Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટના સાંઢિયા પૂલ ઓવરબ્રિજની મુલાકાતે પહોંચ્યા મેયર:રસ્તાની સર્ફેશ યોગ્ય ન હોવાથી અધિકારીને ખખડાવ્યાં; કહ્યું- મારે કશું સાંભળવું નથી, બધું વ્યવસ્થિત કરો

    10 hours ago

    રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર ડો. નેહલ શુક્લ પદભાર સંભાળતાની સાથે જ એક્શન મોડમાં આવી ગયા છે. આજે (30 મે) બીજા દિવસે તેઓ મનપાના પદાધિકારીઓ સાથે જામનગર રોડ પર ₹74.32 કરોડના ખર્ચે બની રહેલા ઐતિહાસિક સાંઢિયાપૂલ ઓવરબ્રિજની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા હતા. મેયરે કમિશનર અને ઇજનેર વિભાગના અધિકારીઓને સ્થળ પર બોલાવી 602 મીટર લાંબા બ્રિજનું બંને તરફ ચાલીને બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન બ્રિજની શરૂઆતમાં જ રસ્તાની સર્ફેશ (રોડ લેવલ) યોગ્ય ન હોવાનું અને કામગીરી અત્યંત નબળી હોવાનું સામે આવ્યું હતું. ખુલાસો કરતા અધિકારીને રોક્યા, કહ્યું-ઉદ્ઘાટન સમયે કામ પરફેક્ટ હોવું જોઈએ રોડ અને બ્રિજની બંને સાઇડની દીવાલોનું સર્ફેશ લેવલ યોગ્ય ન હોવાથી મેયરે સ્થળ પર જ ઉપસ્થિત અધિકારીઓનો ઉધડો લીધો હતો. આ અંગે જ્યારે જવાબદાર અધિકારીએ બચાવમાં ખુલાસો કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે મેયરે સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું હતું કે, મારે અત્યારે કશું જ સાંભળવું નથી, આ બધું તુરંત યોગ્ય કરાવો. ઉદ્ઘાટન સમયે બધું કામ ચોક્કસ અને નિયમોનુસાર જ હોવું જોઈએ. મેયરે ઉચ્ચ અધિકારીઓને કડક સૂચના આપી છે કે જ્યાં સુધી કોન્ટ્રાક્ટર એજન્સી આ તમામ ક્ષતિઓ સંપૂર્ણપણે સુધારી ન લે, ત્યાં સુધી તેનું 100% બિલ અટકાવી રાખવામાં આવે અને ચૂકવણું ન કરવું. 46 વર્ષ જૂના જર્જરિત બ્રિજના સ્થાને બન્યો અત્યાધુનિક ફોરલેન ફ્લાયઓવર જામનગર રોડ પર આવેલો 46 વર્ષ જૂનો ટૂ-લેન સાંઢિયા પૂલ લાંબા સમયથી જર્જરિત હોવાથી તેના પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હતો. ત્યારબાદ મનપા દ્વારા તેના નવીનીકરણ સાથે ફોરલેન બ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 7 માર્ચ 2024ના રોજ આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાયું હતું. મે 2024થી જૂનો પૂલ તોડીને નવો બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરાઈ હતી, જે હવે પૂર્ણતાના આરે છે. નવો બ્રિજ 16.40 મીટર પહોળો અને 602 મીટર લાંબો છે, જેમાં 20 રેગ્યુલર સ્પાન અને 1 સેન્ટ્રલ સ્પાન (36 મીટર) મળી કુલ 21 સ્પાન બનાવવામાં આવ્યા છે. આ બ્રિજ શરૂ થવાથી જામનગર, દ્વારકા, મોરબી અને કચ્છ તરફ જતા વાહનચાલકોને ટ્રાફિક જામમાંથી કાયમી મુક્તિ મળશે. આ પણ વાંચો…દરરોજ 1 લાખ વાહનચાલકોનો સમય- ઈંધણ બચશે આંગળીના ટેરવે ગણી શકાય એટલા દિવસોમાં જનતા માટે ખુલ્લો મુકાશે: મેયર આ વૈશ્વિક પ્રોજેક્ટ અંગે વિગતો આપતાં મેયર નેહલ શુક્લએ જણાવ્યું હતું કે, પૂલની કામગીરીમાં કેટલીક આંખે ઉડીને વળગે તેવી ત્રુટિઓ રહી ગઈ છે, જે તાત્કાલિક દૂર કરવા એજન્સીને આદેશ અપાયા છે. આ ક્ષતિઓ કોની બેદરકારીથી રહી ગઈ છે તેની ચકાસણી કરીને જરૂરી પેપર વર્ક કરી કાયદેસરની કાર્યવાહી કરાશે. પ્રજાના હિત અને ટેક્સના પૈસાનો બગાડ ચલાવી લેવાશે નહીં. હાલ અધૂરું કામ યુદ્ધના ધોરણે પૂરું કરવા જણાવાયું છે અને આંગળીના ટેરવે ગણી શકાય એટલા જ દિવસોમાં આ બ્રિજ લોકાર્પણ કરીને ખુલ્લો મુકાશે. આ વિશિષ્ટ મુલાકાત વખતે મેયરની સાથે ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયા, મહામંત્રી વલ્લભ દુધાત્રા, પૂર્વ મેયર નયનાબેન પેઢડિયા, પૂર્વ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા તેમજ વોર્ડ નંબર 3ના તમામ સ્થાનિક કોર્પોરેટરો અને મનપાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    IPL ફાઈનલની ટિકિટ બ્લેકમાં 1 લાખ, 3500ના 15 હજાર થયા:પ્રેસિડેન્ટ ગેલેરીમાં 50 હજારથી શરૂઆત, મેપથી સમજો કયું પાર્કિંગ લોકેશન કેટલું દૂર
    Next Article
    સુરેન્દ્રનગરમાં ખેડૂતોના વીજલાઈન વળતર માટે ઉગ્ર વિરોધ:મેળાના મેદાનથી કલેક્ટર કચેરી સુધી કોંગ્રેસની ખેડૂતો સાથે કૂચ, કંપનીઓ સામે કાયદાકીય પગલાં ભરવા કલેક્ટરને આવેદન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment