Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLની ફાઈનલ જોવા પડાપડી, બ્લેકમાં 1 લાખ સુધી ટિકિટના ભાવ:3500ની ટિકિટના 15 હજાર, પ્રેસિડેન્ટમાં 50 હજારથી શરૂઆત, અમદાવાદમાં મેચ જોવા આવો તો આ જગ્યાએ પાર્કિંગ કરી શકશો

    9 hours ago

    અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર બેંગલોર વચ્ચે 31 મેના IPL 2026ની ફાઇનલ મેચ રમાવાની છે. ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ આ ક્રેઝનો ગેરફાયદો ઉઠાવીને IPLની ટિકિટોનું બ્લેક માર્કેટિંગ જોરશોરથી શરૂ થઈ ગયું છે. જે ટિકિટની મૂળ કિંમત 3 હજાર રૂપિયા છે તે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા રૂ.10થી 15 હજારમાં સુધી વેચાઈ રહી છે. જ્યારે લક્ઝુરિયસ પ્રેસિડેન્ટ ગેલેરીની ટિકિટના ભાવ તો 50 હજાર રૂપિયાથી તો શરૂ થાય છે. બ્લેક માર્કેટમાં 1 લાખ સુધી ટિકિટના ભાવ બોલાઈ રહ્યા છે. મેચના કલાકો જેમ નજીક આવશે તેમ આ ભાવમાં હજુ પણ તોતિંગ વધારો થવાની શક્યતા છે, જેના કારણે સામાન્ય ચાહકોમાં નિરાશા જોવા મળી રહી છે, છતાં મેચ જોવાની ઘેલછામાં અનેક લોકો ઊંચા ભાવે પણ ટિકિટ ખરીદવા મજબૂર બન્યા છે. મેચ જોવા માટે એક લાખથી વધારે લોકો સ્ટેડિયમમાં આવે એવી શક્યતા છે, ત્યારે મેચ જોવા આવનારા લોકો માટે પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યા છે. SHOW MY PARKING એપ-વેબસાઇટ પરથી પાર્કિંગ બુક કરાવી શકાશે. ટુ વ્હીલરના 120 અને ફોર વ્હીલરના 500 રૂપિયા ચાર્જ લેવાશે. 9 જનરલ અને 2 VIP પાર્કિંગ રાખવામાં આવશે. આ વેબસાઈટ પરથી પાર્કિંગ સ્લોટ બૂક કરાવી શકશો IPL 2026 ફાઇનલ મેચ જોવા માટે 1 લાખથી વધારે પ્રેક્ષકો આવવાના હોય ત્યારે પ્રેક્ષકોને પાર્કિંગ અંગે કોઈ મુશ્કેલી ન પડે, ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને પાર્કિંગ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે SHOW MY PARKING દ્વારા આધુનિક અને નવીનતમ ટેકનોલોજી સાથે સુવ્યવસ્થિત પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. વેબસાઇટ પરથી પાર્કિંગ બુક કરવા માટે https://events.showmyparking.com પરથી બુકિંગ કરાવી શકાશે. જ્યારે લોકો ટિકિટ બુક કરતા હોય ત્યારે તેની સાથે પણ પાર્કિંગ બુકિંગ કરાવી શકે છે એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ફ્રી શટલ સર્વિસની ખાસ વ્યવસ્થા નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ગેટ નજીકના 300 મીટરથી લઈને બે કિલોમીટર સુધીના વિસ્તારમાં પાર્કિંગ પ્લોટ ફાળવવામાં આવ્યા છે. દૂરના પાર્કિંગ સ્થળો જેવા કે ONGC Circle અને Raliway Groundથી સ્ટેડિયમના ગેટ સુધી તેમજ સ્ટેડિયમના ગેટથી પાર્કિંગ સુધી પ્રેક્ષકોને લાવવા-લઈ જવા માટે Show My Parking દ્વારા ફ્રી શટલ સર્વિસની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બે VIP પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પાર્કિંગ વ્યવસ્થાની વિગતો સ્ટેડિયમ આસપાસ કુલ 9 અલગ-અલગ પાર્કિંગ સ્થળો નક્કી કરવામાં આવ્યા છે: • 4-વ્હીલર માટે: 5 પાર્કિંગ સ્થળો • 2-વ્હીલર માટે: 4 પાર્કિંગ સ્થળો કુલ પાર્કિંગ ક્ષમતા • 4-વ્હીલર: 3,000 વાહનો • 2-વ્હીલર: 3,000 વાહનો • કુલ: 6,000 વાહનો સોશિયલ મીડિયાના માધ્યમથી બ્લેકમાં ટિકિટનું ઘૂમ વેચાણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યારે-જ્યારે ફાઇનલની મેચ યોજાય છે, ત્યારે ક્રિકેટપ્રેમીઓ મેચ જોવા માટે અનેક પ્રયત્ન કરે છે, પરંતુ ટિકિટ મળતી નથી. કારણકે કાળા બજારિયાઓ પહેલેથી જ ટિકિટનો સંગ્રહ કરીને રાખે છે. રસપ્રદ મેચ હોય તેના 2-3 દિવસ અગાઉથી ટિકિટ વેચવાનું શરૂ કરી દે છે. મોટાભાગે સોશિયલ મીડિયાના માધ્યમથી જ બ્લેકમાં ટિકિટ વેચાય છે. એજન્ટ ટિકિટ માટે એડવાન્સ અથવા તો ટોકન લઈ લે એજન્ટો પોતાના વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર ટિકિટનું ઓનલાઇન વેચાણ કરે છે. જેમાં શરૂઆતમાં માત્ર ફોટો મૂકીને 'ટિકિટ મળશે' તેવું લખે છે. જે બાદ લોકો જ્યારે ભાવ પૂછે ત્યારે ભાવ કહે છે. મોટાભાગના કેસમાં એજન્ટ ટિકિટ માટે એડવાન્સ અથવા તો ટોકન લઈ લે છે જે બાદ કોઈ જગ્યાએ મળીને ટિકિટ આપી દે છે. દિવ્ય ભાસ્કરે પણ અલગ અલગ એજન્ટ સાથે વાતચીત કરી ટિકિટના ભાવ જાણ્યા હતા. કિસ્સો 1 રિપોર્ટર : ટિકિટ મળશે? એજન્ટ: હા રિપોર્ટર : કેટલામાં? એજન્ટ : 12 હજારમાં એજન્ટ: છેલ્લી 4 જ પડી છે. કિસ્સો:2 રિપોર્ટર: હાય,મારે 4 ટિકિટ જોઈ છે એજન્ટ: ભાવ પત્રક મોકલ્યું અને કહ્યું હેન્ડ ટુ હેન્ડ ડિલિવરી મળી જશે રિપોર્ટર: ઓકે એજન્ટ: કયા બ્લોકમાં જોઈએ છે? રિપોર્ટર: બી બ્લોક એજન્ટ: બી બ્લોકની 15 હજારમાં એક આવશે રિપોર્ટર: કોઈ આપી જશે,હેન્ડ ટુ હેન્ડ એજન્ટ: ઓકે,10 થી 20 ટકા એડવાન્સ આપવા પડશે (3500ની ટિકિટ 15 હજારમાં એજન્ટ આપી રહ્યા છે) કિસ્સો:3 રિપોર્ટર: મારે 4 ટિકિટ જોઈએ છે એજન્ટ: અત્યારે 2 જ છે રિપોર્ટર: પ્રાઈઝ એજન્ટ: 6.હજારમાં 1 ટિકિટ રિપોર્ટર: ટિકિટની MRP કેટલી છે? એજન્ટ: 3 હજાર રૂ. 50 હજારથી શરૂઆત થાય એક એજન્ટે તો કહ્યું કે, અત્યારે ટિકિટ લઈ લો હજુ જેમ જેમ સમય નજીક આવશે તેમ તેમ ભાવ વધશે. પ્રેસિડેન્ટ ગેલેરીની ટિકિટ તો શરૂ જ રૂ. 50 હજારથી થાય છે. કેટલાક ફ્રોડ ઓરિજિનલ ટિકિટની કલર ઝેરોક્ષ કઢાવી વેચી મારે કેટલાક કિસ્સામાં લોકો એડવાન્સ કે ટોકન પેમેન્ટ આપી પણ છેતરાય છે. કારણ કે ફ્રોડ હોય તે ઑનલાઇન ટિકિટ બતાવી એડવાન્સ પેમેન્ટ મેળવીને આઇડી અને નંબર બ્લોક કરી દે છે તો કેટલાક ફ્રોડ ઓરિજિનલ ટિકિટની કલર ઝેરોક્ષ કઢાવી હજારો રૂપિયામાં વેચે જે લોકો ખરીદીને મેચ જોવા જાય છે અને જ્યારે ટિકિટ સ્કેન થાય ત્યારે ટિકિટ નકલી હોવાનું જણાય છે. બ્લેકમાં ટિકિટ વેચવા મામલે ત્રણ કેસ, 7 લોકોની ધરપકડ ટિકિટોની કાળાબજારી સામે અમદાવાદ પોલીસે પણ કડક કાર્યવાહી શરૂ કરી છે. માત્ર એક જ દિવસમાં ક્રાઈમ બ્રાન્ચ અને ચાંદખેડા પોલીસે કુલ ત્રણ ગુના નોંધ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે સિંધુભવન રોડ પરથી મન પટેલ અને સફીક ઉર્ફે બન્ની અંસારી નામના બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી IPL ફાઈનલ મેચની ચાર ટિકિટો તેમજ મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતાં. પોલીસના જણાવ્યા મુજબ બંને આરોપીઓ ટિકિટો વધુ ભાવે વેચવાના પ્રયાસમાં હતા. ચાંદખેડા પોલીસે અલગ અલગ બે કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. પ્રથમ કેસમાં મંથન જૈન અને મિત હરવાણીને પાંચ ટિકિટો સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. બંને 3 હજાર રૂપિયાની ટિકિટ 10 હજાર રૂપિયામાં વેચવાની તૈયારીમાં હતાં. બીજા કેસમાં ઈશાન ભટ્ટ, નિર્મલ જૈન અને ઋષભચંદ્ર જૈન નામના આરોપીઓ 3,500 રૂપિયાની ટિકિટ 15 હજાર રૂપિયામાં વેચવાનો પ્રયાસ કરી રહ્યા હતાં. પોલીસે બંને કેસમાં ટિકિટો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અકસ્માતનું કાવતરું રચી હત્યા કરી:ભાઈના ખૂનનો બદલો લેવા ઇકો કારથી એક્ટિવાને ટક્કર મારી અન્ય મિત્રનું ખૂન કરનાર મુખ્ય આરોપી હસમુખ ઉર્ફે સીસો ગણતરીના કલાકોમાં ઝડપાયો
    Next Article
    પિતા-પુત્રનો યુવક પર જીવલેણ હુમલો:વરતેજમાં બાંધકામ અને લોખંડ વાળવા બાબતે યુવક પર લાકડીઓ સાથે તૂટી પડ્યા, બે સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment