Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચના મંગલેશ્વરમાં કબીર પ્રાગટ્ય મહોત્સવ:આશ્રમ ખાતે ભક્તિભાવપૂર્વક ઉજવણી, સંતો-ભક્તો ઉમટ્યા

    9 hours ago

    ભરૂચ જિલ્લાના મંગલેશ્વરમાં આવેલા શ્રી સદગુરુ કબીર આશ્રમ ખાતે એક દિવસીય કબીર પ્રાગટ્ય મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આશ્રમ પરિસરમાં વિવિધ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન થયું હતું. આ મહોત્સવ પરમ પૂજ્ય મહંત 108 ગુરૂચરણદાસજી મહારાજ અને ગુરૂ રામકિશોરદાસજી સાહેબના સાનિધ્યમાં યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં સંતો-મહંતો અને ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવની પૂર્વ સંધ્યાએ ભજન-કીર્તન અને સંધ્યાપાઠના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો. શનિવારે કબીરવડ મઢીઘાટથી એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા વિવિધ માર્ગો પરથી પસાર થઈ શ્રી સદગુરુ કબીર આશ્રમ ખાતે પહોંચી હતી. શોભાયાત્રા દરમિયાન ભક્તોએ કબીર સાહેબના જયઘોષ કર્યા હતા. મહોત્સવ અંતર્ગત વિશેષ સાત્વિક આનંદ ચૌકા આરતી, પૂજનવિધિ અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે સાધુ કન્હૈયાદાસજી દ્વારા ગુરૂ ગુરૂચરણદાસજી સાહેબની ચાદર વિધિ પણ ધાર્મિક પરંપરા મુજબ સંપન્ન કરવામાં આવી હતી. કાર્યક્રમમાં છોટે મહંત 108 કમલેશદાસજી (અંકલેશ્વર) સહિત વિવિધ સ્થળોથી પધારેલા સંતો-મહંતો અને મોટી સંખ્યામાં ભક્તજનોએ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય અને આધ્યાત્મિક માહોલ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    જામનગર મહાનગરપાલિકાના કચરાના વાહનો નંબર પ્લેટ વગર:સુરક્ષા અને વહીવટી પારદર્શિતા પર સવાલ ઉઠ્યા
    Next Article
    સાંતલપુરમાં ગેસ ટેન્કરે બાઈકને ટક્કર મારી, યુવકનું મોત:જામવાડા નજીક અકસ્માત, ટેન્કર ચાલક વાહન મૂકી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment