Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંદૂક સાથે નાચતાં દેખાતાં પોલીસે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી:છોટાઉદેપુર સાંસદ જશુ રાઠવાએ કહ્યું, 'હથિયાર સાથે નાચવું આદિવાસી પરંપરા'

    8 hours ago

    છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખની વરણીના વરઘોડામાં સાંસદ જશુ રાઠવા જાહેરમાં બંદૂક લઈને નીકળ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસે જાહેરનામા ભંગ બદલ ફરિયાદ નોંધી છે. સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ જાહેરમાં કાયદો હાથમાં લઈ હથિયાર સાથે નીકળે છે, ત્યારે પોલીસ કાયદાનું ભાન કરાવે છે. ત્યારે એક સાંસદ દ્વારા આવી હરકત થતાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે, છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવા નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના વિજેતા ઉમેદવારોની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યાં તેમણે વાયરલ વીડિયો અંગે સ્પષ્ટતા કરી હતી. જશુ રાઠવાએ જણાવ્યું હતું કે, આદિવાસીઓની પરંપરા રહી છે કે તેઓ લાકડી, પારિયા અને તીર-કામઠા લઈને નાચતા હોય છે. આ વખતે અમે અતિ ઉત્સાહમાં હતા અને કાયદો યાદ ન રહ્યો, તેથી બંદૂક લઈને નીકળ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે, કાયદો કાયદાનું કામ કરશે અને કાયદો જે નિર્ણય લેશે તે મને સ્વીકાર્ય રહેશે. એક સાંસદ તરીકે હથિયાર ચલાવવાનો મારો કોઈ ઈરાદો નહોતો, પરંતુ અતિ ઉત્સાહને કારણે અમે બંદૂક લઈને નીકળ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    હેમ.ઉ.ગુ. યુનિ. સ્નાતક, અનુસ્નાતક સેમ. 6, 4ના પરિણામ જાહેર:મોટાભાગના પરિણામ જાહેર; પર્સન્ટેજ માર્કશીટ અપાઈ; BSc સેમ. 6 પરિણામ બે દિવસમાં
    Next Article
    વેરાવળની ભાલકા સોસાયટીના મકાનમાં આગ લાગી:ફાયર ટીમે કાબુ મેળવ્યો, મોટી જાનહાનિ ટળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment