Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત પોલીસની લાડકવાઈ ‘હસ્તી’ કોટક પરિવારની ‘લક્ષ્મી’ બની, ભાવુક દૃશ્યો:કકડતી ઠંડીમાં ત્યજી દેવાઈ હતી; મુંબઈ-ભુજના પરિવારોએ દીકરીઓને દત્તક લીધી

    7 hours ago

    શિયાળાની કકડતી ઠંડીમાં રાત્રિના સમયે એક પાષાણ હૃદયની જનેતાએ પોતાની નવજાત ફૂલ જેવી બાળકીને ડિંડોલીના ડેલાડવા તળાવ નજીક અવાવરું જગ્યાએ ત્યજી દીધી હતી. જોકે, કાયદો અને વ્યવસ્થા જાળવતી સુરત પોલીસ આ માસૂમ જીવ માટે ભગવાન બનીને આવી હતી. ડિંડોલી પોલીસે આ નવજાત બાળકીને ઉગારી લીધી એટલું જ નહીં, પણ તેનું સુંદર નામકરણ ‘હસ્તી’ કર્યું હતું. પોલીસ મથકના તમામ સ્ટાફની લાડકવાઈ બનેલી આ ‘હસ્તી’ હંમેશાં હસતી રહે તે માટે આજે કતારગામ શિશુગૃહ ખાતે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી, મુંબઈના કોટક દંપતીને દત્તક સોંપવામાં આવી છે. આ વિદાયની ક્ષણે પોલીસ પરિવાર અને શિશુગૃહમાં હાજર તમામ લોકોની આંખો હર્ષના આંસુથી ભરાઈ આવી હતી. કતારગામ શિશુગૃહમાંથી એકસાથે ત્રણ પરિવારોના ઘરે દીકરીઓની વિદાય આજનો દિવસ સુરતના કતારગામ શિશુગૃહ માટે ખૂબ જ મંગલમય અને ઐતિહાસિક સાબિત થયો છે. આજે શિશુગૃહમાંથી માત્ર એક ‘હસ્તી’ જ નહીં, પરંતુ કુલ 3 માસૂમ દીકરીઓને કાયદાકીય એડોપ્શન પ્રક્રિયા હેઠળ ત્રણ અલગ-અલગ ભાગ્યશાળી દંપતીના ખોળામાં સોંપવામાં આવી છે. સરકારી નિયમો અનુસારની તમામ જટિલ અને લાંબી પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ, આજે એક જ દિવસે ત્રણ પરિવારોના આંગણે ખુશીઓનો સૂરજ ઊગ્યો છે. જ્યારે આ ત્રણેય નાની માસૂમ દીકરીઓ શિશુગૃહમાંથી વિદાય થઈને પોતાના નવા માતા-પિતાના હાથમાં ગઈ, ત્યારે શિશુગૃહના સંચાલકો ભાવુક થઈ ગયા હતા. મુંબઈ, ભુજ અને પુણેના પરિવારોમાં દિવાળી જેવો માહોલ બાળકોને અવાવરું જગ્યાએ ફેંકવાને બદલે શિશુગૃહને સોંપો: પોલીસ કમિશનર આ સંવેદનશીલ પ્રસંગે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને તેમના પત્ની ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દંપતીઓને દીકરી સોંપ્યા બાદ પોલીસ કમિશનરે સમાજને અપીલ કરતાં જણાવ્યું કે, સમાજમાં હજુ પણ કેટલાક લોકો પોતાના નવજાત બાળકોને કચરાપેટીમાં કે તળાવના કિનારે ત્યજી દે છે, જ્યાં જંગલી જાનવરો માસૂમોને નુકસાન પહોંચાડે છે. મારી લોકોને નમ્ર વિનંતી છે કે કોઈ મજબૂરી હોય તો બાળકને આ રીતે રસ્તા પર ન ફેંકો, સરકારના શિશુગૃહો ઉપલબ્ધ છે, જ્યાં બાળકોને સોંપી જાઓ જેથી તેમનો સુરક્ષિત ઉછેર થઈ શકે. તેમણે ઉમેર્યું કે, આજે જે પરિવારોને દીકરીઓ મળી છે, તેઓ છેલ્લા 3થી 4 વર્ષથી કાયદાકીય લાઈનમાં એડોપ્શન માટે રાહ જોઈ રહ્યા હતા. ડિંડોલી પોલીસ માટે ‘હસ્તી’ કેસ નહીં, કાળજાનો ટુકડો હતી આ સમગ્ર મામલે ડિંડોલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.એલ.ઓડેદરા અને તેમની ટીમે પણ ભાવભીની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, 6 ડિસેમ્બર, 2025માં જ્યારે આ બાળકી અમને મળી આવી, ત્યારથી જ પોલીસ સ્ટેશનના દરેક કર્મચારીની લાગણી આ બાળકી સાથે જોડાઈ ગઈ હતી. તે અમારા માટે માત્ર એક પોલીસ કેસ નહોતી, પણ અમારી પોતાની દીકરી હતી. આજે જ્યારે તેને આટલા પ્રેમાળ વાલી મળી ગયા છે, ત્યારે અમને પોલીસ તરીકે અત્યંત ગર્વ અને ખુશી થાય છે. નવા પરિવારો બાળકના ભવિષ્ય, શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે કટિબદ્ધ સુરત પોલીસે વધુ જણાવ્યું છે કે, દીકરી ભલે મુંબઈ જઈ રહી હોય, પરંતુ તેના સ્વાસ્થ્ય, શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે પોલીસ હંમેશાં કોટક પરિવાર સાથે સંપર્કમાં રહેશે. મુંબઈના કોટક પરિવારે પણ સુરત પોલીસના આ માનવીય અભિગમને સલામ કરી દીકરીને સર્વશ્રેષ્ઠ સુખ આપવાનું વચન આપ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    IPL ફાઈનલની ટિકિટ લેવા પડાપડી, મોદી સ્ટેડિયમ બહાર ફેન્સનો જમાવડો:કૃણાલ પંડ્યાએ પત્ની-પુત્ર સાથે રૂપાલના વરદાયિની માતાના દર્શન કર્યાં, ક્રિકેટ પ્રેમીએ કહ્યું-200 ટકા ઉત્સાહ છે
    Next Article
    ચોમાસાની નજીક આવતા જ ગુજરાતના હવામાનમાં મોટો બદલાવ.:​મધ્ય પાકિસ્તાનથી અરબી સમુદ્ર સુધી સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય; જૂનના પ્રથમ સપ્તાહમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment