Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPL મેચ પર ઓનલાઈન સટ્ટો રમતો શખસ ઝડપાયો:માંજલપુર પોલીસે વડસર ગામ પાસેથી હરેશ ઠક્કરને દબોચ્યો, આઈડીમાં 47,800ની બેલેન્સ મળી

    7 hours ago

    વડોદરા શહેરમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની મેચ પર સટ્ટો રમતા એક ઈસમને પોલીસે ઝડપી પાડ્યો છે.માંજલપુર પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, વડસર ગામ ગોચર પાસે ગૌશાળાની પાછળ ખુલ્લા મેદાનમાં એક ઈસમ પોતાના મોબાઈલ ફોનમાં ઓનલાઈન IPLની મેચ પર સટ્ટો રમી રહ્યો છે. જેના આધારે પોલીસે રેડ પાડીને શખસને ઝડપી લીધો હતો. મોબાઈલમાં IDના આધારે ઓનલાઈન સટ્ટો રમતો હતો પોલીસે પકડાયેલા આરોપીના મોબાઈલ ફોનની તપાસ કરતા તેમાંથી Esar247.com નામની ક્રિકેટ સટ્ટાની ઓનલાઈન આઈ.ડી. મળી આવી હતી.આ આઈડીમાં તેનું યુઝર નેમ Rudrab443 હતું. આ આઈડીમાં 47,800નું બેલેન્સ તથા 50,300 ક્રેડિટ પોઈન્ટ્સ જોવા મળ્યા હતા. આ ક્રિકેટ બેટિંગને લગતું સાહિત્ય હોવાથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલ આરોપી હરેશભાઈ ઠક્કર (ઉંમર વર્ષ: 37, રહે, કાન્હા હાઈટ્સ,વડોદરા શહેર) ને દબોચી આ સટ્ટામાં ઉપયોગી આઈ ડી જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    સાંતલપુરમાં ગેસ ટેન્કરે બાઈકને ટક્કર મારી, યુવકનું મોત:જામવાડા નજીક અકસ્માત, ટેન્કર ચાલક વાહન મૂકી ફરાર
    Next Article
    Gujarat HC dismisses family’s plea seeking registration of FIR over ‘custodial death’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment