Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘરકામના બહાને મોકો મળતાં જ હાથફેરો કરી મહિલા ફરાર:નામ બદલી સુરત અને નવસારીમાં ચોરીઓને અંજામ આપ્યો, બસ ડેપોથી પકડી LCBએ ₹3 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો

    15 hours ago

    નવસારી જિલ્લામાં ચોરીના ગુનાઓ અટકાવવા અને વણઉકેલાયેલા કેસો શોધી કાઢવા માટે લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB)ને મોટી સફળતા મળી છે. LCBની ટીમે ગણતરીના દિવસોમાં જ ગણદેવી રોડ પર આવેલા વિજયંત એપાર્ટમેન્ટમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે અને ઘરકામના બહાને ચોરી કરતી એક શાતિર મહિલાને ₹3,04,060ના મુદ્દામાલ સાથે દબોચી લીધી છે. સીસીટીવી, હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે ધરપકડ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અનડીટેક્ટ ગુના સંદર્ભે LCBના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વાય.જી. ગઢવી, પીએસઆઈ એમ.બી. ગામીત તથા ટેક્નિકલ ટીમે તપાસ આદરી હતી. ઘટનાસ્થળની મુલાકાત, CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સ દરમિયાન LCBની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ચોરી કરનાર મહિલા હાલ નવસારી જૂના ડેપો આસપાસ ફરી રહી છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી મહિલાને મુદ્દામાલ સાથે ઝડપી પાડી હતી. દેવું વધતાં ગુનાખોરીનો માર્ગ અપનાવ્યો પોલીસ મથકે લાવી કડકાઈથી પૂછપરછ કરતા મહિલાએ કબૂલાત કરી હતી કે તેના માથે મોટું દેવું થઈ ગયું હોવાથી તે ચોરીઓ કરતી હતી. વધુમાં તેણે અગાઉ સુરત શહેરમાં પણ આ પ્રકારે જ અલગ-અલગ વિસ્તારોમાં ચોરી કરી હોવાની કબૂલાત આપી છે. હાલ આરોપી મહિલાને આગળની કાયદેસરની કાર્યવાહી માટે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે. શાતિર મોડસ ઓપરેન્ડી આરોપી મહિલા અત્યંત શાતિર રીતે ગુનાને અંજામ આપતી હતી. તેની મોડસ ઓપરેન્ડી મુજબ તે વિવિધ એપાર્ટમેન્ટ, સોસાયટીઓ અને ફ્લેટોમાં જઈને ઘરકામની માંગણી કરતી હતી. શરૂઆતના થોડા દિવસોમાં તે ઘરમાલિકોનો અતૂટ વિશ્વાસ સંપાદિત કરી લેતી હતી. જેવો મોકો મળે કે તુરંત ઘરમાં રાખેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ ચોરીને રફુચક્કર થઈ જતી. ચોરી કર્યા બાદ તે ક્યારેય કામ પર પાછી ફરતી નહીં અને અન્ય વિસ્તારમાં જઈ નવું નામ ધારણ કરી ફરી ઘરકામ શોધતી હતી. પકડાયેલી મહિલા આરોપી સરલાબેન મહેશભાઈ કોંકણા પટેલ / ગામીત (ગીતાબેન ઉર્ફે સવિતાબેન ઉર્ફે લીલાબેન) હાથી ફળિયું, અલીફનગર, તા. સોનગઢ, જિ. તાપી. કબ્જે કરાયેલો મુદ્દામાલ સોનાનું બ્રેસલેટ – ₹1,65,000 સોનાની ચેઈન – ₹61,860 સોનાનું પેન્ડલ – ₹21,900 સોનાની કાનની બુટ્ટી – ₹16,350 રોકડ રકમ – ₹39,000 કુલ કિંમત ₹3,04,060 ગુનાહિત ઈતિહાસ પોલીસ રેકોર્ડ મુજબ પકડાયેલી મહિલા રીઢા ગુનેગાર છે અને તેની સામે અગાઉ પણ ગુના નોંધાઈ ચૂક્યા છે: રાંદેર પોલીસ સ્ટેશન (સુરત): BNSની કલમ-306 મુજબનો ગુનો. ઉમરા પોલીસ સ્ટેશન (સુરત): આઈપીસી કલમ-381 મુજબ નોકર દ્વારા ચોરીનો ગુનો. ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તાર (સુરત): ભટ્ટાર ચાર રસ્તા પાસે આવેલ એપાર્ટમેન્ટમાં પણ નોકર તરીકે રહી ચોરી કર્યાની કબૂલાત. BNS મુજબ નવસારીમાં ફરિયાદ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023ની કલમ-305(એ) અને 331(૩) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    ક્લાસ 1-2ના અધિકારીઓએ વડોદરા ન છોડવા આદેશ:ચોમાસાને લઈને વડોદરા મનપા એક્શન મોડમાં, 1 જૂનથી સેન્ટ્રલ કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રહેશે
    Next Article
    ગાંધીનગરમાં બાળકી પર દુષ્કર્મ કરનારને છેલ્લા શ્વાસ સુધીની સજા:મર્યા પછી લાશ પરિવારને સોંપવા હુકમ, પીડિતાને 10 લાખનું વળતર અપાશે; પાંચ મહિનામાં સજા સંભળાવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment