Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હેમ.ઉ.ગુ. યુનિ. સ્નાતક, અનુસ્નાતક સેમ. 6, 4ના પરિણામ જાહેર:મોટાભાગના પરિણામ જાહેર; પર્સન્ટેજ માર્કશીટ અપાઈ; BSc સેમ. 6 પરિણામ બે દિવસમાં

    7 hours ago

    હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU), પાટણ દ્વારા માર્ચ-એપ્રિલમાં લેવાયેલી પરીક્ષાઓના પરિણામો જાહેર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. અત્યાર સુધીમાં, સ્નાતક સેમેસ્ટર 6 અને અનુસ્નાતક સેમેસ્ટર 4ના મોટાભાગના પરિણામો જાહેર કરી દેવામાં આવ્યા છે. યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા બી.કોમ સેમેસ્ટર 6, બીબીએ, બીસીએ, બીઆરએસ, બીએસડબલ્યુ સેમેસ્ટર 6, તેમજ એમ.એ., એમ.કોમ, એમએસસી, એમએસડબલ્યુ, એમઆરએસ અને એમબીએ સેમેસ્ટર 4ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. બીએસસી સેમેસ્ટર 6નું પરિણામ આગામી બે દિવસમાં અને બી.એ. સેમેસ્ટર 6નું પરિણામ આજે અથવા કાલે જાહેર થવાની શક્યતા છે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક મિતુલભાઈ દેલીયાએ જણાવ્યું હતું કે, હાલમાં અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. વિદ્યાર્થીઓ સરળતાથી પ્રવેશ મેળવી શકે તે હેતુથી સ્નાતક સેમેસ્ટર 6ના પરિણામો ઝડપથી જાહેર કરવામાં આવી રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અગાઉ વિદ્યાર્થીઓને માર્કસ, ક્રેડિટ અને સીજીપીએ દર્શાવતી માર્કશીટ આપવામાં આવતી હતી, જેના કારણે પર્સન્ટેજવાળી માર્કશીટ માટે અલગથી પ્રક્રિયા કરવી પડતી હતી. ચાલુ વર્ષથી યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને સીધી પર્સન્ટેજવાળી માર્કશીટ આપવામાં આવી રહી છે, જેથી તેમને ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન પડે. હાલમાં જાહેર થયેલા યુજી સેમ 6 અને પીજી સેમ 4ના પરિણામોમાં પણ આ નવી પદ્ધતિ અપનાવવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    India’s oil shock could have been much worse — but for China
    Next Article
    બંદૂક સાથે નાચતાં દેખાતાં પોલીસે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી:છોટાઉદેપુર સાંસદ જશુ રાઠવાએ કહ્યું, 'હથિયાર સાથે નાચવું આદિવાસી પરંપરા'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment