Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તમારા બાળકને 'ઝેરી' દૂધ તો નથી પીવડાવી રહ્યા ને?:ફોર્મ્યુલા મિલ્ક ખરીદતા પહેલા 5 મુદ્દાઓનું ખાસ ધ્યાન રાખો, પીડિયાટ્રિશિયન પાસેથી જાણો સેફ્ટી ટિપ્સ

    1 day ago

    બાળક હજુ માત્ર 15 દિવસનું છે. વારંવાર રડી રહ્યું છે, રાત્રે બરાબર ઊંઘી શકતું નથી. બધાંને લાગે છે કે, કદાચ માતાના દૂધથી તેનું પેટ ભરાતું નથી. આવી સ્થિતિમાં તરત જ સૂચન આવે છે કે ફૉર્મ્યુલા મિલ્ક પીવડાવી દઈએ. બાળક શાંત થઈ જશે, સારી ઊંઘ આવશે. આજે બાળકને ફૉર્મ્યુલા મિલ્ક પીવડાવવું ખૂબ સામાન્ય બની ગયું છે. પરંતુ શું આ ફૉર્મ્યુલા તમારા બાળક માટે સુરક્ષિત છે? તાજેતરમાં ગ્લોબલ ફૂડ કંપની નેસ્લેએ કેટલાક ઇન્ફન્ટ ફૉર્મ્યુલા પ્રોડક્ટ્સને ગ્લોબલ માર્કેટમાંથી પાછા ખેંચ્યા છે, કારણ કે તેમાં એક દુર્લભ ટોક્સિન સેરૂલાઇડ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. એટલા માટે આજે 'કામના સમાચાર'માં જાણીશું કે- નિષ્ણાતઃ ડો. સંજય કુમાર જૈન, HOD, પીડિયાટ્રિક્સ એન્ડ નિયોનેટોલોજી, મેક્યોર હોસ્પિટલ, દિલ્હી પ્રશ્ન- બેબી ફૉર્મ્યુલા મિલ્ક શું છે? જવાબ- બેબી ફૉર્મ્યુલા મિલ્ક અથવા ઇન્ફન્ટ ફૉર્મ્યુલા મિલ્ક 12 મહિનાથી ઓછી ઉંમરના શિશુ માટે ફેક્ટરીમાં તૈયાર કરાયેલું ફૂડ પ્રોડક્ટ હોય છે. તેને માતાના દૂધના વિકલ્પ તરીકે અથવા તેની સાથે સપ્લિમેન્ટ તરીકે આપવામાં આવે છે. તે પાવડર અથવા લિક્વિડ સ્વરૂપમાં ઉપલબ્ધ હોય છે. તેમાં બાળકના યોગ્ય વિકાસ માટે જરૂરી પ્રોટીન, ફેટ અને કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. સાથે જ તેમાં વિટામિન્સ અને મિનરલ્સ પણ ઉમેરવામાં આવે છે. આ પોષક તત્વો બાળકના શારીરિક અને માનસિક વિકાસમાં મદદ કરે છે. ફૉર્મ્યુલા મિલ્ક પાવડર, કન્સન્ટ્રેટ અથવા રેડી-ટુ-યુઝ લિક્વિડ ફોર્મમાં મળે છે. પ્રશ્ન- શિશુને ફૉર્મ્યુલા મિલ્ક ક્યારે અને શા માટે આપવામાં આવે છે? જવાબ- ફૉર્મ્યુલા મિલ્ક ખાસ કરીને ત્યારે આપવામાં આવે છે, જ્યારે માતાનું દૂધ ઉપલબ્ધ ન હોય. ઘણીવાર માતાનું દૂધ પૂરતું હોતું નથી. કેટલીક મેડિકલ પરિસ્થિતિઓમાં બાળકને બ્રેસ્ટ મિલ્ક આપી શકાતું નથી. પ્રિમેચ્યોર અથવા ઓછા વજનવાળા શિશુઓને વધારાના પોષણની જરૂર હોય છે. આવી સ્થિતિમાં ડોક્ટર ફૉર્મ્યુલા મિલ્કની સલાહ આપે છે. કામ કરતી માતાઓ માટે દરેક સમયે સ્તનપાન કરાવવું શક્ય હોતું નથી. આવી સ્થિતિમાં બાળકના પોષણ માટે ફૉર્મ્યુલા મિલ્ક એક વિકલ્પ બને છે. પ્રશ્ન- શું ફૉર્મ્યુલા મિલ્ક શિશુ માટે સુરક્ષિત છે? જવાબ- હા, ફૉર્મ્યુલા મિલ્ક શિશુ માટે સુરક્ષિત માનવામાં આવે છે, જો તેને યોગ્ય રીતે અને ડૉક્ટરની સલાહ મુજબ આપવામાં આવે. ફૉર્મ્યુલા નિર્ધારિત ધોરણો હેઠળ બનાવવામાં આવે છે અને તેમાં શિશુની ઉંમર પ્રમાણે જરૂરી પોષક તત્વો હોય છે. પરંતુ તેને તૈયાર કરતી વખતે સ્વચ્છતા ખૂબ જ જરૂરી હોય છે. પ્રશ્ન- તાજેતરમાં ફૉર્મ્યુલા મિલ્કમાં કયા ટોક્સિન્સ મળ્યા છે અને તે બાળકના સ્વાસ્થ્ય માટે કેવી રીતે જોખમી છે? જવાબ- તાજેતરમાં કેટલાક બેબી ફૉર્મ્યુલા મિલ્કમાં સેરુલાઇડ નામનું ટોક્સિન મળવાની આશંકા સામે આવી છે. આ ટોક્સિન બેસિલસ સેરેસ નામના બેક્ટેરિયાની કેટલીક જાતોમાંથી બને છે. સેરુલાઇડ એક ફૂડ પોઇઝનિંગ ટોક્સિન છે, જે બાળકો માટે જોખમી હોઈ શકે છે. તેનાથી ઉલટી, ઝાડા, પેટમાં દુખાવો જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. શિશુઓમાં તે ડિહાઇડ્રેશન અને નબળાઈનું કારણ પણ બની શકે છે. તેથી આવા કિસ્સાઓમાં ફૉર્મ્યુલા મિલ્કને તરત જ રિકોલ કરવામાં આવે છે અને તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. પ્રશ્ન- બેબી ફૉર્મ્યુલા સુરક્ષિત છે કે નહીં, તે કેવી રીતે જાણીશું? જવાબ- બેબી ફૉર્મ્યુલા સુરક્ષિત છે કે નહીં, તે જાણવા માટે સૌથી પહેલા પેકિંગને ધ્યાનથી જોવું જરૂરી છે. હંમેશા એક્સપાયરી ડેટ, બેચ નંબર અને સીલ બરાબર બંધ છે કે નહીં તેની તપાસ કરો. જો ડબ્બો ફૂલેલો હોય, સીલ તૂટેલું હોય અથવા પાવડરની ગંધ વિચિત્ર લાગે, તો તેનો બિલકુલ ઉપયોગ ન કરો. સાથે જ, કંપની કે હેલ્થ ઓથોરિટી દ્વારા જાહેર કરાયેલી કોઈ રિકોલ કે ચેતવણીની જાણકારી પણ જરૂર જુઓ. જો ફૉર્મ્યુલા આપ્યા પછી બાળકને ઉલટી, ઝાડા, પેટમાં દુખાવો કે અસામાન્ય સુસ્તી દેખાય, તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો. પ્રશ્ન- બેબી ફોર્મ્યુલાના લેબલ પર લખેલા કયા શબ્દો પર ધ્યાન આપવું જોઈએ? જવાબ- બેબી ફૉર્મ્યુલા ખરીદતી વખતે લેબલમાં ઘટકોની (ઇન્ગ્રેડિયન્સ) યાદી ચોક્કસ તપાસો. તેમાં ધ્યાન આપો કે કાર્બોહાઇડ્રેટ માટે લેક્ટોઝ, પ્રોટીન માટે વ્હે અથવા કેસીન, અને મગજ તથા આંખોના વિકાસ માટે DHA/ARA લખેલું હોય. વધારાની ખાંડ (એડેડ શુગર), કોર્ન સિરપ સોલિડ્સ અથવા પામ ઓઇલથી બચવું વધુ સારું છે. આ ઉપરાંત ન્યુટ્રિશન પેનલ, એક્સપાયરી ડેટ, બનાવવાની સૂચનાઓ અને સૌથી અગત્યનો FSSAI લાઇસન્સ નંબર ચોક્કસ તપાસો કારણ કે, ભારતમાં FSSAI લાઇસન્સ વિનાનો કોઈપણ બેબી ફૂડ બાળકો માટે સુરક્ષિત માનવામાં આવતો નથી. પ્રશ્ન- કેવી રીતે જાણવું કે બાળક બેબી ફોર્મ્યુલાને કારણે બીમાર તો નથી પડી રહ્યું? તે કયા લક્ષણો છે, જેને માતા-પિતાએ અવગણવા ન જોઈએ? જવાબ- જો બાળકને ફૉર્મ્યુલાઆપ્યા પછી તેની તબિયતમાં ફેરફાર જોવા મળે, તો તેને અવગણવું ન જોઈએ. ગ્રાફિકથી સમજીએ કે કયા લક્ષણોને અવગણવા ન જોઈએ- આ લક્ષણો એ વાતનો સંકેત હોઈ શકે છે કે, ફૉર્મ્યુલા તેને અનુકૂળ નથી આવી રહ્યું. આવા કોઈપણ લક્ષણમાં ફૉર્મ્યુલા જાતે બદલવાને બદલે તરત જ બાળરોગ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. પ્રશ્ન- શિશુ માટે ફૉર્મ્યુલાનો સુરક્ષિત વિકલ્પ શું છે? જવાબ- શિશુ માટે સૌથી સુરક્ષિત અને કુદરતી વિકલ્પ માતાનું દૂધ છે. તેમાં સંપૂર્ણ પોષણ અને રોગોથી બચાવતા તત્વો હોય છે. WHO પણ શરૂઆતના છ મહિના સુધી ફક્ત સ્તનપાન (બ્રેસ્ટ ફીડિંગ)ની સલાહ આપે છે. જો કોઈ કારણસર સ્તનપાન શક્ય ન હોય અથવા પર્યાપ્ત ન હોય, તો ડોક્ટરની સલાહથી ફૉર્મ્યુલા મિલ્ક આપી શકાય છે, કારણ કે આવી સ્થિતિમાં તે બાળક માટે જરૂરી પોષણનો મહત્વનો સ્ત્રોત બને છે. પ્રશ્ન- ફૉર્મ્યુલા મિલ્ક આપતા પહેલા માતા-પિતાએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? ફૉર્મ્યુલા મિલ્ક આપતા પહેલા માતા-પિતાએ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ગ્રાફિકથી સમજીએ- તેમને વિગતવાર સમજીએ- હાથ સાબુથી ધોવા ફૉર્મ્યુલા તૈયાર કરતા પહેલાં હાથ હંમેશા સારી રીતે ધોવા. ગંદા હાથથી ફૉર્મ્યુલા બનાવવાથી બાળકને ચેપ લાગી શકે છે. તેથી સાબુ અને ગરમ પાણીથી ઓછામાં ઓછા 20 સેકન્ડ સુધી હાથ સારી રીતે સાફ કરો. ફીડિંગ બોટલ ઉકાળો બોટલ, નિપ્પલ અને અન્ય ફીડિંગ ઇક્વિપમેન્ટને ગરમ અને સ્વચ્છ પાણીથી સારી રીતે ધોવા. બોટલ ઉકાળવાથી ઈ.કોલાઈ, સાલ્મોનેલા જેવા જંતુઓ નાશ પામે છે. આ જંતુઓ ઝાડા અને ચેપનું કારણ બની શકે છે. ઉકાળેલા પાણીથી ફૉર્મ્યુલા બનાવો ફૉર્મ્યુલા દૂધ બનાવવામાં ઉકાળેલું અને ઠંડું કરેલું પાણી વાપરો. ઉકાળેલું પાણી ફૉર્મ્યુલા પાવડરને સુરક્ષિત રીતે ઓગાળવામાં મદદ કરે છે. સાથે જ, માઇક્રોબિયલ દૂષણનું જોખમ ઘટાડે છે. ફૉર્મ્યુલા માઇક્રોવેવમાં ગરમ ન કરો ફોર્મ્યુલાને ક્યારેય માઇક્રોવેવમાં ગરમ ન કરો. માઇક્રોવેવમાં ફૉર્મ્યુલા અનિયમિત રીતે ગરમ થાય છે અને હોટસ્પોટથી બાળકના મોંમાં બળતરા થઈ શકે છે. બોટલને થોડી મિનિટ ગરમ પાણીના બાઉલમાં રાખીને રૂમના તાપમાન સુધી લાવો. ઉપયોગ કરેલું ફૉર્મ્યુલા ફ્રિજમાં ન રાખો જ્યારે બાળક બોટલમાંથી ફૉર્મ્યુલા પીવે છે, ત્યારે તેના મોંના બેક્ટેરિયા દૂધમાં પહોંચી જાય છે. ફ્રિજમાં રાખવા છતાં પણ આ બેક્ટેરિયા સંપૂર્ણપણે નાશ પામતા નથી, પરંતુ ધીમે ધીમે વધી શકે છે. ફરીથી પીવડાવવા પર આ જ બેક્ટેરિયા બાળકના પેટમાં ઇન્ફેક્શન, ઉલટી કે ઝાડાનું કારણ બની શકે છે. પીધા પછી બચી જાય તો ફેંકી દો ફૉર્મ્યુલા દૂધ બેક્ટેરિયા માટે ઉત્તમ માધ્યમ હોય છે, ખાસ કરીને જ્યારે તે રૂમના તાપમાને હોય અથવા પીધા પછી બચ્યું હોય. સમય જતાં તેમાં હાનિકારક બેક્ટેરિયા ઝડપથી વિકસી શકે છે. બાળકની રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાને કારણે તે તેના માટે ગંભીર જોખમ બની શકે છે. તાજું ફૉર્મ્યુલા ફ્રિજમાં રાખી શકાય જે ફૉર્મ્યુલા બિલકુલ નવું બનાવ્યું હોય અને જેને બાળકે હજુ પીધું ન હોય, તેને સ્વચ્છ અને ઢાંકેલા કન્ટેનરમાં ફ્રિજમાં રાખી શકાય છે. ઠંડું તાપમાન બેક્ટેરિયાના વિકાસને ધીમો પાડે છે, જેનાથી દૂધ થોડા સમય માટે સુરક્ષિત રહે છે. સામાન્ય રીતે તેને 24 કલાકની અંદર વાપરવાની સલાહ આપવામાં આવે છે. પેકેટ પર લખેલી સૂચનાઓ ધ્યાનથી વાંચો પેકેટ પર આપેલી સૂચનાઓ મુજબ પાણી અને પાવડરનું યોગ્ય પ્રમાણ મિક્સ કરો. વધુ પાણી ઉમેરવાથી પોષણ નબળું પડે છે અને વધુ પાવડર આપવાથી ડિહાઇડ્રેશન અથવા પેટની સમસ્યા થઈ શકે છે. તેથી સૂચનાઓનું કડકપણે પાલન કરવું ખૂબ જ જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    દર મહિને પગાર આવતાં જ પૂરો થઈ જાય છે?:50-30-20ના નિયમથી પૈસા બચાવો, નિષ્ણાત પાસેથી જાણો ટૂંકી આવકમાં બે પાંદડે થવાનું રહસ્ય
    Next Article
    રાજા જેવું વ્યક્તિત્વ અને રજવાડી ઠાઠ:શું તમારી કુંડળીમાં આ મહાપુરૂષ યોગ છે?, ડૉ. પંકજ નાગર પાસેથી જાણો ભાગ્ય બદલતા 5 પાવરફુલ યોગ

    Related લાઈફ સ્ટાઈલ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment