Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર મહાનગરપાલિકાના કચરાના વાહનો નંબર પ્લેટ વગર:સુરક્ષા અને વહીવટી પારદર્શિતા પર સવાલ ઉઠ્યા

    9 hours ago

    જામનગર મહાનગરપાલિકાના કચરાના વાહનો નંબર પ્લેટ વગર રસ્તાઓ પર ફરી રહ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાથી મહાનગરપાલિકાની કામગીરી અને વહીવટી પારદર્શિતા પર સવાલો ઉભા થયા છે. થોડા મહિના પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જામનગરને સ્વચ્છતા માટે નવી અત્યાધુનિક ગાડીઓ આપવામાં આવી હતી. જોકે, આ નવી ગાડીઓ આવ્યા પછી પણ જૂની ગાડીઓ કચરો ઉપાડવાનું કામ કરી રહી છે.સૌથી ગંભીર બાબત એ છે કે, આ જૂની ગાડીઓની નંબર પ્લેટ કાઢી નાખવામાં આવી છે. નંબર પ્લેટ વગર વાહનો ચલાવવા પાછળનો હેતુ શું છે તે અંગે અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. નંબર પ્લેટ ન હોવાથી કઈ ગાડી કામ કરે છે અને કઈ નથી કરતી, તેનો હિસાબ રાખવો મુશ્કેલ બને છે.આ માત્ર વહીવટી ગેરરીતિ જ નહીં, પરંતુ સુરક્ષા સાથે પણ ચેડાં છે. ટ્રાફિક નિયમો મુજબ, કોઈપણ સરકારી કે ખાનગી વાહન નંબર પ્લેટ વગર રસ્તા પર ફરી શકે નહીં. જો આવા નંબર વગરના વાહનો કોઈ અકસ્માત સર્જે અથવા કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ થાય, તો તેની જવાબદારી કોની રહેશે અને પોલીસ આવા વાહનોને કેવી રીતે ટ્રેક કરશે તે મોટો પ્રશ્ન છે. જામનગરની જનતા પોતાના ટેક્સના પૈસા સ્વચ્છતા માટે ચૂકવી રહી છે. આ મામલે મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા નક્કર પગલાં લેવાય અને જવાબદારી નક્કી કરવામાં આવે તેવી અપેક્ષા છે.
    Click here to Read More
    Previous Article
    વિજલપોર ઓવરબ્રિજ 5 વર્ષથી અધૂરો, ડાયવર્ઝન રોડ બિસ્માર:ચોમાસા પહેલાં સ્થાનિકોને હાલાકી વધવાની ભીતિ
    Next Article
    ભરૂચના મંગલેશ્વરમાં કબીર પ્રાગટ્ય મહોત્સવ:આશ્રમ ખાતે ભક્તિભાવપૂર્વક ઉજવણી, સંતો-ભક્તો ઉમટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment