Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં ખેડૂતોના વીજલાઈન વળતર માટે ઉગ્ર વિરોધ:મેળાના મેદાનથી કલેક્ટર કચેરી સુધી કોંગ્રેસની ખેડૂતો સાથે કૂચ, કંપનીઓ સામે કાયદાકીય પગલાં ભરવા કલેક્ટરને આવેદન

    11 hours ago

    ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી ખાનગી કંપનીઓની વીજ લાઇન અને તેના અપૂરતા વળતર મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ અને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા સુરેન્દ્રનગરના મેળાના મેદાનથી કલેક્ટર કચેરી સુધી એક વિશાળ પદયાત્રા યોજી હતી. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકી અને કિસાન નેતા લાલજી દેસાઈ સહિતના અગ્રણીઓની આગેવાની લીધી હતી. ત્યારબાદ તેમણે કલેક્ટર જી.એચ. સોલંકીને આવેદન આપ્યું હતું. તેમણે ખાનગી વીજ કંપનીઓની જોહુકમી સામે કાયદાકીય પગલાં ભરવાની અને ખેડૂતોના હકોનું રક્ષણ કરવાની માંગ કરવામાં આવી હતી. ખાનગી કંપનીનો ધંધો, સેવા નહીં કોંગ્રેસે આવેદનમાં જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી કે ભવિષ્યમાં પસાર થનારી તમામ વીજ લાઈનો ખાનગી વીજ કંપનીઓનો ધંધો છે, સેવા નથી. મિલકત ધારણ કરવાના અધિકાર મુજબ, જ્યારે કોઈ ધંધો કરતી વ્યક્તિ અન્યની મિલકતનો ઉપયોગ કરે, ત્યારે તેણે ભાડું ચૂકવવું જોઈએ અથવા તે મિલકત ખરીદવી જોઈએ. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો હતો કે, કાયદો જ્યારે એક વ્યક્તિના ધંધા માટે બીજી વ્યક્તિની મિલકતનો ઉપયોગ કરવા સામે રક્ષણ આપતો હોય, ત્યારે ગુજરાત સરકાર ખાનગી કંપનીઓને ખેડૂતોના ખેતરોમાં વીજ પોલ ઉભા કરવાની મંજૂરી કેવી રીતે આપી શકે? 1885 ધ ટેલિગ્રાફ એક્ટ કે વિદ્યુત કાયદાની નોટિસ આવેદનપત્રમાં વધુમાં જણાવાયું હતું કે, કલેક્ટર દ્વારા ખેડૂતોને 1885ના ધ ટેલિગ્રાફ એક્ટ અથવા 2003ના વિદ્યુત કાયદા મુજબ નોટિસ આપવામાં આવે છે. જોકે, વળતર આપતી વખતે આ જ કાયદાઓ હેઠળ "ઓછામાં ઓછું નુકસાન, વધારેમાં વધારે વળતર"ની વ્યાખ્યા મુજબ વળતર અપાતું નથી. તેના બદલે, રાજ્ય સરકારે ખાનગી કંપનીઓ માટે 01/01/2017થી 31/12/2025 સુધીના પરિપત્રો મુજબ જંત્રી ભાવે વળતરની ગણતરી શા માટે કરવામાં આવે છે, તેવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. વળતર માટે રાજસ્થાન સરકારની SOP ધ્યાને લેવા માગ કોંગ્રેસે વળતર નીતિમાં વિસંગતતાઓ પણ દર્શાવી હતી. રાજસ્થાન સરકાર 2013ના જમીન સંપાદન કાયદા મુજબ માર્કેટ ભાવના 400% વળતર આપવાની SOP બનાવી શકે છે. નવસારી કલેક્ટર પણ માર્કેટ ભાવના 400% વળતર આપવાનો હુકમ કરી શકે છે. ત્યારે વાવ-થરાદના કલેક્ટર સમાન લાઈનો માટે જંત્રી ભાવે વળતરનો હુકમ કેવી રીતે કરી શકે? કેન્દ્ર સરકારની 2025ની SOPને શા માટે ધ્યાને લેવામાં આવતી નથી? કોંગ્રેસે કલેક્ટરને વીજ કંપનીઓ દ્વારા લાયસન્સ પ્રક્રિયામાં નિયમોના ઉલ્લંઘન સામે પગલાં લેવા માટે પણ અપીલ કરી હતી. જ્યારે લાઈસન્સની પ્રક્રિયા થઈ ત્યારે આ કંપનીઓએ જન સુનવણી હાથ ધરી છે ખરી ?? જો ના તો જન સુનવણી વગર જ આ કંપનીઓને લાઈસન્સ કેવી રીતે મળ્યા તેની તપાસ શા માટે કરવામાં આવતી નથી ? ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસની માગ 1. કોંઢ ગામમાં અગાઉના કલેક્ટર કે જેઓ ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં છે તેઓએ કોંઢ ગામમાં પાવરગ્રીડ દ્વારા કરવામાં આવતા વીજ લાઈનના કામ બાબતે જે હુકમ કર્યો છે, તેમ ભ્રષ્ટાચારની બદબુ આવે છે. કારણ કે કોંઢ ગામમાં આવેલા તમામ ખેતર પિયત જ છે, તેમ છતાં અગાઉ કલેકટર દ્વારા કરવામાં આવેલા હુકમ બિન પિયતનો કરવામાં આવ્યો છે. જે સંપૂર્ણપણે ખોટો અને ભૂલ ભરેલો હોય તેને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે. 2. જે રીતે સુરેન્દ્રનગર પોલીસ દ્વારા ખેડૂતોના ખેતરના તાળા તોડી કંપની વાળાઓને પ્રવેશ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે તે "પોલીસ પ્રોટેક્શન"માં રહેલા પોલીસ કર્મચારીઓ/અધિકારીઓને મળેલી સત્તાની બહારનું, કાયદા વિરુદ્ધનું કૃત્ય છે, ગુનો છે. આ અધિકારીઓ સામે કાયદાકીય પગલાં લેવામાં આવે. પાવરગ્રીડ દ્વારા જે જે દિવસે પોલીસ પ્રોટેક્શન માટે રૂપિયા ભરી કેટલા પોલીસ જવાનોની માગ કરી હતી અને તેની સામે કેટલા વધારે પોલીસ સ્ટાફ સ્થળ પર હાજર હતો, તેની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. 3. જે જે ખેડૂતોના ખેતરમાં કલેક્ટર દ્વારા હૂકમ કરવામાં આવ્યો છે, તેમાં પણ 67 મીટરના કોરિડોર પૂરતો જ હુકમ કરવામાં આવ્યો છે. પોલીસ 67 મીટર બડાર ખેડૂતોને ખેતરમાં જતા રોકી શકે નહીં ત્યારે જે ખેડૂતોને ખોટી રીતે રોકવામાં આવ્યા, તેમને ડિટેઈન કરવામાં આવ્યા તે તમામ પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે. 4. વીજ ટાવર લાઈનમાં થાંભલા - તાર નાખવા માટેના ધ ટેલિગ્રાફ એકટ 1885 અને ઈલેક્ટ્રિસિટી એકટ 2003 નાબૂદ કરો 5. વીજ ટાવર લાઈનમાં થાંભલા - તાર નાખવા માટે જમીન સંપાદનનો કાયદો 2013નો જ અમલ કરો (જમીનના માર્કેટ ભાવના 4 ગણું વળતર આપો) 6. 440kv, 765kv કે તેનાથી વધારે કિલોવોટનો વીજ પ્રવાહ વહન કરતી તમામ વીજ ટાવર લાઈનના થાંભલા દીઠ ઓછામાં ઓછું 2 કરોડ વળતર આપો અથવા તો જેમ મોબાઈલ ટાવર વાળા, પવનચક્કી વાળા ફિક્સ માસિક/વાર્ષિક ભાડું આપે છે, તેમ પોલ દીઠ ભાડું આપવામાં આવે. 7. વીજ ટાવર લાઈનમાં થાંભલા - તાર નાખવા માટે કાયદાથી ઉપરવટ જઈ રાજ્ય સરકારે તારીખ 01/01/2017થી 31/12/2025ના સમયગાળામાં વીજ લાઈનો બાબતે કરેલા તમામ પરિપત્રો રદ્દ કરો 8. વીજ ટાવર લાઈનમાં થાંભલા - તાર નાખવા માટે કંપની માટે જ જાણે પોલીસ કામ કરતી હોય તેવીરીતે પોલીસની દાદાગીરી વાળો હસ્તક્ષેપ સંપૂર્ણપણે બંધ કરો (પોલીસ પ્રોટેક્શન આપવાનું બંધ કરો) 9. ધ ટેલિગ્રાફ એક્ટ 1885ની કલમ 16(1) મુજબ કલેક્ટર દ્વારા થયેલા તમામ હુકમો રદ્દ કરો 10. ચોક્કસ નક્કી થયેલા વિસ્તાર (કોરિડોર) સિવાયના ખેડૂતોના ખેતરની જગ્યાનો ઉપયોગ કે, ખેડૂતોના ખેતરના રસ્તાનો ઉપયોગ વીજ કંપનીઓ કરે છે ત્યારે એ કંપનીઓ દ્વારા બિન અધિકૃત પ્રવેશ ગણી ખેડૂતોને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે 11. કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ જમીન સંપાદન કાયદો 2013માં ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2016 માં કરેલા તમામ સુધારાઓ સંપૂર્ણપણે નાબૂદ કરો 12. ગૌચરની જમીન, વાઈલ્ડ લાઈફ સેન્ચુરી, રિઝર્વ ફોરેસ્ટમાં પવનચક્કી, સોલાર ફાર્મ કે વીજ લાઈનના થાંભલા અને તાર કાઢવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકવામાં આવે જો અગાઉ આવી ઘટના બની હોય તો તેને ત્યાંથી હટાવવામાં આવે 13. રાજ્ય સરકાર હસ્તકના કે પંચાયત હસ્તકના તળાવ, ડેમ વાળા વિસ્તારમાં જે ડૂબની જગ્યા નક્કી થયેલી છે તે તમામ જમીન પર પવનચ. કી, સોલાર ફાર્મ કે વીજ લાઈનના થાંભલા અને તાર પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકવામાં આવે અને જો અગાઉ આવી ઘટના બની હોય તો તેને ત્યાંથ ડટાવવામાં આવે 14. 2013 જમીન સંપાદનના કાયદામાં અનુસૂચિ 4માં દર્શાવેલા 17 કાયદાઓ કેન્દ્ર સરકારના 28/08/2015ના ગેજેટ નોટિફિકેશન મુજબ અમલવારી કરવામાં આવે 15. ખેડૂતની જમીનમાં વીજળીનો થાંભલો નાખવામાં આવે છે તે જમીનની કિંમત હંમેશા માટે ડી. વેલુએશન (કિંમત ઘટી જાય) થઈ જાય છે અને આ વીજ ટાવર કાયમ માટે ખેડૂતોની જમીનમાં લગાવવામાં આવે છે. આથી આવતા 100 વર્ષ સુધીનું વેલ્યુએશન કરીને ખેડૂતોને વળતર આપવામાં આવે 16. જ્યારે કોઈપણ વીજ કંપની આપની પાસે ખેડૂતોના તકરારી કેસ લઈને આવે ત્યારે આપના દ્વારા મેજિસ્ટ્રેટ તરીકે સુનવણીની પ્રક્રિયા ચાલુ કરતા પહેલા લગત કંપનીના સક્ષમ સત્તા મંડળ પાસેથી નીચે જણાવ્યા મુજબના 15/A) થી 15/I) સુધીના જરૂરી દસ્તાવેજી પુરાવો ખેડૂતોને અપાવવા અને ત્યારબાદ તેનો અભ્યાસ કરવા ખેડૂતોને યોગ્ય સમય આપ્યા બાદ જ સુનવણીની પ્રક્રિયા હાથ ધરશો આ ઉપરાતં વિવિધ પ્રકારના હુકમ અને અરજી તથા ખેડૂતોના નામ સહિતની વિગતો પણ માગવામાં આવી છે. લોકોના બંધારણીય હકનું રક્ષણ કરવા માગ પોલીસ અને પ્રશાસનનું કામ છે, નાગરિકોને બંધારણ દ્વારા અપાયેલા હક અધિકારનું રક્ષણ કરવાનું અહીં ખેડૂતો એવું મહેસુસ કરી રહ્યા છે કે પોલીસ અને પ્રશાસન માત્ર ખાનગી વીજ કંપનીઓનું જ રક્ષણ કરી રહી છે. તમામ કાયદાઓ નેવે મૂકીને ખેડૂતોના હક અધિકાર છીનવાઈ રહ્યા છે કલેક્ટર તરીકે આપની જવાબદારી બને છે કે આપ ખેડૂતોના હક અધિકારનું રક્ષણ કરો. જો આપ અને પોલીસ તંત્ર જ ખેડૂતોના હક અધિકારનું રક્ષણ નહિ કરો તો કોણ કરશે? માટે આપને નમ્ર અનુરોધ છે કે આ ખાનગી વીજ કંપનીઓની જોહુકમી, દાદાગીરી સામે ખેડૂતોના હક અધિકારનું રક્ષણ કરવામાં આવે અન્યથા અમારે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને ગુજરાત કિસાન કોંગ્રેસની ટીમે ગાંધી ચીંધ્યા માર્ગે લડતના મંડાણ કરવા પડશે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટના સાંઢિયા પૂલ ઓવરબ્રિજની મુલાકાતે પહોંચ્યા મેયર:રસ્તાની સર્ફેશ યોગ્ય ન હોવાથી અધિકારીને ખખડાવ્યાં; કહ્યું- મારે કશું સાંભળવું નથી, બધું વ્યવસ્થિત કરો
    Next Article
    વેરાવળના મીઠાપુરમાં બહુવિધ આફતો માટે મોકડ્રિલ:ફાયર, પોલીસ, આરોગ્ય સહિતના વિભાગોએ બચાવ કવાયત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment