Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPL ફાઈનલની ટિકિટ બ્લેકમાં 1 લાખ, 3500ના 15 હજાર થયા:પ્રેસિડેન્ટ ગેલેરીમાં 50 હજારથી શરૂઆત, મેપથી સમજો કયું પાર્કિંગ લોકેશન કેટલું દૂર

    12 hours ago

    અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર બેંગલોર વચ્ચે 31 મેના IPL 2026ની ફાઇનલ મેચ રમાવાની છે. ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ આ ક્રેઝનો ગેરફાયદો ઉઠાવીને IPLની ટિકિટોનું બ્લેક માર્કેટિંગ જોરશોરથી શરૂ થઈ ગયું છે. જે ટિકિટની મૂળ કિંમત 3 હજાર રૂપિયા છે તે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા રૂ.10થી 15 હજારમાં સુધી વેચાઈ રહી છે. જ્યારે લક્ઝુરિયસ પ્રેસિડેન્ટ ગેલેરીની ટિકિટના ભાવ તો 50 હજાર રૂપિયાથી તો શરૂ થાય છે. બ્લેક માર્કેટમાં 1 લાખ સુધી ટિકિટના ભાવ બોલાઈ રહ્યા છે. મેચના કલાકો જેમ નજીક આવશે તેમ આ ભાવમાં હજુ પણ તોતિંગ વધારો થવાની શક્યતા છે, જેના કારણે સામાન્ય ચાહકોમાં નિરાશા જોવા મળી રહી છે, છતાં મેચ જોવાની ઘેલછામાં અનેક લોકો ઊંચા ભાવે પણ ટિકિટ ખરીદવા મજબૂર બન્યા છે. મેચ જોવા માટે એક લાખથી વધારે લોકો સ્ટેડિયમમાં આવે એવી શક્યતા છે, ત્યારે મેચ જોવા આવનારા લોકો માટે પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યા છે. SHOW MY PARKING એપ-વેબસાઇટ પરથી પાર્કિંગ બુક કરાવી શકાશે. ટુ વ્હીલરના 120 અને ફોર વ્હીલરના 500 રૂપિયા ચાર્જ લેવાશે. 9 જનરલ અને 2 VIP પાર્કિંગ રાખવામાં આવશે. દિવ્ય ભાસ્કરે પણ અલગ અલગ એજન્ટ સાથે વાતચીત કરી ટિકિટના ભાવ જાણ્યા હતા. રૂ. 50 હજારથી શરૂઆત થાય એક એજન્ટે તો કહ્યું કે, અત્યારે ટિકિટ લઈ લો હજુ જેમ જેમ સમય નજીક આવશે તેમ તેમ ભાવ વધશે. પ્રેસિડેન્ટ ગેલેરીની ટિકિટ તો શરૂ જ રૂ. 50 હજારથી થાય છે. કેટલાક ફ્રોડ ઓરિજિનલ ટિકિટની કલર ઝેરોક્ષ કઢાવી વેચી મારે કેટલાક કિસ્સામાં લોકો એડવાન્સ કે ટોકન પેમેન્ટ આપી પણ છેતરાય છે. કારણ કે ફ્રોડ હોય તે ઑનલાઇન ટિકિટ બતાવી એડવાન્સ પેમેન્ટ મેળવીને આઇડી અને નંબર બ્લોક કરી દે છે તો કેટલાક ફ્રોડ ઓરિજિનલ ટિકિટની કલર ઝેરોક્ષ કઢાવી હજારો રૂપિયામાં વેચે જે લોકો ખરીદીને મેચ જોવા જાય છે અને જ્યારે ટિકિટ સ્કેન થાય ત્યારે ટિકિટ નકલી હોવાનું જણાય છે. સોશિયલ મીડિયાના માધ્યમથી બ્લેકમાં ટિકિટનું ઘૂમ વેચાણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યારે-જ્યારે ફાઇનલની મેચ યોજાય છે, ત્યારે ક્રિકેટપ્રેમીઓ મેચ જોવા માટે અનેક પ્રયત્ન કરે છે, પરંતુ ટિકિટ મળતી નથી. કારણકે કાળા બજારિયાઓ પહેલેથી જ ટિકિટનો સંગ્રહ કરીને રાખે છે. રસપ્રદ મેચ હોય તેના 2-3 દિવસ અગાઉથી ટિકિટ વેચવાનું શરૂ કરી દે છે. મોટાભાગે સોશિયલ મીડિયાના માધ્યમથી જ બ્લેકમાં ટિકિટ વેચાય છે. એજન્ટ ટિકિટ માટે એડવાન્સ અથવા તો ટોકન લઈ લે એજન્ટો પોતાના વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર ટિકિટનું ઓનલાઇન વેચાણ કરે છે. જેમાં શરૂઆતમાં માત્ર ફોટો મૂકીને 'ટિકિટ મળશે' તેવું લખે છે. જે બાદ લોકો જ્યારે ભાવ પૂછે ત્યારે ભાવ કહે છે. મોટાભાગના કેસમાં એજન્ટ ટિકિટ માટે એડવાન્સ અથવા તો ટોકન લઈ લે છે જે બાદ કોઈ જગ્યાએ મળીને ટિકિટ આપી દે છે. આ વેબસાઈટ પરથી પાર્કિંગ સ્લોટ બૂક કરાવી શકશો IPL 2026 ફાઇનલ મેચ જોવા માટે 1 લાખથી વધારે પ્રેક્ષકો આવવાના હોય ત્યારે પ્રેક્ષકોને પાર્કિંગ અંગે કોઈ મુશ્કેલી ન પડે, ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને પાર્કિંગ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે SHOW MY PARKING દ્વારા આધુનિક અને નવીનતમ ટેકનોલોજી સાથે સુવ્યવસ્થિત પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. વેબસાઇટ પરથી પાર્કિંગ બુક કરવા માટે https://events.showmyparking.com પરથી બુકિંગ કરાવી શકાશે. જ્યારે લોકો ટિકિટ બુક કરતા હોય ત્યારે તેની સાથે પણ પાર્કિંગ બુકિંગ કરાવી શકે છે એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ફ્રી શટલ સર્વિસની ખાસ વ્યવસ્થા નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ગેટ નજીકના 300 મીટરથી લઈને બે કિલોમીટર સુધીના વિસ્તારમાં પાર્કિંગ પ્લોટ ફાળવવામાં આવ્યા છે. દૂરના પાર્કિંગ સ્થળો જેવા કે ONGC Circle અને Raliway Groundથી સ્ટેડિયમના ગેટ સુધી તેમજ સ્ટેડિયમના ગેટથી પાર્કિંગ સુધી પ્રેક્ષકોને લાવવા-લઈ જવા માટે Show My Parking દ્વારા ફ્રી શટલ સર્વિસની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બે VIP પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ત્રણ પાર્કિગ બેકઅપ માટે રખાયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મોટેરા નજીક મેચના વાહન પાર્કિંગ માટે ત્રણ બેકઅપ પાર્કિંગના વિકલ્પો ઉપલબ્ધ કરાયા છે. જેમાં સ્ટેડિયમથી સૌથી નજીક (1.3 કિમી) ONGC સર્કલ પાસે AMCનો ફ્રી પ્લોટ-1 છે, જ્યાં 40 ફોર-વ્હીલર અને 500 ટુ-વ્હીલર પાર્ક કરી શકાય છે. આ સિવાય બે ખાનગી પેઇડ પાર્કિંગના વિકલ્પો પણ છે, જેમાં ઇન્ડિયન પેટ્રોલ પંપ નજીક 2 કિમીના અંતરે 300 ફોર-વ્હીલરની ક્ષમતા ધરાવતું પ્લોટ અને માતૃશ્રી પાર્ટી પ્લોટ પાસે 2.4 કિમીના અંતરે સૌથી વધુ 500 ફોર-વ્હીલરની ક્ષમતા ધરાવતું પાર્કિંગ સામેલ છે. અમદાવાદના સ્ટેડિયના ગેટ નં.1ની સામેના બાજુએ મોટેરા મેઈન પાર્કિંગ આવેલું છે. જેમાં વાહનચાલકો પાર્કિંગ કરી શકશે. મોટેરા વિસ્તારના એએમસી- વિહાન હાઈટ્સ પાસે પણ પાર્કિંગ કરી શકશો. અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલી રેલવે કોલોનીના પ્લે ગ્રાઉન્ડમાં પાર્કિંગ કરી શકાશે. મોટેરા વિસ્તારમાં આવેલા ઓએનજીસી સર્કલ પાસે આવેલા AMCના પ્લોટ નં.2માં પણ પાર્કિંગ કરી શકશો. જાહેર પરિવહન વિકલ્પો સ્ટેડિયમ અમદાવાદ મેટ્રો અને BRTS દ્વારા સારી રીતે જોડાયેલું છે, જેમાં ચાર એન્ટ્રી પોઇન્ટમાંથી એક પર મેટ્રો સ્ટેશન છે. જોકે, મેચના દિવસે મેટ્રો સેવાઓ ભીડભાડવાળી હોઈ શકે છે, અને કાગળની ટિકિટો (નિયમિત મેટ્રો કાર્ડ કરતાં વધુ ખર્ચાળ) જરૂરી છે. ચાહકોએ પોસ્ટ-મેચ કતારો ટાળવા માટે રિટર્ન ટિકિટ ખરીદવી જોઈએ. AMTSની કુલ 130 બસો દોડશે, ભાડું રૂ. 30 અમદાવાદમાં યોજાનાર IPL ફાઇનલ ક્રિકેટ મેચને ધ્યાનમાં રાખીને AMTS દ્વારા મુસાફરોની સુવિધા માટે બસ સેવાઓ વધારવામાં આવી છે. હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જવા-આવવા માટે હયાત 15 રૂટની 80 બસો અને નાઇટની 20 બસોના સ્થાને, નાઇટના વધુ એક રૂટનો ઉમેરો કરી 50 બસો સહિત કુલ 21 રૂટો ઉપર 130 બસો સંચાલનમાં મૂકવામાં આવશે. સ્ટેડિયમ અવરજવર કરતા તમામ ક્રિકેટપ્રેમીઓ માટે આ વિશેષ બસ સેવાનું ભાડું રૂ. 30 નક્કી કરવામાં આવ્યું છે. BRTSની વધારાની 16 બસો દોડશે IPL ફાઇનલ મેચને ધ્યાનમાં રાખીને અમદાવાદ જનમાર્ગ લિમિટેડ (AJL) દ્વારા ક્રિકેટ રસિકોની સુવિધા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. મેચ દરમિયાન મુસાફરોની ભીડને પહોંચી વળવા માટે રૂટિન 36 બસો ઉપરાંત વધારાની 16 બસો મળીને કુલ 52 BRTS બસો દોડશે, જેનું સંચાલન મેચ પૂર્ણ થાય ત્યાં સુધી ચાલુ રહેશે. આ સાથે જ, સ્ટેડિયમની આસપાસ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને પેસેન્જર મેનેજમેન્ટ યોગ્ય રીતે થાય તે માટે AJL ના ખાસ સ્ટાફને પણ મેદાન પર તૈનાત કરવામાં આવ્યો છે. સરળ અનુભવ માટેની ટિપ્સ: વહેલું પહોંચો: 1,00,000થી વધુ દર્શકોની અપેક્ષા સાથે, પાર્કિંગ અને પ્રવેશની કતારો લાંબી હોઈ શકે છે. વહેલું પહોંચવાથી સરળ પ્રવેશ સુનિશ્ચિત થાય છે. ઓફિશિયલ એપ્સનો ઉપયોગ કરો: ‘શો માય પાર્કિંગ’ દ્વારા પાર્કિંગ બુક કરો જેથી સ્થાન સુરક્ષિત થાય, ખાસ કરીને ફાઇનલ જેવા ઉચ્ચ-માંગવાળા મેચો માટે. પ્રતિબંધો તપાસો: મોટેરા આસપાસ અમદાવાદ પોલીસ દ્વારા જાહેર કરાયેલા ટ્રાફિક ડાયવર્ઝનની જાણકારી રાખો, જેથી તમારા રૂટનું આયોજન કરી શકાય. સાર્વજનિક પરિવહન: પાર્કિંગની મુશ્કેલીઓ ટાળવા માટે મેટ્રો અથવા BRTSનો વિચાર કરો, પરંતુ ભીડભાડની સ્થિતિ અને મર્યાદિત મેટ્રો ક્ષમતાને ધ્યાનમાં રાખો. માર્ગદર્શિકા તપાસો: પ્રતિબંધિત વસ્તુઓ અને પાર્કિંગ અપડેટ્સ માટે BookMyShow અથવા IPL વેબસાઇટ જેવા ઓફિશિયલ પ્લેટફોર્મની તપાસ કરો. પ્રેક્ષકોએ વહેલાં પહોંચવું જોઇએ IPL 2026 ફાઇનલ માટે ઉચ્ચ માંગ અને VIPs, સેલિબ્રિટીઝ અને મોટા પ્રેક્ષકગણની હાજરીને ધ્યાનમાં રાખીને, પાર્કિંગ સ્થાનો ઝડપથી ભરાઈ શકે છે. ચાહકોએ ઓનલાઇન બુકિંગને પ્રાથમિકતા આપવી જોઈએ અને ટ્રાફિક અને સુરક્ષા તપાસને અસરકારક રીતે સંચાલિત કરવા માટે મેચના શરૂઆતના સમયથી ઘણું વહેલું પહોંચવું જોઈએ. બ્લેકમાં ટિકિટ વેચવા મામલે ત્રણ કેસ, 7 લોકોની ધરપકડ ટિકિટોની કાળાબજારી સામે અમદાવાદ પોલીસે પણ કડક કાર્યવાહી શરૂ કરી છે. માત્ર એક જ દિવસમાં ક્રાઈમ બ્રાન્ચ અને ચાંદખેડા પોલીસે કુલ ત્રણ ગુના નોંધ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે સિંધુભવન રોડ પરથી મન પટેલ અને સફીક ઉર્ફે બન્ની અંસારી નામના બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી IPL ફાઈનલ મેચની ચાર ટિકિટો તેમજ મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતાં. પોલીસના જણાવ્યા મુજબ બંને આરોપીઓ ટિકિટો વધુ ભાવે વેચવાના પ્રયાસમાં હતા. ચાંદખેડા પોલીસે અલગ અલગ બે કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. પ્રથમ કેસમાં મંથન જૈન અને મિત હરવાણીને પાંચ ટિકિટો સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. બંને 3 હજાર રૂપિયાની ટિકિટ 10 હજાર રૂપિયામાં વેચવાની તૈયારીમાં હતાં. બીજા કેસમાં ઈશાન ભટ્ટ, નિર્મલ જૈન અને ઋષભચંદ્ર જૈન નામના આરોપીઓ 3,500 રૂપિયાની ટિકિટ 15 હજાર રૂપિયામાં વેચવાનો પ્રયાસ કરી રહ્યા હતાં. પોલીસે બંને કેસમાં ટિકિટો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    આર્મી ચીફે કહ્યું- ભારત ઓપરેશન સિંદૂર 2.0ની તૈયારીમાં:ત્રણેય સેનાઓ યુદ્ધ માટે 24 કલાક તૈયારી કરી રહી છે, હાલ માત્ર યુદ્ધવિરામ
    Next Article
    રાજકોટના સાંઢિયા પૂલ ઓવરબ્રિજની મુલાકાતે પહોંચ્યા મેયર:રસ્તાની સર્ફેશ યોગ્ય ન હોવાથી અધિકારીને ખખડાવ્યાં; કહ્યું- મારે કશું સાંભળવું નથી, બધું વ્યવસ્થિત કરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment