Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દહેગામ-મગોડી બ્રિજ પર ચાલતી કારમાં ભીષણ આગ:ચાલકે સમયસૂચકતા વાપરી જીવ બચાવ્યો, કાર બળીને ખાખ

    10 hours ago

    ગાંધીનગર જિલ્લાના દહેગામ-મગોડી રોડ પર આજે એક ચાલતી બલેનો કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કાર આ માર્ગ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક એન્જિનના ભાગે શોર્ટસર્કિટ થવાના કારણે આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે સમગ્ર કારને લપેટમાં લઈ લીધી હતી. સદનસીબે, કાર ચાલકે સમયસૂચકતા દાખવીને ગાડી તુરંત રોકી દીધી હતી અને સમયસર બહાર નીકળી જતાં તેનો આબાદ બચાવ થયો હતો. ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો, પરંતુ કાર રાખ થઈ ગઈ ઘટનાની જાણ આસપાસના લોકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી. માહિતી મળતાં જ ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ ફાયર ફાઇટરો સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર સ્ટાફે ભારે જહેમત બાદ કારમાં લાગેલી વિકરાળ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ એટલી તીવ્ર હતી કે ફાયર વિભાગની ટીમ પહોંચે તે પહેલાં જ આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ઈજા થવા પામી નથી. ઉનાળાની કાળઝાળ ગરમીમાં વાહનોમાં આગના બનાવો વધ્યા અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. નિષ્ણાતોના મતે, વધતા જતા તાપમાનને કારણે ચાલતી ગાડીઓનું એન્જિન ઓવરહીટ (ગરમ) થઈ જવું અને વાયરિંગમાં ખામી સર્જાવાને લીધે વાહનોમાં આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અગાઉ પણ હાઇવે પર ચાલતી ગાડીઓમાં આગ લાગવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે. હાલ આ મામલે સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગ દ્વારા ટેકનિકલ કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ-મહેસાણા હાઇવે પર સઈજ બ્રિજ પાસે સર્જાયો ભારે ચક્કાજામ:આયોજન વિના રિપેરિંગ શરૂ કરાતા 2 KM લાંબી લાઈનો, વાહનચાલકો ત્રાહિમામ
    Next Article
    અકસ્માતનું કાવતરું રચી હત્યા કરી:ભાઈના ખૂનનો બદલો લેવા ઇકો કારથી એક્ટિવાને ટક્કર મારી અન્ય મિત્રનું ખૂન કરનાર મુખ્ય આરોપી હસમુખ ઉર્ફે સીસો ગણતરીના કલાકોમાં ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment