Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાંતલપુરમાં ગેસ ટેન્કરે બાઈકને ટક્કર મારી, યુવકનું મોત:જામવાડા નજીક અકસ્માત, ટેન્કર ચાલક વાહન મૂકી ફરાર

    8 hours ago

    સાંતલપુર તાલુકાના જામવાડા ગામ નજીક માધવ હોટલ પાસે કસ્ટમ હાઈવે રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સુઈગામ તરફથી પૂરઝડપે આવી રહેલા ગેસ ટેન્કરે મોટરસાયકલને ટક્કર મારતા બાઈક સવાર યુવકનું ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ટેન્કર ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હતો. મૃતક યુવકની ઓળખ જામવાડા ગામના ગડસાયાવાસમાં રહેતા અશોક ઠાકોર તરીકે થઈ છે. તેઓ પોતાનું મોટરસાયકલ લઈને ખેતરે જઈ રહ્યા હતા. બપોરના સમયે માધવ હોટલ નજીક હાઈવે પર સામેથી આવી રહેલા એલ.પી.જી. ગેસ ટેન્કરના ચાલકે ગફલતભરી રીતે ટેન્કર ચલાવી અશોકભાઈના બાઈકને અડફેટે લીધું હતું. આ અકસ્માતમાં અશોકભાઈને માથાના પાછળના ભાગે, મોઢા પર તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતા જ પરિવારજનો અને ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર અર્થે સાંતલપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના અંગે સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (B.N.S.) ની કલમ 106(1), 281 અને મોટર વાહન અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આસીસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર નરેન્દ્રકુમાર પુંજાજી વિહોલને સોંપી છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચના મંગલેશ્વરમાં કબીર પ્રાગટ્ય મહોત્સવ:આશ્રમ ખાતે ભક્તિભાવપૂર્વક ઉજવણી, સંતો-ભક્તો ઉમટ્યા
    Next Article
    IPL મેચ પર ઓનલાઈન સટ્ટો રમતો શખસ ઝડપાયો:માંજલપુર પોલીસે વડસર ગામ પાસેથી હરેશ ઠક્કરને દબોચ્યો, આઈડીમાં 47,800ની બેલેન્સ મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment