Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પિતા-પુત્રનો યુવક પર જીવલેણ હુમલો:વરતેજમાં બાંધકામ અને લોખંડ વાળવા બાબતે યુવક પર લાકડીઓ સાથે તૂટી પડ્યા, બે સામે ફરિયાદ

    9 hours ago

    ભાવનગરના વરતેજ વિસ્તારમાં મકાન બાંધકામની નજીવી બાબતે પિતા-પુત્રએ એક યુવક પર લાકડીઓ અને ઢીકાપાટુ વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. વરતેજ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર, આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘરની બહાર રેતી-કપચી પડી હોવાથી વિવાદ થયો વરતેજમાં સીએસસી હોસ્પિટલની સામે રહેતા 26 વર્ષીય રાહુલ મોરીનું નવું મકાન બની રહ્યું છે. ત્યારે 27 મેએ સવારે મકાન નિર્માણ દરમિયાન લોખંડ વાળવા અને રેતી-કપચી બહાર પડી હોવા જેવી સામાન્ય બાબતે વિવાદ થયો હતો. રાહુલના મોટા બાપુના દીકરા જયદેવ મોરીએ ત્યાં સેન્ટિંગનું કામ કરતા કારીગર ભિખાભાઈ અને રાહુલના મોટા ભાઈ સંજયને ગાળો આપવાનું શરૂ કર્યું હતું.આ અંગે જાણ થતાં જ રાહુલ તાત્કાલિક ઘરે પહોંચ્યો હતો.એ જ સમયે આરોપી જયદેવ મોરી અને તેમનો દીકરો વિશ્વજીત ત્યાં ધસી આવ્યા હતા. જયદેવે ઉશ્કેરાઈને રાહુલ પર લાકડીઓ વડે આડેધડ હુમલો કરી દીધો હતો. પિતા-પુત્રએ માર મારીને ધમકી આપી લાકડીના પ્રહારોથી રાહુલને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ માથાના જમણી બાજુના ભાગે જોરદાર લાકડી વાગતા તે લોહીલુહાણ થઈ ગયો હતો, જેના કારણે તેના માથામાં બે ટાંકા આવ્યા છે.રાહુલને બચાવવા વચ્ચે પડેલા તેના મોટા ભાઈ સંજયને પણ બંને આરોપીઓએ ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો.આ હુમલાને પગલે આસપાસના લોકો અને હોસ્પિટલનો સ્ટાફ એકત્રિત થઈ જતાં બંને હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ભાગતી વખતે આરોપીઓએ ધમકી આપી હતી કે,આજે તો બચી ગયા છો, પણ જો હવે પછી આ જગ્યામાં લોખંડ વાળવાનું કામ કરશો તો જાનથી મારી નાખીશું. ભોગ બનનાર રાહુલ મોરીએ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહીને વરતેજ પોલીસ મથકમાં આરોપી જયદેવ મોરી અને વિશ્વજીત મોરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    IPLની ફાઈનલ જોવા પડાપડી, બ્લેકમાં 1 લાખ સુધી ટિકિટના ભાવ:3500ની ટિકિટના 15 હજાર, પ્રેસિડેન્ટમાં 50 હજારથી શરૂઆત, અમદાવાદમાં મેચ જોવા આવો તો આ જગ્યાએ પાર્કિંગ કરી શકશો
    Next Article
    NEET Re-Test: Delhi To Offer Free Bus Travel To Candidates On June 21

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment