Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોમાસાની નજીક આવતા જ ગુજરાતના હવામાનમાં મોટો બદલાવ.:​મધ્ય પાકિસ્તાનથી અરબી સમુદ્ર સુધી સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય; જૂનના પ્રથમ સપ્તાહમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા.

    8 hours ago

    જૂનાગઢ સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસું નજીક આવવાને કારણે હવામાનમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને આકાશ અંશતઃ વાદળછાયું બન્યું છે. આગામી દિવસોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીને લઈને અનેક જગ્યાએ વરસાદી વાતાવરણ સર્જાશે. હવામાનની વર્તમાન પરિસ્થિતિ મુજબ મધ્ય પાકિસ્તાનથી લઈ નોર્થ ઈસ્ટ અરેબિયન સી સુધી એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના કારણે મધ્ય ગુજરાતમાં હાલ કમોસમી વરસાદની શક્યતા જોવા મળી રહી છે. બીજી તરફ દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રની અંદર હાલ નૈઋત્યનું ચોમાસું સ્થિર થયેલું છે, જે આગામી દિવસોમાં સાનુકૂળ પરિસ્થિતિ સર્જાતા કેરળમાં પ્રવેશી શકે છે. જૂન માસના પ્રથમ સપ્તાહમાં જ એક ટ્રફ રેખા કેરળથી દક્ષિણ ગુજરાત સુધી વિકસિત થવાની શક્યતા હોવાથી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળશે. આગામી દિવસોમાં પવનની ગતિ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા હોવાથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળશે પરંતુ ભેજને કારણે બફારો વધશે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન નિષ્ણાંત ધીમંત વઘાસીયા એ જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી વાતાવરણમાં એક બદલાવ આવેલો છે. ખાસ કરીને જ્યારે નૈઋત્યનું ચોમાસુ જ્યારે નજીક છે ત્યારે છેલ્લા બે દિવસથી જે પવનની ઝડપ છે એમાં પણ આપણને વધારો જોવા મળેલો છે અને આકાશ છે એ અંશતઃ વાદળછાયું છે એ આપણને જોવા મળેલું છે. આગામી દિવસોમાં જોઈએ તો આગામી દિવસોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ફરીથી જે વરસાદની ગતિવિધિ છે એમાં આપણને એક વિસ્તાર જોવા મળી શકે એવી શક્યતાઓ રહેશે. ખાસ કરીને અત્યારે આપણે વાત કરીએ કે આજે 30 મે 2026 ના રોજ જે હવામાન પરિસ્થિતિ મુજબ જોઈએ તો એક મધ્ય પાકિસ્તાનથી લઈ અને નોર્થ-ઈસ્ટ અરેબિયન સી સુધી એક થ્રુ સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે સક્રિય હોય, તો તેના ભાગરૂપે આપણે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે એ આપણને જોવા મળશે. ​તેમણે જૂન માસની શરૂઆત અને ચોમાસાની સ્થિતિ અંગે વધુમાં જણાવ્યું હતું કે, આ સિસ્ટમની અસરને લઈ અને આગામી દિવસોમાં એટલે કે જૂન માસની શરૂઆત થતાં, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે, આ વિસ્તારોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીની જે ગતિવિધિઓ છે એ વધારે જોવા મળશે અને હળવા વરસાદની શક્યતાઓ છે એ આ વિસ્તારોમાં આપણને જોવા મળી શકે છે. ત્યારબાદ ધીમે-ધીમે જે નૈઋત્યનું ચોમાસુ હાલ આપણે જોઈએ તો અત્યારે દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વીય અરબી સમુદ્રમાં સ્થિત છે, જે આગામી દિવસોમાં સાનુકૂળ પરિસ્થિતિ સર્જાતાં કેરળમાં પ્રવેશી શકવાની શક્યતાઓ છે એ આપણને જોવા મળી રહેલી છે. તેને પગલે આગામી દિવસોમાં એટલે કે જૂનના પ્રથમ અઠવાડિયામાં જે એક ટ્રફ રેખા છે જે કેરલાથી લઈ અને દક્ષિણ ગુજરાત સુધી વિકસિત થવાની શક્યતાઓ રહેશે, તેના પગલે દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છે એ જૂનના પ્રથમ અઠવાડિયાના જે છેલ્લા દિવસો છે, આ દિવસોમાં વરસાદની શક્યતાઓ રહેશે. ​હવામાન નિષ્ણાંત ધીમંત વઘાસીયા એ બદલાતા વાતાવરણ વચ્ચે ખેડૂતોને મહત્વની સલાહ આપતા જણાવ્યું હતું કે, ખાસ કરીને ખેડૂત મિત્રોને જણાવવાનું કે જો પૂરતો વરસાદ થયો હોય તો જ વાવણી કાર્ય પોતે હાથ ધરે. તેમજ પોતાના આગામી જે વરસાદની શક્યતાઓ છે એના પગલે જે ઉનાળુ પાકોનું જે કાપણી અને લણણીની કામગીરી છે એ સત્વરે પૂરી કરવી, તેમજ ઘાસચારો જો ખેતરમાં ખુલ્લો પડેલો હોય તો એને યોગ્ય જગ્યાએ સંગ્રહ કરવાની એક સલાહ આપવામાં આવે છે, તેમજ ખેત આયોજન કરવાની એક સલાહ આપવામાં આવે છે. ​તેમણે આગામી દિવસોના તાપમાન અને પવનની ગતિ વિશે અંતમાં જણાવ્યું હતું કે, આગામી ચાર દિવસમાં જોઈએ તો આગામી તારીખ અત્યારે આપણે જોઈએ કે 30 મે થી લઈ અને 4 જૂન સુધી છે તે તાપમાનમાં છે એ ઘટાડો આપણને જોવા મળી શકશે. જેને લઈ અને ગરમીમાં આપણને રાહત મળશે પણ સાથે ભેજનું પ્રમાણ વધારે હોવાથી આપણને બફારાનો સામનો છે એ આગામી દિવસોમાં આપણને કરવો પડી શકશે. અત્યારે આપણે છેલ્લા બે દિવસથી જોઈએ કે જે પવનની ઝડપમાં વધારો આપણને જોવા મળેલો છે. આગામી દિવસોમાં પણ જે પવનની ઝડપ છે એ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેવા પામશે, પણ સાથે જ્યારે આપણે ગસ્ટી વિન્ડ કહીએ છીએ કે જેના ઝટકાના પવનો કહીએ છીએ, તો આ ઝટકાના પવનોની ગતિ છે એ 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતાઓ છે એ આગામી દિવસોમાં આપણને જોવા મળી શકશે.
    Click here to Read More
    Previous Article
    સુરત પોલીસની લાડકવાઈ ‘હસ્તી’ કોટક પરિવારની ‘લક્ષ્મી’ બની, ભાવુક દૃશ્યો:કકડતી ઠંડીમાં ત્યજી દેવાઈ હતી; મુંબઈ-ભુજના પરિવારોએ દીકરીઓને દત્તક લીધી
    Next Article
    ગાંધીનગરમાં બાળકી પર દુષ્કર્મ કરનારને છેલ્લા શ્વાસ સુધીની સજા:સાડા પાંચ મહિનામાં જ સજા સંભળાવાઈ, રિકન્સ્ટ્રક્શન સમયે ભાગવા જતા પોલીસે પગમાં ગોળી ધરબી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment