Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળની ભાલકા સોસાયટીના મકાનમાં આગ લાગી:ફાયર ટીમે કાબુ મેળવ્યો, મોટી જાનહાનિ ટળી

    9 hours ago

    વેરાવળની ભાલકા સાંઇનાથ સોસાયટીમાં આવેલા સરમણભાઈ કરસનભાઈ ગઢિયાના મકાનમાં આગ લાગી હતી. વૃંદાવન પ્રાથમિક શાળા સામે બનેલી આ ઘટનાને કારણે રહેવાસીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે, વેરાવળ ફાયર ટીમે સમયસર પહોંચી આગ પર કાબુ મેળવી લેતા મોટી જાનહાનિ ટળી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આગના કારણે સરમણભાઈ ગઢિયાના મકાનમાં રાખેલી તમામ ઘરવખરી, ફર્નિચર અને અન્ય માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગની જાણ થતાં જ વેરાવળ ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ટીમના નરેન્દ્રસિંહ આછડિયા અને જીતેન્દ્રસિંહ ગોહિલ સહિતના જવાનોએ ટ્રેની (2) ફાયર વેન (GJ 18 GB 9039) દ્વારા પાણીનો મારો ચલાવીને આગને તુરંત કાબુમાં લીધી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ હોવાનું જાણવા મળ્યું નથી.
    Click here to Read More
    Previous Article
    બંદૂક સાથે નાચતાં દેખાતાં પોલીસે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી:છોટાઉદેપુર સાંસદ જશુ રાઠવાએ કહ્યું, 'હથિયાર સાથે નાચવું આદિવાસી પરંપરા'
    Next Article
    11 AM Gujarati News LIVE | 11 વાગ્યાના સૌથી મોટા સમાચાર | Gujarati Samachar | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment