થઈ શકે તેવી ખાનગી હોસ્પિટલો, શાળાઓ તેમજ જેસીબી અને ટ્રેક્ટર જેવા ભારે મશીનરીના સંસાધનોની આદ્યતન યાદી પણ તંત્ર દ્વારા તૈયાર રાખવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    એક્ટિવા ધીમે ચલાવવાનું કહેતા બે ભાઈ પર છરીથી હુમલો:હેડુવા રાજગરમાં પિતા-પુત્રએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી, બંન્ને સામે યુવકની પોલીસ ફરિયાદ
    Next Article
    ઘરકામના બહાને મોકો મળતાં જ હાથફેરો કરી મહિલા ફરાર:નામ બદલી સુરત અને નવસારીમાં ચોરીઓને અંજામ આપ્યો, બસ ડેપોથી પકડી LCBએ ₹3 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment