Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અકસ્માતનું કાવતરું રચી હત્યા કરી:ભાઈના ખૂનનો બદલો લેવા ઇકો કારથી એક્ટિવાને ટક્કર મારી અન્ય મિત્રનું ખૂન કરનાર મુખ્ય આરોપી હસમુખ ઉર્ફે સીસો ગણતરીના કલાકોમાં ઝડપાયો

    10 hours ago

    ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અવાણિયા ગામ પાસે અકસ્માત સર્જી હત્યા કરવા મામલે ઘોઘા પોલીસ મુખ્ય આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે જેને લઈ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે ઘોઘા પોલીસે મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર આશરે એક વર્ષ પહેલાં ફરિયાદી અને તેના મિત્ર દ્વારા આ કેસના આરોપીના ભાઈ પીયુષ મંગાભાઈ કંટારીયાનું ભૂતેશ્વર ગામે ખૂન કરવામાં આવ્યું હતું, આ ખૂનનો કેસ હાલ કોર્ટમાં ચાલુ છે અને ફરિયાદી તે કેસમાં જામીન મુક્ત થઈ બહાર આવ્યો હતો, ​આ બાબતની અદાવત રાખીને આરોપીએ ફરિયાદી તથા તેના મિત્ર શાંતિ ઘેલાભાઈ કંટારીયા, રહે. ભૂતેશ્વર ગામ ને જાનથી મારી નાખવાનું આયોજન કર્યું હતું. ફરિયાદી, શાંતિ તથા રોનક ગાંડાભાઈ કંટારીયા પોતાની એક્ટિવા મોટરસાયકલ નંબર GJ.04.DG.3702 લઈને ભાવનગરથી ભૂતેશ્વર ગામ તરફ જઈ રહ્યા હતા,તે દરમિયાન અવાણિયા ગામ પાસે આરોપીએ પોતાની ઇકો ફોર વ્હીલર ગાડી નંબર GJ.04.DN.9337 વડે ફરિયાદીની એક્ટિવાને ઇરાદાપૂર્વક જોરદાર ટક્કર મારી હતી, આ ગંભીર અકસ્માતમાં શાંતિ ઘેલાભાઈ કંટારીયાનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય લોકોને જાનથી મારી નાખવાના ઇરાદે ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. ​આ અંગે ઘોઘા પોલીસ સ્ટેશનમાં BNS ની કલમ 103(1), 109(1) મુજબ ગુનો નોંધાયો હતો, જે આધારે ​ઘોઘા પોલીસની સર્વેલન્સ ટીમે ટેકનિકલ સોર્સ અને ખાનગી બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં જ ખૂન નાસી છૂટેલા મુખ્ય આરોપી હસમુખ ઉર્ફે સીસો મંગાભાઈ કંટારીયા,​રહે.ભૂતેશ્વર ગામ વાળા ને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, ​પકડાયેલ આરોપી હસમુખ ઉર્ફે સીસો વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશન તથા ઘોઘા પોલીસ સ્ટેશન મારામારી સહિતના ત્રણ જુદાં જુદાં ગુન્હા નોંધાયેલા છે અને ​હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    દહેગામ-મગોડી બ્રિજ પર ચાલતી કારમાં ભીષણ આગ:ચાલકે સમયસૂચકતા વાપરી જીવ બચાવ્યો, કાર બળીને ખાખ
    Next Article
    IPLની ફાઈનલ જોવા પડાપડી, બ્લેકમાં 1 લાખ સુધી ટિકિટના ભાવ:3500ની ટિકિટના 15 હજાર, પ્રેસિડેન્ટમાં 50 હજારથી શરૂઆત, અમદાવાદમાં મેચ જોવા આવો તો આ જગ્યાએ પાર્કિંગ કરી શકશો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment