Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં બાળકી પર દુષ્કર્મ કરનારને છેલ્લા શ્વાસ સુધીની સજા:સાડા પાંચ મહિનામાં જ સજા સંભળાવાઈ, રિકન્સ્ટ્રક્શન સમયે ભાગવા જતા પોલીસે પગમાં ગોળી ધરબી હતી

    7 hours ago

    ગાંધીનગરના સેક્ટર-24ના ઇન્દિરા નગર છાપરા વિસ્તારમાં ચાર વર્ષની માસૂમ બાળકી સાથે થયેલા દુષ્કર્મના કેસે સમગ્ર ગુજરાતમાં રોષની લાગણી જન્માવી હતી. ગાંધીનગર પોલીસે ગણતરીના દિવસોમાં બિહારના વતની અને સેક્ટર-25 GIDCમાં મજૂરી કરતા રામગનીત દેવ નંદન યાદવને દબોચી લીધો હતો. આ કેસમાં આરોપી રામનીત દેવનંદન રામરૂપ યાદવને દોષિત ઠેરવીને તેને તેના જીવનના છેલ્લા શ્વાસ સુધીની સજા એટલે કે આજીવન કારાવાસ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત, કોર્ટે ભોગ બનનાર બાળકીને 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. ​ઘટનાની વિગતો મુજબ, 15 ડિસેમ્બર 2025ના રોજ આરોપીએ ગાંધીનગરમાં 4 વર્ષની બાળકીના ઘરની રેકી કર્યા બાદ રાત્રિના સમયે ઘરમાં ઘૂસીને સૂતેલી બાળકીનું અપહરણ કર્યું હતું. આરોપી બાળકીને નજીકની ઝાડીઓમાં લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ આરોપી બાળકીને મૃત સમજીને ત્યાં છોડીને ભાગી ગયો હતો. ​સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે, ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ અને પોક્સો એક્ટ ૨૦૧૨ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ પોલીસે આ કેસની તપાસ કરી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ચોમાસાની નજીક આવતા જ ગુજરાતના હવામાનમાં મોટો બદલાવ.:​મધ્ય પાકિસ્તાનથી અરબી સમુદ્ર સુધી સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય; જૂનના પ્રથમ સપ્તાહમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા.
    Next Article
    "Rightful Alarm In Asia": Top Trump Aide's Warning On China Military Build-Up

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment